Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં આ જગ્યાએ થઈ શકે છે હવામાં ઉડી શકે તેવી કારનું નિર્માણ

ગુજરાતમાં આ જગ્યાએ થઈ શકે છે હવામાં ઉડી શકે તેવી કારનું નિર્માણ

27 August, 2019 03:46 PM IST | ગાંધીનગર

ગુજરાતમાં આ જગ્યાએ થઈ શકે છે હવામાં ઉડી શકે તેવી કારનું નિર્માણ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


અત્યાર સુધીમાં ઉડતી કાર તમે માત્ર ફિલ્મોમાં જોઈ હતી. પરંતુ હવે તે હકીકત બનવા જઈ રહી છે. અને તેનું નિર્મામ સુરતમાં થઈ શકે છે. અત્યાર સુધી જે દુનિયા માટે આશ્ચર્ય જ હતું તેવી કારનું નિર્માણ થવા જઈ રહ્યું છે, અને તે પણ સુરતમાં. દેશના વિવિધ રાજ્યોમાં પ્લાંટ માટેની જગ્યા જોયા બાદ ડચ કંપની પાલ-5ના સહસંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી રૉબર્ટ ડિંજેમેંસના નેતૃત્વમાં કંપનીના અધિકારીઓ મુખ્યમંત્રી રૂપાણીને મળી.

ગુજરાત સરકારે ડચ કંપનીને રાજ્યમાં પ્લાંટ લગાવવા માટે જમીન, પાની, વીજળી અને દરેક સંભવ સુવિધાઓ આપવાનો ભરોસો અપાવ્યો છે. સાથે જ ઈન્સેંટિવ આપવાની પણ વાત કરી છે. થોડા દિવસો પહેલા ભારતમાં ડચના દૂતાવાસના અધિકારી પણ મુખ્યમંત્રીને મળ્યા. કંપનીના અધિકારીઓએ આ મુલાકાત બાદ જણાવ્યું કે તેઓ ભારતના અન્ય રાજ્યોમાં પણ પ્લાંટ માટે જગ્યા શોધી રહ્યા છે.

આ પણ જુઓઃ આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ



કંપનીના અધિકારીઓ એશિયા પ્લાંટ માટે ગુજરાતમાં રોકાણ કરવા માટે સંભાવના અને જગ્યાની શોધ કરવા માટે આવ્યા હતા. કંપનીનું માનવું છે કે વર્ષ 2040 સુધીમાં દુનિયામાં ઉડતી કારનું બજાર દોઢ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. આ કારનું વજન 910 કિલોગ્રામ, તેની ઑન રોડ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક જ્યારે હવામાં 190 કિમી પ્રતિ કલાક હશે. બે વ્યક્તિ તેમાં સવાર થઈને સફર કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 03:46 PM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK