મુંબઈમાં રિમઝિમ વરસાદ: હવામાન વિભાગે કરી 24 કલાક હળવા વરસાદની આગાહી

Published: 14th December, 2020 10:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રવિવારની રાતથી નવી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા પટ્ટાની રચનાને કારણે આજે પણ રાજ્યભરમાં વરસાદ ચાલુ રહેશે અને ઠંડીનો પારો અનેક જગ્યાએ વધવાની સંભાવના છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રવિવારની રાતથી નવી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા પટ્ટાની રચનાને કારણે આજે પણ રાજ્યભરમાં વરસાદ ચાલુ રહેશે અને ઠંડીનો પારો અનેક જગ્યાએ વધવાની સંભાવના છે. આજે સવારથી જ મુંબઇ, થાણે, નવી મુંબઇ, પાલઘર, વસઈ-વિરાર અને નાસિકમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મુંબઇ, પુણે અને નાગપુર વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે.

મુંબઇમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને ઘણા પરાંમાં હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. નવી મુંબઈમાં પણ રિમઝિમ વરસાદ શરૂ થયો છે. રવિવારની રાતથી વરસાદ વરસી રહ્યો છે. આનાથી મુસાફરો માટે કોરોના વાઈરસના સંકટથી વધુ મુશ્કેલ બની ગઈ હતી. મુંબઈમાં પણ વસઈ-વિરાર નાલાસોપારામાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડી રહ્યો છે.

આકાશ વાદળી ઘેરાયેલું છે અને હવામાં પ્રચંડ ઠંડી ફેલાઈ છે. ભિવંડીમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ બજારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને બધે રસ્તા પર કાદવ થઈ ગયો છે. હકીકતમાં, આ અવ્યવસ્થિત ઝરમર વરસાદથી રોગચાળો થવાનું જોખમ વધ્યું છે.

અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા પટ્ટાની રચનાના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું છે. નવી મુંબઈના પનવેલમાં વાદળછાયું વાતાવરણ અને મુશળધાર વરસાદ શરૂ થયો છે. સવારે 8 વાગ્યાથી ઝરમર વરસાદ ચાલુ છે. હવે વરસાદનો જોર વધતો જોવા મળશે. હકીકતમાં હવામાન વિભાગે 9 થી 14 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની આગાહી પણ કરી હતી.

પાલઘરમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને આજે સવારે 7 વાગ્યાથી પાલઘરના અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમા વાદળછાયું વાતાવરણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK