બીએમસીનારોજના ૩.૪૪ કરોડ રૂપિયા ખાડામાં

Updated: Feb 10, 2020, 10:48 IST | Prajakta Kasale | Mumbai Desk

છેલ્લાં ૬ વર્ષમાં શહેરના રોડ-રસ્તા પાછળ અધધધ ૭૨૧૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નખાયો : હવે ૨૦૨૦-’૨૧માં રોજ ૪.૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે

જી હાં, આ વાત જાણીને આશ્ચર્ય થાય એમાં કોઈ નવાઈ નથી કે મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લાં ૬ વર્ષમાં શહેરના રોડ-રસ્તા પાછળ અધધધ ૭૨૧૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. એટલે કે એક દિવસમાં ૩.૪૪ કરોડ રૂપિયા. અને હા, આ ખર્ચમાં બીએમસીના રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સ અને સ્ટાફના પગારની ગણતરી કરવામાં આવી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને બ્રિજ બનાવવાનો ખર્ચ પણ અલગથી થઈ રહ્યો છે. માત્ર રોડના સમારકામના નામે જ ૩.૪૪ કરોડ રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ મુંબઈના રસ્તાઓ પરથી ખાડા દૂર થયા નથી. હવે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં બીએમસીની રોજના ૪.૪ કરોડ રૂપિયા ખાડાઓની મરામત માટે ખર્ચવાની યોજના છે.

બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)ના દર વર્ષના બજેટમાં ચોથા ભાગની રકમ માત્ર રોડ-રસ્તાના રિપેરકામ માટે ફાળવવામાં આવે છે.
રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યા અનુસાર આટલો ખર્ચ કર્યા પછી પણ વરસાદ બાદ શહેરના રોડ પર ખાડાની સમસ્યા વધતી રહે છે. જો કૉન્ટ્રૅક્ટરો દ્વારા ડીએલપી (ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડ)નાં ધારાધોરણોનું પાલન કરવામાં આવે તો ખાડાનું પ્રમાણ ઘટશે.
ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ જણાવ્યું કે બીએમસી દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી અમુક જ કૉન્ટ્રૅક્ટરને કૉન્ટ્રૅક્ટ અપાઈ રહ્યો છે. જ્યારે કામ ચાલુ હોય ત્યારે સુપરવિઝન નથી થતું અને નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ પણ થતો નથી. આ તમામ કારણસર શહેરના રસ્તાની દુર્દશા થાય છે.

છેલ્લાં પાંચ વર્ષમાં કરવામાં આવેલો ખર્ચ વર્ષ કિંમત (કરોડ રૂપિયામાં)
૨૦૧૪-’૧૫ ૧૯૮૮
૨૦૧૫-’૧૬ ૧૬૪૯
૨૦૧૬-’૧૭ ૪૫૮
૨૦૧૭-’૧૮ ૧૦૯૨
૨૦૧૮-’૧૯ ૧૨૫૯
૨૦૧૯-’૨૦ (ડિસેમ્બર ૨૦૧૯ સુધી) ૭૭૩
કુલ ખર્ચ ૭૨૧૯

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK