Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > શક્તિવર્ધક તેલ અને જપાની તેલની અસર નથી થતી, શું કરવું?

શક્તિવર્ધક તેલ અને જપાની તેલની અસર નથી થતી, શું કરવું?

31 August, 2022 06:34 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

દેશી વાયેગ્રાના કેટલાક નિયમો છે. એ ભૂખ્યા પેટે લેવાની હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ઉંમર ૬૩ વર્ષ છે અને છેલ્લાં થોડાં વર્ષોથી શરીરમાં કમજોરી છે. સમાગમમાં રાચવાની ખૂબ જ ઇચ્છા થાય છે, પણ જોઈએ એટલી ઉત્તેજના ન આવતી હોવાથી યોનિપ્રવેશ શક્ય નથી બનતો. શક્તિવર્ધક તેલોની માલિશ બે મહિના કરી જોઈ, પણ કોઈ અસર નથી. મોંઘુંદાટ જપાની તેલ પણ મગાવીને વાપર્યું, પણ એનીયે કોઈ અસર થઈ નહીં. મને શુગર વધારે રહે છે, પણ બ્લડ-પ્રેશરની હજી તકલીફ નથી. શું આવા સંજોગોમાં દેશી વાયેગ્રા લઈ શકાય? મારા ફ્રેન્ડે રોજ સવારે ઊઠીને લેવાની એક દેશી ગોળી આપેલી, પણ એની ખાસ અસર નહોતી થઈ. પાછળની લાઇફમાં આનંદને પૂર્ણપણે માણી શકું એ માટે શું કરવું? મુલુંડ

સૌથી પહેલાં તમે મનમાંથી નકારાત્મક ભાવ દૂર કરી દો. કુદરતે શરીરના કોઈ આવેગની ચોક્કસ ઉંમર લખી નથી. તમને સમાગમની ઇચ્છા થાય છે એ બતાવે છે કે પુરુષની કામપ્રક્રિયાનું પહેલું પગલું તો તમે પાર કરી ચૂક્યા છો. હવે સવાલ છે ઇન્દ્રિયમાં ઉત્તેજના લાવવાનો અને સફળતાપૂર્વક યોનિપ્રવેશનો. આ સમસ્યા માટે દેશી વાયેગ્રા લઈ શકાય, પણ એ પ્રિસ્ક્રિપ્શન ડ્રગ હોવાથી ફૅમિલી ડૉક્ટરને બતાવીને લેવી જોઈએ. તમારા ફ્રેન્ડે જે દેશી ગોળી આપી છે એ વાયેગ્રા તો નહીં જ હોય એવું લાગે છે, કેમ કે વાયેગ્રા રોજેરોજ નહીં જ્યારે સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં જ લેવાની હોય છે. દેશી અને હર્બલના નામે ચાલતાં આંધળૂકિયાં કરવામાં ચેતતા રહેવું સારું.



દેશી વાયેગ્રાના કેટલાક નિયમો છે. એ ભૂખ્યા પેટે લેવાની હોય છે, પણ તમે શુગરની વ્યાધિ ધરાવો છો એટલે બહેતર છે કે બીજી કોઈ ચર્ચામાં પડ્યા વિના તમે તમારા ફૅમિલી ડૉક્ટરને મળીને તેમની ઍડ્વાઇઝ મુજબ આગળ વધો અને એ મેડિસિન લીધા પછી પણ મનમાંથી ઉદ્વેગ દૂર કરી દો. સેક્સ માટે હંમેશાં કહેવાયું છે કે એની ઇચ્છા થવી જ સૌથી મહત્ત્વની વાત છે. તમને ઇચ્છા થઈ રહી છે એ તમારી જીત છે. હવે તમારે એ જીતને માત્ર નિર્ણાયક સ્ટેજ પર લઈ જવાની છે. આ દરમ્યાન તમે મૅસ્ટરબેશન કે ઓરલ સેક્સ દ્વારા આનંદ લઈ કે આપી શકો છો. એ આનંદ પણ સંપૂર્ણ સેક્સડ્રાઇવની તોલે આવીને ઊભો રહે એવો જ હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2022 06:34 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK