એવા ગુજરાતી ગીતો જે તમને વરસાદમાં ગણગણવા ગમશે, નાંખો એક નજર

Published: Jun 24, 2019, 22:53 IST | મુંબઈ

ગીતો સાંભળવા ગમે તેના લિસ્ટમાં ઉમેરી શકાય તેવા કેટલાક ગુજરાતી ગીતો પર નાંખો એક નજર.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે વરસાદનો મોસમ હોય હાથમાં ચાનો કપ હોય અને પાછળ સરસ ધીમું ધીમું સંગીત વાગતું હોય. આવા દ્રશ્યની કલ્પના તમે કરતાં હોવ તો તમને તમારી કલ્પનામાં ગીતો સાંભળવા ગમે તેના લિસ્ટમાં ઉમેરી શકાય તેવા કેટલાક ગુજરાતી ગીતો પર નાંખો એક નજર.

અઢી અક્ષરનું ચોમાસું…
આ ગીત ભગવતી કુમાર શર્માની રચના છે. અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!...આ રચના સાંભળીને એવું લાગે જાણે કોઈ પોતાના પ્રિયજનને યાદ કરી રહ્યું છે.

વા વાયા ને વાદળ ઊમટ્યા..
આ રચનાના રચયિતા નરસિંહ મહેતા છે અને ઇશ્વરને આજીજી કરતાં આ ગીતની રચના કરી છે.

સાવ અચાનક મુશળધાર..
આ રચના તુષાર શુક્લની છે. તુષાર શુક્લાએ આ ગીત દ્વારા એકાએક મુશળધાર વરસાદ થાય તે વિશે આ ગીતની રચના કરી છે.

વાદલડી વરસી રે...
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યા. આ ગીત સાંભળતાની સાથે જ જાણે હૈયું થનગની ઉઠે છે. આ ગીત ગરબા રૂપે ગવાતું અને જાણીતું હોવાથી ગુજરાતી ગરબાપ્રેમી પ્રજાને તરત જ ગરબા રમવાનું મન થઇ જાય તેવું જોવા મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK