Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હૉન્ગકૉન્ગમાં લોકતંત્રના સમર્થકોની જીતથી ચીન નારાજ, પ્રજામાં અનેરો આનંદ

હૉન્ગકૉન્ગમાં લોકતંત્રના સમર્થકોની જીતથી ચીન નારાજ, પ્રજામાં અનેરો આનંદ

27 November, 2019 01:13 PM IST | Hong Kong

હૉન્ગકૉન્ગમાં લોકતંત્રના સમર્થકોની જીતથી ચીન નારાજ, પ્રજામાં અનેરો આનંદ

હૉન્ગકૉન્ગમાં લોકતંત્રના સમર્થકોની જીતથી ચીન નારાજ, પ્રજામાં અનેરો આનંદ


(જી.એન.એસ.) હૉન્ગકૉન્ગમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ અહીંના લોકોમાં ઉત્સવનું વાતાવરણ છે. તો બીજી તરફ આ પરિણામોથી ચીન નારાજ છે. ચીનના મીડિયાનું કહેવું છે કે લોકતંત્ર સમર્થકોને જીત એટલા માટે મળી કારણ કે લોકોમાં તેમનો ડર હતો. ચીનની સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે આ મતદાન તોફાનીઓની ભેટ ચડી ગયું છે. લોકશાહી તરફી ઉમેદવારોએ આ ચૂંટણીઓમાં ધરખમ વિજય મેળવ્યો હતો અને આ પરિણામો બીજિંગ તરફી શાસન માટે એકદમ આઘાતજનક સાબિત થયો છે.

હૉન્ગકૉન્ગમાં સોમવારે જાહેર થયેલાં જિલ્લા પરિષદની ચૂંટણીનાં પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોને લોકોનો જબરદસ્ત ટેકો મળ્યો. ૪૫૨માંથી ૩૯૦ સીટ પર જીત મળી. આ કુલ સીટોનું લગભગ ૮૬ ટકા છે. વોટિંગમાં પણ હૉન્ગકૉન્ગના લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો હતો. ૨૦૧૫ના ૧૪.૭ લાખ વોટર્સની સરખામણીએ આ વર્ષે ૨૯.૪ લાખ લોકો વોટિંગમાં સામેલ થયા હતા. વોટિંગનો આંકડો ૨૦૧૫ના ૪૭ ટકાની સરખામણીએ ૭૧ ટકા પહોંચ્યો હતો.

આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

ચીનના મીડિયાએ આ પરિણામોને અસર વિનાના દર્શાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. સરકારી મીડિયા ગ્રુપ સીસીટીવી અને પીપલ્સ ડેલી છાપાએ લખ્યું કે સામાજિક અસ્થિરતા અને પ્રદર્શનોના કારણે મતદાનની પ્રક્રિયા ભારે પ્રભાવિત થઈ હતી. ચાઇના ડેલીના સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે મતદાનમાં ગંદી ચાલો ચાલવામાં આવી, લોકોમાં ડર ફેલાવવામાં આવ્યો. તેના કારણે બેજિંગ સમર્થક ઉમેદવારોની પહોંચ ઘટી. વિદેશી તાકાતોએ પણ સરકારવિરોધી અભિયાનોને બળ આપવામાં મોટી ભૂમિકા નિભાવી. એનાથી ચીન સમર્થિત ઉમેદવારીની જીતના મોકા બરબાદ થયા.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 01:13 PM IST | Hong Kong

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK