ભૂત ભગાડવા મુસ્લિમ માતાએ પુત્રીને છરીના ૪૦ ઘા ઝીંકી દીધા

Published: 7th October, 2011 20:16 IST

લંડનમાં તાજેતરમાં એક મુસ્લિમ મહિલાએ અત્યંત આશ્ચર્યજનક અને ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. તે દૃઢપણે માનતી હતી કે તેની ચાર વર્ષની પુત્રીના શરીરમાં જીન (એક પ્રકારનું ભૂત) પ્રવેશી ગયું છે. આ ભૂતને ભગાડવા તેણે તેની પુત્રીને છરીના ૪૦ ઘા ઝીંકી દઈ તેનો બલિ ચડાવી દીધો હતો.



૩૬ વર્ષની શાયમા અલી છેલ્લા ઘણા સમયથી એમ માની રહી હતી કે તેની પુત્રીને ભૂત વળગી ગયું છે. એક દિવસ તેને અચાનક વિચાર આવ્યો કે જો તેણે ભૂતથી છુટકારો મેળવવો હોય તો પોતાની પુત્રીનો બલિ ચડાવી દેવો પડશે. તેની પુત્રી એક દિવસ બીમાર હોવાથી સ્કૂલે નહોતી ગઈ. એ તકનો લાભ લઈ તેણે પુત્રીનું ગળું દબાવી દઈ હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેના શરીર પર છરીના ચાલીસ ઘા ઝીંકી દઈને તેનાં અંગો બહાર કાઢી નાખ્યાં હતાં. એ દરમ્યાન તેણે મ્યુઝિક પ્લેયર પર કુરાનની આયાતો વગાડી હતી.

પોલીસે તેની ધરપકડ કર્યા બાદ સાઇકોલૉજિસ્ટ પાસે તપાસ કરાવતાં માલૂમ પડ્યું હતું કે તે માનસિક રીતે અત્યંત અસ્વસ્થ હતી. તેને કાલ્પનિક અવાજો સંભળાઈ રહ્યા હતા અને એનાથી દોરવાઈને જ તે આ બધું કરી રહી હતી. તેણે પોતે કહ્યું હતું કે મને અવાજ સંભળાયો હતો કે જો તું અલ્લાહને પ્રેમ કરતી હોય તો તારે તારી પુત્રીનો બલિ ચડાવવો જોઈએ.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK