Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, આ છોકરીએ બિલાડીઓને રાખવા એક લાખ રૂપિયાનો અપાર્ટમેન્ટ ભાડે લીધો

બોલો, આ છોકરીએ બિલાડીઓને રાખવા એક લાખ રૂપિયાનો અપાર્ટમેન્ટ ભાડે લીધો

12 February, 2019 10:26 AM IST |

બોલો, આ છોકરીએ બિલાડીઓને રાખવા એક લાખ રૂપિયાનો અપાર્ટમેન્ટ ભાડે લીધો

બિલાડીઓને રાખવા ભાડે લીધો ફ્લેટ

બિલાડીઓને રાખવા ભાડે લીધો ફ્લેટ


અમેરિકાના સિલિકૉન વૅલીમાં રહેતી વિક્ટોરિયા નામની ટીનેજરનું પોતાનું ઘર હતું એમ છતાં તેણે એ જ વિસ્તારમાં ૪૨૫ સ્ક્વેર ફુટનો બીજો અપાર્ટમેન્ટ ભાડેથી રાખ્યો હતો. આ ઘરમાં તેની પાળેલી બિલાડીઓ રહેતી હતી. જ્યારે ઘર ભાડેથી આપવાનો કરાર થયો ત્યારે એના માલિક ડેવિડને હતું કે ટીનેજર છોકરી ઘર ભાડે લે છે તો કદાચ તે દારૂ-સિગારેટ અને ડાન્સ-પાર્ટી કરીને તંગ કરી દેશે એટલે તેણે પહેલેથી જ બોલી કરી રાખેલી કે તેના ઘરમાં આ બધું નહીં ચાલે.

cats in flat



વિક્ટોરિયાને એમાં કોઈ વાંધો નહોતો. ઘરનું ભાડું નક્કી થયું ૧૫૦૦ ડૉલર પ્રતિ મહિનો. મતલબ કે એક લાખ રૂપિયાથી વધુ. જોકે મકાનમાલિકને જ્યારે ખબર પડી કે તેનું ઘર કોઈ છોકરી કે માણસો રહેવા માટે નથી લેવાયું, પણ એમાં તો ટીના લુઇસ નામની બે બિલાડીઓ જ રહેવાની છે.


આ પણ વાંચોઃ ચોર પાસે સાચુ બોલાવવા પોલીસે તેના ગળામાં છ ફુટનો સાપ ભરાવી દીધો

એ સાંભળીને તેને બહુ જ નવાઈ લાગી. કોઈ બિલાડી પાળે અને પછી એને બીજા ઘરમાં રાખે એવું કેવી રીતે બને? જ્યારે ડેવિડે વિક્ટોરિયાના પિતા ટ્રૉય ગુડ્સને આ વિશે પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે હકીકતમાં વિક્ટોરિયા આ બિલાડીઓને પોતાની સાથે જ રાખવા માગતી હતી, પણ ઘરમાં ઑલરેડી બે ડૉગીઝ હતા. નવાં પ્રાણીઓના આવવાથી પેલા બે શ્વાનોને ન ગમ્યું એટલે એમની વચ્ચે વારંવાર મગજમારીઓ થવા લાગી. પાળેલાં પ્રાણીઓ વચ્ચે કોઈ ખટપટ ન થાય એ માટે થઈને તેમની લાડકી દીકરીએ બીજું ઘર ખરીદ્યું હતું અને દિવસમાં અમુક કલાકો તેની સાથે રમવા માટે એ આવતી હતી. આવું સાંભળીએ ત્યારે સાચે જ બોલવાનું મન થાય ને કે બડે લોગ બડી બાતેં!


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 10:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK