Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાનાં તમામ કામ જાતે કરે છે

બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાનાં તમામ કામ જાતે કરે છે

10 July, 2019 09:09 AM IST | અમેરિકા

બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાનાં તમામ કામ જાતે કરે છે

બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાનાં તમામ કામ જાતે કરે છે

બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાનાં તમામ કામ જાતે કરે છે


અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની ઍમી બ્રૂક્સ નામની યુવતી જન્મી ત્યારે જ તેને બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કૉન્જેનિટલ ટેટ્રાફોકોમેલિયા નામની જન્મગત બીમારી એ માટે કારણભૂત હતી. તેની હાલત જોઈને ખુદ તેના જન્મદાતાએ તેને તરછોડી દીધેલી. જોકે અનેક વિટંબણાઓ વચ્ચે પણ સદા હસતી રહેતી ઍમીને અનાથાશ્રમમાંથી દત્તક લેનારું યુગલ મળી ગયું. આ યુગલે ઍમીને માત્ર સહારો ન આપ્યો, પણ તેને કોઈનાય સહારાની જરૂર ન પડે એ રીતે સ્વતંત્રપણે જીવન જીવતાં શીખવ્યું.

ઘરમાં ફર્નિચર અને બીજી તમામ વ્યવસ્થાઓ એ પ્રકારની ડિઝાઇન કરી છે કે ઍમી જાતે પોતાનું બધું જ કામ કરી શકે છે. હાથ ન હોવા છતાં તે નાહવા, બ્રશ કરવા, ખાવા-પીવાનું કામ પણ જાતે જ કરી લે છે. કેટલીક વાનગીઓ તે જાતે જ રાંધી પણ શકે છે અને હાથ કે આંગળીઓ ન હોવા છતાં ફોટોગ્રાફી પણ કરી લે છે. હાથ-પગની જગ્યાએ તેના શરીર પર ત્રણ-ચાર ઇંચના અવિકસિત હાડકાં જ છે. એ હાડકાંનો પણ ઍમી બખૂબી ઉપયોગ કરી લે છે. એ હાડકાંના જૉઇન્ટમાં બ્રશ, ચમચી, ડબ્બા-ડબ્બી જેવી કોઈ પણ ચીજ ઊંચકીને તે પોતાનું કામ કરી લે છે. ઍમીની ‘હાઉ ડઝ શી ડુ ઇટ’ નામની પોતાની યુટ્યુબ ચૅનલ છે. એમાં તે અવારનવાર પોતે કઈ રીતે રોજિંદુ કામ કરે છે એનું ડેમૉન્સ્ટ્રેશન કરી બતાવે છે.



નવાઈની વાત એ છે કે મોટાભાગના વિડિયો તે જાતે જ બનાવે છે. ચોક્કસ જગ્યાએ કૅમેરા મૂકીને તે પોતાની મૂવમેન્ટ્સ રેકૉર્ડ કરી લે છે અને પછી એડિટ કરીને એમાંથી નાના વિડિયો તૈયાર થાય છે. ઍમી કોઈ પણ કામ કરવા માટે મોં, દાઢી, ખભા અને હાથનાં ટચૂકડાં હાડકાંનો ઉપયોગ કરે છે. તેનું કહેવું છે કે, ‘પહેલાં મને કૅમેરા સામે આવવામાં ખચકાટ થતો હતો, પણ જ્યારે મને લાગ્યું કે હું કઈ રીતે કામ કરું છું એ બીજા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે ત્યારે મેં એ છોછને બાજુએ મૂકી દીધો.’


આ પણ વાંચો : 3હજાર ફુટ ઊંચાઈ, 2 પત્થર વચ્ચે ઉભા રહી કહ્યું વિલ યુ મેરી મી? જાણો ઘટના

હાથ ન હોવા છતાં તે ઑટોમૅટિક સિલાઈમશીનની મદદથી સિમ્પલ ચીજો સીવી પણ લે છે. બહાર જવાનું હોય ત્યારે પ્રોસ્થેટિક હાથ લગાવીને એનાથી વ્હીલચૅર ઑપરેટ કરે છે. નાનામાં નાનું કામ જાતે કરવા માટે તેણે જે જહેમત ઉઠાવવી પડે છે એ જોઈએ તો સમજાય કે હાથ-પગ ધરાવતા લોકોનું જીવન કેટલું બધું સરળ છે. જીવનના ખૂબ આકરા અનુભવો પછી હવે તેણે ઑટોબાયોગ્રાફી લખવાનું શરૂ કર્યું છે અને મૉટિવેશનલ સ્પી‌કર તરીકે પણ તે કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 09:09 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK