Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં ટૂ-વ્હીલર ચોરતી ગૅન્ગ પકડાઈ

નવી મુંબઈમાં ટૂ-વ્હીલર ચોરતી ગૅન્ગ પકડાઈ

08 December, 2019 12:03 PM IST | Navi Mumbai

નવી મુંબઈમાં ટૂ-વ્હીલર ચોરતી ગૅન્ગ પકડાઈ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


નવી મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી ટૂ-વ્હીલરની ચોરીના વધતા જતા કેસ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયા હતા. બાઇકચોરીના પડકારરૂપ કેસને ઉકેલવામાં નવી મુંબઈ પોલીસને આખરે સફળતા મળી ગઈ છે. વિવિધ પોલીસ-સ્ટેશનમાં બનેલા ૧૦થી વધુ બાઇકચોરી અને ટૂ-વ્હીલરની ડિકીમાંથી ચોરી કર્યાના ૩ કેસ ઉકેલીને પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરીને ૧૨ ટૂ-વ્હીલર અને ચોરાયેલી અન્ય માલમતા હસ્તગત કરી હતી.

પનવેલ પોલીસે ટૂ-વ્હીલરની ચોરીના કેસમાં ૨૫ વર્ષના સુશીલ સુનીલ મ્હસ્કે અને સંતોષ રાજકુમાર કાંબળેની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી વિવિધ કંપનીનાં ૭ ટૂ-વ્હીલર હસ્તગત કર્યાં હતાં. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ પનવેલ, સાનપાડા અને ખારઘરમાંથી ટૂ-વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પનવેલના ક્રાઇમ બ્રાંચના અધિકારી સુનીલ તારમળે અને તેમની ટીમે ટૂ-વ્હીલરની ચોરીનો કેસ ઉકેલ્યો હતો.



નવી મુંબઈમાં સ્કૂટરની ડિકીમાંથી ચોરીના અન્ય એક કેસમાં પનવેલ પોલીસે વિકાસ મોહન ધોત્રેની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઈશાન ખરોટે અને તેમની ટીમે કુખ્યાત ચોર વિકાસની ધરપકડ કરીને ચોરીના ૩ કેસ ઉકેલી નાખ્યા હતા. જૉઇન્ટ પોલીસ કમિશનર રવીન્દ્ર ગિડ્ડે અને સિનિયર અધિકારી અજયકુમાર લાંડગેના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ કામગીરી બજાવી હતી.


લોકોને પોલીસની અપીલ

ટૂ-વ્હીલરની ચોરીના કેસ વધતા જતા હોવાથી નાગરિકોએ પોતાનાં વાહનોને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવાં. વાહનની ચોરી થતી અટકાવવા હૅન્ડલ લૉક, સાયરન, જીપીએસ સિસ્ટમ મશીન બેસાડવા માટેની અપીલ નવી મુંબઈ પોલીસે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 12:03 PM IST | Navi Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK