દુનિયાના ૯૦ ટકા પુરુષો વાઇફ સિવાયની સ્ત્રીની સુંદરતાને દૂરથી માણતા હોય જ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મારાં મૅરેજને સાત વર્ષ થયાં છે. પર્સનલ લાઇફ સારી છે, પણ મને હસબન્ડથી ફરિયાદ છે. લગ્ન પછી પણ તેને બીજી સરસ દેખાતી અને ભરાવદાર શરીરવાળી બ્યુટિફુલ છોકરીઓમાં રસ વધુ પડે છે. પર્સનલી તેને મારા કરતાં વધારે સેક્સની ઇચ્છા થતી હોય છે. તેની ઇચ્છાને માન આપીને જ મને મન હોય કે ન હોય, પણ તેને મન છે એ જોઈને હું તેને પૂરતો સાથ આપું છું અને એમ છતાં મેં જોયું છે કે તેનું બીજી છોકરીઓ તરફ મન વાંરવાર વળી જાય છે. અફકોર્સ, એ વિડિયો કે ફોટો જોઈને તે લાળ પાડે છે. તે મોબાઇલમાં નેકેડ મૉડલ પણ ચોરીછૂપીથી જોતા હોય છે. તે આ રીતે બીજી સ્ત્રી પ્રત્યે આવું વલણ દાખવે છે એ મને પર્સનલી પણ હર્ટ કરે છે. મારે તેને રોકવા માટે શું કરવું જોઈએ? વિલે પાર્લે
કદાચ તમને થોડું વિચિત્ર લાગી શકે અને તમારા હસબન્ડનો પક્ષ લેવાતો હોય એવું પણ લાગી શકે, પણ મોટા ભાગના પુરુષોના માનસની આ ટેન્ડન્સી છે. ઑપોઝિટ અટ્રૅક્શન ક્યારેય બૅચલર લાઇફમાં જ થાય એવું નથી હોતું. એ તો જીવનના દરેક તબક્કે હોઈ શકે છે. જોકે તમારી આખી કબૂલાતમાં જો સૌથી સારી વાત કોઈ હોય તો એ કે તમારા હસબન્ડ માત્ર એવી સ્ત્રીઓના ફોટોગ્રાફ જોઈને આનંદ માણી લે છે, ભાન નથી ભૂલતા. બીજી એક ખાસ વાત કહું. જો તેમના મનમાં પાપ હોત તો તે પોતાનો મોબાઇલ છુપાવીને ફરતા હોત, પણ એવું પણ નથી જે તમારી વાતો પરથી ખબર પડે છે. એક વાત યાદ રાખજો કે માણસ કશું છુપાવે નહીં એનાથી ઉત્તમ કશું નથી. આવું ન જોવાય એવું કહીને તમે છણકા કરવાનું શરૂ કરશો તો તે તમારી સામે એ બધું બંધ કરીને મોબાઇલના ચોરખાનામાં સ્ટોર કરશે, પણ ચોરીછૂપીથી મજા લેવાનું નહીં છોડે.
આ પણ વાંચો : સેક્સ-ડ્રાઇવ લાંબી કરવા માટે ડ્રિન્ક્સ પછી વાયેગ્રા લઈ શકાય?
બીજી સ્ત્રીનાં વખાણથી તમને ઈર્ષા થાય કે પછી તમારી લાગણીઓ હર્ટ થાય એ સ્વાભાવિક છે, પણ દુનિયાના ૯૦ ટકા પુરુષો વાઇફ સિવાયની સ્ત્રીની સુંદરતાને દૂરથી માણતા હોય જ છે. પુરુષસહજ સ્વભાવ છે કે તેની પાસે જે હોય એનાથી વિપરીત જિજ્ઞાસા તેનામાં ભારોભાર વધે. તમે દૂબળા-પાતળા હશો એટલે તે માંસલ દેહવાળી કન્યાના ફોટો જોઈને મન ખુશ કરે છે અને મન ખુશ કરવાની જે વાત છે એ દેખાડે છે કે તમારા પતિના મનમાં કોઈ પાપ નથી એટલે આ વાતને ઇશ્યુ બનાવવાની જરૂર નથી.