Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્માર્ટફોનથી આંખો શુષ્ક બની જાય છે, સર્વેમાં આવ્યો ચોકાવનારો ખુલાશો

સ્માર્ટફોનથી આંખો શુષ્ક બની જાય છે, સર્વેમાં આવ્યો ચોકાવનારો ખુલાશો

23 September, 2019 09:10 PM IST | Mumbai

સ્માર્ટફોનથી આંખો શુષ્ક બની જાય છે, સર્વેમાં આવ્યો ચોકાવનારો ખુલાશો

સ્માર્ટફોનથી આંખો શુષ્ક બની જાય છે, સર્વેમાં આવ્યો ચોકાવનારો ખુલાશો


Mumbai : ડેસ્કટોપ સ્ક્રીન, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન વગેરે પર થોડા કલાકો પસાર કર્યા બાદ આંખોમાં થતી સમસ્યાને ડિજિટલ આઇ સ્ટ્રેન કહેવામાં આવે છે. સરેરાશ 10માંથી 9 પુખ્ત વયના લોકો એવા હોય છે જેઓ દરરોજ 2 કલાકથી વધુ સમય ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરે છે. 10માંથી 1 વ્યક્તિ એવી હોય છે જે દિવસનો ઓછામાં ઓછો ત્રણ-ચતુર્થાંશ ભાગ ડિજિટલ ડિવાઇસ સાથે વિતાવે છે. તેનાથી ડિજિટલ આઈ સ્ટ્રેનનાં લક્ષણો જેવા કે, આંખોમાં શુષ્કતા, ખંજવાળ, અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખનો થાક, ગળા અને કમરનો દુખાવો અને માથાનો દુખાવા જેવી તકલીફો થવા લાગે છે. ડિજિટલ સ્ટ્રેનથી બચવા માટે નીચે આપેલી કેટલીક ટીપ્સ ફોલો કરવાથી આંખને રાહત આપી શકાશે.


આ ઉપાયો અજમાવો

1) આંખો પટપટાવવી: આંખો પરનું દબાણ ઓછું કરવા માટે થોડા-થોડા સમયે તેને પટપટાવો.

2) કમ્પ્યુટરથી બ્રેક:
 જો તમે કમ્પ્યુટર પર સતત કામ કરતાં હો તો વચ્ચે-વચ્ચે વિરામ લો. લંચ કરતી વખતે મોબાઇલ સ્ક્રીન બંધ કરી દો.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

3) રૂમમાં લાઇટ્સ: તમારી આંખો પાસે નાનો ટેબલ લેમ્પ રાખો. તેનાથી મોનિટરનો પ્રકાશ ઘટી જાય છે. તીવ્ર પ્રકાશ ફેલાવતા સ્રોતનો ઉપયોગ કરવાનું ઘટાડી દો અને મોનિટર પર ફિલ્ટર્સનો ઉપયોગ કરો.

4) 20/20/20નો નિયમ: ડિવાઇસથી થોડો બ્રેક લઇને દર 20 મિનિટ પર 20 ફૂટના અંતરે મૂકેલી વસ્તુને 20 સેકંડ માટે જોઈ આંખોને આરામ આપો.

5) સુરક્ષા આપનારા ચશ્મા પહેરો: આ ડિવાઇસના રેઝથી બ્લુ પ્રકાશ બચાવી શકે છે. તેથી આવા પ્રકારના રેઝ આટકાવતા ચશ્મા પહેરી આંખોને સુરક્ષિત રાખી શકાય.

6) આઈ માસ્કનો ઉપયોગ: એક રૂમાલને ઠંડાં પાણીમાં પલાળો અને તેને આંખો પર 2થી 7 મિનિટ સુધી રાખો. આંખો પર પણ બરફ અને ટી બેગ્સ પણ રાખી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 09:10 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK