Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આવી ગંગા આરતી તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

આવી ગંગા આરતી તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

08 September, 2019 11:53 AM IST | મુંબઈ

આવી ગંગા આરતી તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

આવી ગંગા આરતી તમે ક્યારેય નહીં જોઈ હોય, વીડિયો થઈ રહ્યો છે વાઈરલ


સોશિયલ મીડિયા પર ઘણીવાર કેટલાક એવા વીડિયો વાઈરલ થતા હોય છે, જેને માનવા મુશ્કેલ હોય. કેટલીકવાર કોમેડી તો કેટલીકવાર વિચિત્ર વીડિયો જોત જોતામાં આગની જેમ ફેલાઈ જતા હોય છે. હવે ગંગા આરતીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. આ એવી ગંગા આરતી છે, જે આજ સુધી તમે ક્યારેય નહી જોઈ હોય.

આપણા દેશમાં નદીઓનું અને એમાંય ગંગાનું ખાસ મહત્વ છે. ગંગા આરતીના દર્શન કરવા, ભાગ લેવા લોકો દૂર દૂરથી વિદેશથી પણ ભારત આવે છે. અને ગંગા આરતીના દર્શન કરી, નજારો જોઈ પાવન થાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો ગંગા આરતીનો આ વીડિયો એટલો જબરજસ્ત છે કે તમે પહેલા આવી આરતી નહીં જ જોઈ હોય.



તમે ગંગા આરતીનો આકાશી નજારો જોયો હશે. વડાપ્રન નરેન્દ્ર મોદીને પણ મા ગંગાની આરાધના કરતા જોયા હશે. પરંતુ આ રીતે આકાશ અને પાણીની વચ્ચે ઉડતા ઉડતા ગંગા આરતી થતા નહીં જોઈ હોય.


જુઓ આ વીડિયો


જી હાં, પાણીની ઉપર હવામાં ઉડતા અને ગોળ ગોળ ફરતા ગંગા આરતી કરતા વ્યક્તિને તમે નહીં જ જોયા હોય. આ વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિને દા આપવી પડે. તે પંપની મદદથી ફૂલ સ્પીડમાં ઉપર ગયો, ગોળ ગોળ ફર્યો પણ તેનું બેલેન્સ ન ગયું. આ ગંગા આરતીનો વીડિયો ઘટનાસ્થળે હાજર કોઈએ મોબાઈલમાં ઉતાર્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે, આરતી કરનાર વ્યક્તિ કોણ છે, તેનો ખુલાસો નથી થયો.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 11:53 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK