Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈટાલીઃ ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે બાળકો ભરેલી બસ સળગાવી દીધી

ઈટાલીઃ ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે બાળકો ભરેલી બસ સળગાવી દીધી

21 March, 2019 10:40 PM IST | મિલાન

ઈટાલીઃ ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરે બાળકો ભરેલી બસ સળગાવી દીધી

તમામ બાળકોને સકુશળ બચાવી લેવાયા

તમામ બાળકોને સકુશળ બચાવી લેવાયા


ઈટાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈટાલીમાં એક બસ ડ્રાઈવરે બાળકો ભરેલી સ્કૂલ બસ સળગાવી દીધી. જી હાં, એક બસ ડ્રાઈવર એટલો ગુસ્સે ભરાયો કે તેણે માસૂમ બાળકો ભરેલી બસમાં જ આગ લગાવી દીધી. જો કે સદનસીબે બસ આખી સળગે તે પહેલા બાળકોને બહાર કાઢી લેવાયા.

મળતી માહિતી પ્રમાણે બસનો ચાલક મૂળ સેનેગલનો છે. તે ભૂમધ્ય સમુદ્રમાં વિસ્થાપિતોની બોટ ડૂબી જવાથી ગુસ્સે ભરાયેલો હતો. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવેલી માહિતી પ્રમાણે બસ ચાલક સમુદ્રમાં થતા મોત રોકવાની સાથે નરસંહારની ધમકી આપી રહ્યો હતો. ઈટાલી ન્યૂઝ વેબસાઈટ પ્રમાણે બસ ચાલક બસ સળગાવતા પહેલા રસ્તા પર જતા વાહનોને બસ ટકરાવી રહ્યો હતો.



આ પણ વાંચોઃ Video:નાઈજિરિયન યુવાનોએ ડોલા રે ડોલા પર કર્યો ડાન્સ, વાઈરલ થયો વીડિયો


આ દરમિયાન બાળકો ચીસો પાડતા બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક બાળકે ઈટાલિયન મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ડ્રાઈવરે બાળકો પર પેટ્રોલ નાખીને જીવતા સળગાવવાની ધમકી આપી હતી. એક વ્યક્તિએ આ મામલે પોલીસને માહિતી આપી. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બાળકોને સકુશળ બહાર કાઢી લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2019 10:40 PM IST | મિલાન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK