વાઇબ્રેટરમાં વાઇબ્રેશનની ફ્રીક્વન્સી વ્યક્તિ એન્જૉય કરી શકે એટલી હદની જ રાખવામાં આવે એ જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
લગ્નને દસ વર્ષ થયાં છે. બે સંતાન છે. હમણાં ફર્સ્ટ દાયકો પૂરો થયા પછી અમે સેકન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યાં. અંગત જીવનમાં બીબાઢાળ પ્રવૃત્તિથી કંટાળો ન આવે એ માટે અમે કંઈક ને કંઈક ક્રીએટિવ કરતાં રહીએ છીએ. થોડા સમય પહેલાં અમે ફ્લેવર્ડ કૉન્ડોમ્સ અને વાઇબ્રેટરનો અખતરો કરેલો. સુગંધી કૉન્ડોમની બહારની સપાટી ખરબચડી હોવાથી સેક્સ પછી મને થોડી લાલાશ આવી ગઈ. જોકે ઠંડું પાણી રેડવાથી થોડા કલાકમાં પાછું સારું થઈ ગયું. મારે એ જાણવું છે કે આવાં ફ્લેવરવાળાં કૉન્ડોમ વાપરવાં હિતાવહ છે ખરાં? એનાથી કોઈ નુકસાન તો ન થાયને? બીજું, મને વાઇબ્રેટરથી શરૂઆતમાં ગમે છે અને થોડી વાર પછી કોઈ અસર નથી થતી. આવું કેમ?
વર્સોવા
કૉન્ડોમમાં હવે અઢળક વૈવિધ્ય મળવા માંડ્યું છે. જાતજાતની ફ્લેવર અને ટેક્સ્ચર એમાં મળે છે. વજાઇનામાં ઘર્ષણ ફીલ થાય તો વધુ ઉત્તેજના અનુભવાય એ માટે કેટલાંક કૉન્ડોમની બહારની સપાટી ખરબચડી હોય છે. જોકે કેટલાકને એનાથી લાલાશ આવી જાય એવું બની શકે. એનું કારણ માત્ર ખરબચડું ટેક્સ્ચર જ નહીં, પરંતુ વજાઇનામાં યોગ્ય લુબ્રિકેશન ન હોય ત્યારે લાંબો સમય ઘર્ષણ થયું હોય એ હોઈ શકે છે. સારી ક્વૉલિટીનાં અને લેટેક્સનાં કૉન્ડોમ વાપરવાથી આવી તકલીફ નથી થતી. જોકે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ પ્રકારનાં કૉન્ડોમ ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જરૂરી છે કે એ સારી બ્રૅન્ડનાં અને સારી ક્વૉલિટીનાં હોય તથા એમાં લેટેક્સ વપરાયેલું હોય. હલકી ગુણવત્તાના લેટેક્સથી ખંજવાળ, લાલાશ અને બળતરા થઈ શકે છે.
કૉન્ડોમમાં સ્ટ્રૉબેરી, પાઇનૅપલ, ચૉકલેટ, બનાના જેવી ફ્રૂટ્સની ફ્લેવરમાં વપરાતાં કેમિકલ્સની ઍલર્જી હોય તો પણ પ્રૉબ્લેમ થઈ શકે છે એટલે એ પહેલાં ચેક કરી લેવું જરૂરી છે. થોડી જ વારમાં લાલાશ જતી રહી છે જે બતાવે છે કે ઍલર્જી હોવાની શક્યતા ઘણી ઓછી છે.
ADVERTISEMENT
વાઇબ્રેટરમાં વાઇબ્રેશનની ફ્રીક્વન્સી વ્યક્તિ એન્જૉય કરી શકે એટલી હદની જ રાખવામાં આવે એ જરૂરી છે. નહીંતર વધુપડતું વાઇબ્રેશન એ ભાગને સંવેદનારહિત પણ બનાવી શકે છે. માટે કેટલી ઇન્ટેન્સિટી ગમે છે એ જાણવું જરૂરી છે. વધુ પડતી ઇન્ટેન્સિટી વાપરવાથી બહુ ઝડપથી અસર ઓછી થઈ શકે છે.


