Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુરોપની સૌપ્રથમ અન્ડરવૉટર રેસ્ટોરાં શરૂ થઈ નૉર્વેમાં,

યુરોપની સૌપ્રથમ અન્ડરવૉટર રેસ્ટોરાં શરૂ થઈ નૉર્વેમાં,

24 March, 2019 08:59 AM IST | નોર્વે

યુરોપની સૌપ્રથમ અન્ડરવૉટર રેસ્ટોરાં શરૂ થઈ નૉર્વેમાં,

નોર્વેની અન્ડર વૉટર રેસ્ટોરન્ટ

નોર્વેની અન્ડર વૉટર રેસ્ટોરન્ટ


નૉર્વેના બેઇલીમાં ‘અન્ડર’ નામની યુરોપની સૌપ્રથમ અન્ડરવૉટર રેસ્ટોરાં હજી ગયા અઠવાડિયે જ શરૂ થઈ છે. નૉર્વેજિયન ભાષામાં અન્ડરનો અર્થ અંગ્રેજીમાં વન્ડર અને ગુજરાતીમાં આર્ય થાય છે. આ રેસ્ટોરાં અડધી પાણીમાં ડૂબેલી હોય એવી દેખાય છે. ૩૪ મીટર લાંબી હોટેલનો આગળનો ભાગ પાણીની બહાર ખડક પર છે અને છેલ્લો ભાગ પાણીની અંદર ૧૬ ફુટ ઊંડે સુધી ડૂબેલો છે. આમ તો એની કૅપેસિટી એકસાથે ૪૦થી ૪૫ લોકોને ડિનર કરાવી શકે એવી છે, પરંતુ લોકોને આ નવો અનુભવ લેવાની એટલી ઉત્સુકતા છે કે અત્યારે ૭૦૦૦ લોકોએ ઍડ્વાન્સ બુકિંગ કરાવી લીધું છે. રેસ્ટોરાંનો અંદરનો ભાગ ઍક્વેરિયમ જેવો લુક ધરાવે છે. ભોજન લેતાં-લેતાં ગ્લાસ-વૉલની બીજી તરફ પાણીના મુક્ત જીવોને જોઈ-માણી શકાય છે. અહીં માત્ર દરિયાઈ જીવોને જોવાની જ મજા નથી, એમના સથવારે બેસીને ૧૮ કોર્સ ભોજન પણ માણવાની મજા છે. જોકે આ અનુભવ બહુ એક્સ્પેન્સિવ છે. એક વ્યક્તિ માટેનું ભોજન ૩૮૦ યુરો એટલે કે લગભગ ૩૦,૦૦૦ રૂપિયામાં પડે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 08:59 AM IST | નોર્વે

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK