Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઈરસની સૌથી કારગર દવા ડેક્સામિથેસોનની અછત સર્જાશે

કોરોના વાઈરસની સૌથી કારગર દવા ડેક્સામિથેસોનની અછત સર્જાશે

24 June, 2020 02:32 PM IST | New Delhi
Agencies

કોરોના વાઈરસની સૌથી કારગર દવા ડેક્સામિથેસોનની અછત સર્જાશે

ડેક્સામિથેસોન દવા

ડેક્સામિથેસોન દવા


કોરોના વાઈરસની સારવાર માટે સૌથી મોટી આશા બનીને સામે આવેલી દવા ડેક્સામિથેસોનની દુનિયાભરમાં એટલી વધારે માગ થઈ ગઈ છે કે નજીકના ભવિષ્યમાં તેની અછત પડી શકે છે. દુનિયાભરના એક્સપર્ટ એ વાતની આશંકા વર્તાવી રહ્યા છે.

સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શુ આ દવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે કેમ કે આ દવા ઘણી સસ્તી છે. જેથી આની બજારમાં અછત સર્જાય તેવી આશંકા વધારે છે.



મિનિસોટા યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટીકલ રિસર્ચ ઈન મેનેજમેન્ટ એન્ડ ઈકોનૉમિક્સ ઇન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ સ્ટીફન શૉન્ડેલમેયરે કહ્યુ કે હોઈ શકે છે કે કેટલાક દેશ આ દવાને પર્યાપ્ત માત્રામાં બનાવે છે પરંતુ આનો અર્થ એ નથી કે આની અછત થશે નહીં.


સ્ટીફને કહ્યુ કે આ દવા સામાન્ય રીતે ઉપલબ્ધ છે. અમે અત્યારે જ કેટલીક જગ્યાએથી રિપોર્ટ આવ્યા છે કે ડેક્સામિથેસોન જેવી કેટલીક અન્ય કોરોના વિરોધી દવાઓની અછત છે. લોકો આને પોતાની પાસે જમા કરી રહ્યા છે જેથી ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરી શકે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં રેગ્યુલેશન ઑફ મેડિસીનના પ્રમુખ એમર કુકે પણ અંદેશો વર્તાવ્યો છે કે અમે દુનિયાભરમાંથી આ સમાચાર આવી રહ્યા છે કે લોકો આ દવાનો સંગ્રહ કરવાની શરૂઆત કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2020 02:32 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK