એક આંખ બ્લુ અને એક પીળી: બિલ્લીબહેનની બન્ને આંખોના રંગ જુદા
એક આંખ બ્લુ અને એક પીળી
સોશ્યલ મીડિયા પર નિયુ નાઇ નામનાં બહેને પાળેલી એક બિલાડી ફેમસ થઈ ગઈ છે. એનું કારણ છે તેની આંખોનો રંગ. કાળા રંગની રુંવાટી ધરાવતી આ ક્યુટ બિલાડીની એક આંખ બ્લુ છે તો બીજી પીળી. સામાન્ય રીતે આંખનો રંગ મેલૅનિન કણોની માત્રા પરથી નક્કી થાય છે. મેલૅનિન કણોમાં વધઘટ થતાં બિલાડીની આંખોનો રંગ બ્લુ, પીળી, બ્રાઉન અને ગ્રીન રંગ બને છે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ જીતવાની આશાએ બનેલી આ બનારસી સાડીનું હવે શું કરશું?
ADVERTISEMENT
જોકે આ બિલાડીની એક આંખ બ્લુ છે અને બીજી પીળી. નિષ્ણાતોનું કહેવું છે કે હેટરોક્રોમિયા ઇરિડિસ નામની કન્ડિશનને કારણે આવું થાય છે. આ જિનેટિક કન્ડિશનમાં બિલાડીની બન્ને આંખોમાં મેલૅનિન કણોની માત્રામાં ધરખમ ફરક હોય છે.