Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગોવામાં સમુદ્ર કિનારે 'તેજસ' થયું લેન્ડ, સશક્ત થશે નૌસેના

ગોવામાં સમુદ્ર કિનારે 'તેજસ' થયું લેન્ડ, સશક્ત થશે નૌસેના

13 September, 2019 05:22 PM IST | મુંબઈ

ગોવામાં સમુદ્ર કિનારે 'તેજસ' થયું લેન્ડ, સશક્ત થશે નૌસેના

ગોવામાં સમુદ્ર કિનારે 'તેજસ' થયું લેન્ડ, સશક્ત થશે નૌસેના

ગોવામાં સમુદ્ર કિનારે 'તેજસ' થયું લેન્ડ, સશક્ત થશે નૌસેના


ડીઆરડીઓ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ગોવામાં તટ આધારિત પરીક્ષણ સુવિધામાં હળવા યુદ્ધ વિમાન તેજસના પહેલી વારના લેન્ડિંગને સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો. આ વિમાન વાહક સબમરીન આઈએનએસ વિક્રમાદિત્ય પર સંચાલિત કરવામાં આવનારા વિમાનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેનાથી નૌ સેના વધારે મજબૂત થશે. આ વિમાનમાં ખૂબ જ ઓછા અંતરમાં રોકાવાની ક્ષમતા એક મહત્વની વિશેષતા છે, જ્યાં ઉતરવા માટે બહુ જ ઓછી જગ્યા હોય ત્યાં પણ તે લેન્ડ કરી શકે છે.

તેજસ ભારતમાં બનેલ હલકા ફાઈટર પ્લેનની શ્રેણીનું પહેલું વિમાન છે જે સફળતાપૂર્વક લેન્ડિન્ગ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેને નૌસેનાની સેવા માટે જેટના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે.

તેજસની ક્ષમતાથી સશક્ત થશે સેના
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવેલા સ્વદેશી જેટ વિમાન એલસીએ તેજસને જલ્દી જ એર શોમાં ફાઈનલ ઑપરેશન ક્લીયરન્સ આપીને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું, એફઓસી મળવાનો અર્થ એવો છે કે યુદ્ધક વિમાન મિસાઈલની ક્ષમતા ધરાવે છે. હવામાં એક જ વિમાનથી બીજા વિમાનમાં ઈંધણ ભરવામાં સક્ષમ છે. હવાથી જમીન પર સટીક પ્રહાર કરી શકે છે.

આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ



વાયુસેનાને મળશે વધુ 19 તેજસ વિમાન
એચેએએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં વધુ 16 તેજસ વિમાન તૈયાર કરીને વાયુસેનાને સોંપવામાં આવશે. એ સિવાય ચાર બીજા વિમાનો આવતા વર્ષે બનીને તૈયાર થશે. કારણ કે એચએએલે બેંગલુરૂના પરિસરમાં 1380 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિમાન બનાવવાની ક્ષમતા વધારી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2019 05:22 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK