વર્લ્ડ કપ જીતવાની આશાએ બનેલી આ બનારસી સાડીનું હવે શું કરશું?

Published: Jul 11, 2019, 08:55 IST | વારાણસી

હાલમાં વર્લ્ડ કપનો ફીવર છવાયો છે અને આપણે ત્યાં જે ચીજની બોલબાલા હોય એની આસપાસ ઘણીબધી ચીજો બનવાનું શરૂ થઈ જાય છે.

વર્લ્ડ કપ સાડી
વર્લ્ડ કપ સાડી

હાલમાં વર્લ્ડ કપનો ફીવર છવાયો છે અને આપણે ત્યાં જે ચીજની બોલબાલા હોય એની આસપાસ ઘણીબધી ચીજો બનવાનું શરૂ થઈ જાય છે. આ વખતે વર્લ્ડ કપમાં ભારતની ટીમ સાથે પોતાનો સાથ પુરાવવા માટે વારાણસીમાં ખાસ બનારસી સાડી બનાવવામાં આવી છે. આ સાડી પર વર્લ્ડ કપનો લોગો તેમ જ બૅટ-બૉલ અને સ્ટમ્સની આકૃતિ છાપવામાં આવી છે. બનારસી સાડીના વેપારી સર્વેશકુમાર શ્રીવાસ્તવે આ સાડી ડિઝાઇન કરી છે.

મુબારક અને નુરુદ્દીન નામના વણકરોએ વીસ દિવસની મહેનત પછી આ સાડીનો માસ્ટરપીસ બનાવી લીધો છે. આખી સાડી પર ૩૩૫ વખત વર્લ્ડ કપનો લોગો વણાયેલો છે. આ સાડીનો રંગ આસમાની બ્લુ છે અને બૉર્ડર ઑરેન્જ રંગના ક્રિકેટના પ્રતીકો રચવામાં આવ્યા છે. આ સાડીની ‌કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે. ઑરેન્જ રંગના પાલવ પર પણ મીનાકારી અને અત્યંત બારીક વર્કમાં ક્રિકેટના પ્રતીકો વણવામાં આવ્યા છે. સર્વેશકુમારે આ સાડીને કપ્તાન સિલ્ક સાડી નામ આપ્યું છે.

આ પણ વાંચો : આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ

તેમનું કહેવું છે કે જો ટીમ ઇન્ડિયા વિશ્વ કપ જીતશે તો તેઓ પોતાના તરફથી વિશ્વકપના લોગોવાળી સાડી ક્રિકેટરોની ટીમને તેમની પત્નીઓ માટે ગિફ્ટ કરવાની જાહેરાત થયેલી, જોકે ન્યુઝીલેન્ડ સામે સેમી-ફાઇનલમાં ભારત હારી જતાં ક્રિકેટના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે. કરશે. જોકે જ્યારથી આ સાડીની ડિઝાઇન બહાર પડી છે ત્યારથી કેટલાક લોકોએ એ ખરીદવામાં પણ રસ બતાવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK