Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

26 April, 2019 05:53 PM IST | મુંબઈ

Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું


એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના કેરેકટર્સને ટ્રિબ્યુટ આપવા માટે ગૂગલે માર્વેલ સાથે હાથ મિલાવ્યા છે. જો તમે ગૂગલ સર્ચમાં થેનોસ ટાઈપ કરશો અને બાદમાં જમણી બાજુ દેખાતા Infinity Stone Studdet Gauntlet પર ક્લિક કરશો, તો તમારી સ્ક્રીન પર કંઈ કેવું દેખાશે કે તમે ચોંકી ઉઠશો. આ બટન પર ક્લિક કર્યા બાદ તમારા સર્ચ રિઝલ્ટ ગાયબ થવા લાગશે. બાદમાં તમારું પેજ એની જાતે જ ઉપરનીચે મૂવ થવા લાગશે. ધીરે ધીરે આખું પેજ બ્લેન્ક થઈ જશે. અને સર્ચ રિઝલ્ટ પણ ઘટવા લાગશે. આ ડિસ્ટ્રક્શન રોકવા માટે તમારે ફરી Infinity Stone studded gauntlet પર ક્લિક કરવું પડશે.

ફરીવાર ક્લિક કર્યા બાદ તમને નીચે સર્ચ બોક્સમાં બનેલા અબાઉટમાં જોશો તો બધું જ લીલા રંગનું દેખાશે. અને જેટલા સર્ચ રિઝલ્ટ ગાયબ થયા હશે તે પાછા આવી જશે. એવેન્જર્સ એન્ડ ગેમના કેરેક્ટર થેનોસ આ ટાઈમ સ્ટોનનો ઉપયોગ કરીને સર્ચ રિઝલ્ટને રિ સ્ટોર કરવા લાગે છે. ગૂગલનું આ નવું ઈસ્ટર એગ ગણતરીના બ્રાઉઝર પર જ કામ કરે છે. જેમાં ગૂગલ ક્રોમ સામેલ છે.




 

આવું પહેલીવાર નથી થયું જ્યારે ગૂગલે સર્ચમાં આ પ્રકારની ટેક્નિક વાપરી હોય. જો તમે ગૂગલ સર્ચમાં ગૂગલ ગ્રેવિટી ટાઈપ કરશો તો તો તમને એક જુદો જ નજારો જોવા મળશે. Barrel Roll, The Atari breakout game, Google Sphere, Flip a coin જેવા કેટલાક શબ્દ ગૂગલમાં ટાઈપ કરશો તો આવા અજૂબા જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2019 05:53 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK