Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દેશથી 150 જેટલી વિન્ટેજ કારનો કાફલો કચ્છના રણ-માંડવીની મુલાકાતે આવશે

દેશથી 150 જેટલી વિન્ટેજ કારનો કાફલો કચ્છના રણ-માંડવીની મુલાકાતે આવશે

30 January, 2020 09:53 AM IST | Bhuj

દેશથી 150 જેટલી વિન્ટેજ કારનો કાફલો કચ્છના રણ-માંડવીની મુલાકાતે આવશે

કાફલો

કાફલો


ભારતના ઐતિહાસિક વારસા સાથે મોટરિંગ ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજસ્થાનના એક ટ્રસ્ટે ચાર હજાર કિલોમીટર લાંબા આઇકોનિક વિન્ટેજ કાર એક્સપીડિશનનું આયોજન કર્યું છે. આગામી ૧૭ ફેબ્રુઆરીથી દિલ્હીથી ૧૫૦ જેટલી વિન્ટેજ કારનો કાફલો જોડાશે.

વિન્ટેજ કારનો કાફલો દિલ્હીથી આગરા, સવાઈ માધોપુર, જયપુર, ગજનેર, જેસલમેર, ખીમસર, જોધપુર, માઉન્ટ આબુ, કચ્છનું રણ, માંડવી, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, ડુંગરપર થઈ ૨૩મા દિવસે ઉદયપુર પહોંચશે. ૧૦ માર્ચે ઉદયપુરમાં એનું સમાપન થશે. વિન્ટેજ કારનો કાફલો દેશનાં ૧૭ જેટલાં હેરિટેજ સિટીમાંથી પસાર થશે. ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા’ના નામે યોજાનારા આ અભિયાનમાં કેન્દ્રનું પ્રવાસન મંત્રાલય પણ સહયોગ આપશે.



આ પણ વાંચો : CAA અને NRCના વિરોધમાં બંધને મિશ્ર પ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો


રાજસ્થાનના ૨૧ ગન સૅલ્યુટ હેરિટેજ ઍન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત આ વિન્ટેજ કાર અભિયાનમાં દેશની સૌથી જૂની ગણાતી ૧૯૦૩ની કેડિલેક અને ૧૯૩૬ની રોલ્સ-રૉયસ કાર ભાગ લેશે. આ બન્ને ક્લાસિક કાર જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની છે. સિંઘાનિયાની કુલ પાંચ વિન્ટેજ કાર આ કાફલામાં જોડાશે. ઉદ્યોગપતિ રતન તાતાના ભાઈ જિમી તાતા પણ તેમની વિન્ટેજ કાર આપશે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 09:53 AM IST | Bhuj

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK