ગુજરાતનો આ સૌથી રમણીય દરિયો, ગોવા-દમણને પણ ભૂલી જશો

Updated: May 08, 2019, 15:06 IST | સુરત

ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો દુનિયા આખી જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે સુંદર હિલ સ્ટેશન અથવા તો બીચ પર ઉપડી જઈએ છીએ. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે ગોવા બની શકે તેવા અદ્ભુત સુંદર દરિયા કિનારા આવ્યા છે. આ બધામાં નારગોલ એક અલગ ઓળખાય સાથે મોખરે આવે

નારગોલ બીચ
નારગોલ બીચ

ગુજરાતીઓનો ફરવા પ્રત્યેનો પ્રેમ તો દુનિયા આખી જાણે છે. આપણે જેવું વેકેશન પડે કે સુંદર હિલ સ્ટેશન અથવા તો બીચ પર ઉપડી જઈએ છીએ. જોકે દર વર્ષે એકના એક ડેસ્ટિનેશન પર ફરીને ઘણીવાર કંટાળી જઈએ છીએ. ત્યારે નવા ડેસ્ટિનેશન માટે વિદેશ અથવા કે બીજે કશે પણ જવાની જરૂન નથી. આપણા ગુજરાતમાં જ કેટલાક એવા ડેસ્ટિનેશન છે જ્યાં તમે પહેલા ક્યાર પણ નહીં ગયા હોવ અને એકવાર આ સ્થળની મુલાકાત લેશો તો તે સ્થળના દીવાના બની જશો. આ સ્થળનું નામ છે નારગોલ બીચ. આપણા ગુજરાતને 1600 કિમી લાંબો દરિયો કિનારો મળ્યો છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે ગોવા બની શકે તેવા અદ્ભુત સુંદર દરિયા કિનારા આવ્યા છે. આ બધામાં નારગોલ એક અલગ ઓળખાય સાથે મોખરે આવે છે.

nargol_01

ઉંચા ઝાડ જોઈને જાણે કોઈ ફિલ્મનો સેટ હોય

દૂર દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલા અરબી સમુદ્રની જળરાશિ, બ્રાઉન-લોલ્ડન રેતાળ દરિયા કિનારો અને કિનારે જ આવેલ સરૂના ઝાડનું જંગલ તમને ફિલ્મોના સેટની યાદ અપાવી દે છે. કિનારામાં રેતીમાં ઉગી નીકળેલા આ ઝાડ અને તેની એકદમ બાજુમાં લહેરાતો દરિયો ગજબનો સંગમ કહી શકાય તેમ છે. હકીકતમાં આ વૃક્ષોની હરિયાળી જ અહીંની ખરી રોનક છે. આ નાનકડું વન જ તેને અન્ય બીચથી અલગ પાડે છે અને સહેલાણીઓને પણ આકર્ષે છે. અહીંયા ફરવા આવતા પ્રવાસીઓ આવનરાજીમાં બે ઘી મન મૂકીને ખોવાઈ જાય છે. અહીંની સુંદરતા જાણે મોજાના અવાજ, ગરમીમાં ઠંડક આપતા ઠંડા દરિયાઈ પવનના સુંદર અવાજમાં ભળીને જાણે કે તમારી સાથે વાત કરવા માંગતી હોય તેવો અનુભવ આપશે. તમારો આ અનુભવ નારગોલ બીચને ગુજરાતના જાણીતા અને પોપ્યુલર બીચ વાપીના દીવ-દમણ, તિથલ તેમજ ભારતના બીચ ડેસ્ટિનેશન ગોવા કરતા અલગ પડે છે.

nargol_02

બીચનું સૌંદર્યં રમણીય

આ બધા દરિયા કિનારા કરતા અહીં અવરજવર ઓછી રહે છે અને કદાચ એટલે જ આ બીચની સુંદરતા પણ એટલી વધારે અખંડ રહી છે. દક્ષિણ ગુજરાતનો આ બીચ પ્રવાસઈઓ વચ્ચે ધીરે ધીરે ફૅમસ થઈ રહ્યો છે પરંતુ એડ ફિલ્મો, શોર્ટ ફિલ્મો અને અન્ય ઘણી કર્મશિયલ ફિલ્મો બનાવતો લોકો વચ્ચે આ બીચ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. આ દરિયા કિનારે આવેલા સરૂના ઝાડના જંગલો આ બીચની સુંદરતામાં સોનામાં સુંગધ ફેલાવીને બીચની સુંદરતા વધારે છે.

nargol_03

ગોવા જતા પહેલા આ બીચની મુલાકાત લો

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક આવેલા આ બીચ અદ્ભુત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અન્ય પ્રવાસી સ્થળોની તુલનામાં અહીં સહેલાણીઓનો ઘસારો ખૂબ ઓછો રહે છે. જો કોઈ શાંત કુદરતી સ્થળની મુલાકાત લેવી હોયતો તેના માટે નારગોલ બીચ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. અહીં લોકોની ઓછી અવર-જવરના કારણે આ બીચનો ઘણો ખરો વિસ્તાર વણખેડ્યો લાગે છે અને તેથી જ તેની કુદરતી શોભા પણ આજ દિશ સુધી અકબંધ રહી છે. જોકે શનિવાર-રવિવારે રજાઓમાં અહીં લોકોની થોડી ઘણી અવર-જવર રહે છે. હોલ સમર વેકેશન ચાલી રહ્યું છે તેથી ગરમીથી બચવા લોકો આ બીચની મુલાકાતે લે છે અને ગોવા ફરવાના શોખીન અને ઓછા બજેટમાં તમે આ નારગોલ બીચની મજા માણી શકો છો.

nargol_05

માણો સનસેટની મજા, આખો સૂરજ દરિયામાં સમાતો જોવા મળે છે

નારગોલ બીચની મુલાકાત ઠંડા પાણીમાં ડૂબકી મારવાની સાથે અન્ય એક બાબત માટે પણ લેવા જેવી છે અને તે છે લવલી સનસેટ, નારગોલ બીચનો સનસેટ આજીવન બની રહેશે તેમાં કોઈ બેમત નથી. અહીં વચ્ચે કોઈપણ જાતના અવરોધ નહીં આવવાના કારણે આખે આખા સૂરજને દરિયામાં સમાતો જોઈ શકાય છે. સનસેટ દરમિયાન ધીમે ધીમે સૂર્યના સોનેરી કિરણો ફેલાય છે અને દરિયાના પાણી અને કિનારે ચોપાટીની રેતી આ સોનેરી કિરણોથી ચમકી ઉઠે છે. જાણે દરિયો સૂર્યની આ સ્વર્ણિમ આભાને પોતાના પર ઓઢી લેવા ઉછાળા મારતા હોય તેવું રમણીય દૃશ્ય સર્જાય છે. આ સાથે જ દરિયાના મોજાંનો અવાજ અને પાછળ આવેલ સરૂના જંગલોમાંથી પસાર થાત દરિયાઈ પવનનો અવાજ સંગીતમય વાતાવરણ નિર્માણ કરે છે.

આ પણ વાંચો: ટ્રાવેલ-ગાઇડ: હિમાલય બેલ્ટનો ચળકતો ડાયમંડ નૈનિતાલ

તમે નારગોલ બીચની મુલાકાત દરમિયાન અહીં આસપાસમાં આવેલા બીજા પણ કેટલાક સ્થળો ફરવાનો આનંદ ઉઠાવી શકો છો. જેમાં સામેલ છે નારગોલના માછીમારોમાં શ્રદ્ધાના કેન્દ્ર સમું રાઘેશ્યામ મંદિર, ચંદ્રિકા માતા મંદિર જેવા હિન્દુ દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. તેમજ રાધેશ્યામ મંદિરની નજીકમાં જ સમુદ્ર નારાયણ દેવનું પણ મંદિર આવેલું છે. અહીં પારસી સમાજમાં ખૂબ જ ફૅમસ અગિયારી આવેલ છે. જેને આપણે ફાયર ટેમ્પલ પણ કહીએ છીએ.

nargol_06

પ્રિ-વેડિંગ સૂટ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન

ઠાડા દરિયાઈ પવનની લહેરખીઓ અને સાથે અહીં દરિયા કિનારે ઉગી નીકળેલા લાંબા સીધા પાતળા સરૂના ઝાડનું નાનકડું વન અહીં પ્રિવેડિંગ સૂટ માટે પરફેક્ટ લોકેશન બનાવે છે. એક તરફ દરિયો અને તેને અડીને આવેલા આ હરિયાળી અનોખી રોનક બનાવે છે. આ નાનકડું વન જ તેને અન્ય બીચથી અલગ પાડે છે. પોતાના જીવનના અમુલ્ય અવસરને જીવનભરનું સંભારણું બનાવવા લગ્નગ્રંથીથી જોડનારા યુગલોમાં પ્રિ-વેડિંગ સૂટનો ક્રેઝ વધારે છે ત્યારે નારગોલ બીચની સુંદરતા છેટ સૂરત સહિતના વિસ્તારોમાંથી આવા કપલ્સને અહીં ખેંચી લાવે છે.

nargol_04

કેવી રીતે જશો નારગોલ બીચ

નારગોલ બીચનું સુરતથી અંતર લગભગ 150 કિલોમીટર આસપાસ થાય છે. બીચની સૌથી નજીકનું ગામ વલસાડનું ઉમરગામ છે જે આશરે 10 કિલોમીટર, સુરતથી પ્રાઈવેટ વાહન દ્વારા બાય રોડ 3 કલાકના ડ્રાઈવિંગ કરીને નારગોલ બીચ પહોંચી શકાય છે. આ સિવાય તમે ST બસ અને રેલવેનો પણ ઉપયોગ કરી શકો છો. નજીકનું રેલવે સ્ટેશન સંજાણ છે. સંજાણથી રોડ માર્ગે અડધો કલાકમાં નારગોલ બીચ પહોંચી શકાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK