વાયેગ્રા એક્સાઇટમેન્ટમાં વધારો કરે છે, જેને લીધે પેનિસમાં ૩૦ ટકા મજબૂતી આવતી હોય તો વાયેગ્રા એ સ્ટ્રૉન્ગનેસમાં ચાલીસ-પચાસ ટકાનો ઉમેરો કરી આપે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મારાં મૅરેજને પાંચેક વર્ષ થયાં છે. હું વીકમાં ત્રણેક વાર બિયર કે વ્હિસ્કી પીતો હોઉં છું. ડ્રિન્ક પછી મને લાગે કે આ વખતે તો બહુ જ પૅશનેટ સેશન થશે. જોકે એવું બનતું નથી અને અમારા ઇન્ટિમેટ રિલેશન બહુ ઝડપથી પૂરા થઈ જાય છે. હું ખૂબ એક્સાઇટેડ હોઉં છું એટલે આમ થતું હશે? મને વિચાર આવે છે કે હું ડ્રિન્ક પછી વાયેગ્રા લઉં તો પૅશન લેવલ ઉપર લઈ જવામાં હેલ્પ મળે. શું આલ્કોહૉલ અને વાયેગ્રા સાથે લેવામાં કોઈ તકલીફ ન થાયને? હું અઢી પેગથી વધારે પીતો નથી અને મને બીપી, ડાયાબિટીઝ કે અન્ય કોઈ બીમારી નથી. બધી રીતે હેલ્ધી છું, પણ થોડો વધુ સમય સેક્સ-સાઇકલ ચલાવવા માટે આ ટ્રાય કરવા માગું છું તો એની લાંબા ગાળે કોઈ આડઅસર નહીં થાયને? કાંદિવલી
સૌથી પહેલી વાત એ કે કોઈ તકલીફ ન હોવા છતાં વાયેગ્રા લેવી હિતાવહ નથી અને આમ પણ તમે જે કારણસર લેવા માગો છો એમાં પણ એ ફાયદાકારક નથી. વાયેગ્રા વ્યક્તિની ઇચ્છા વધારવામાં કે પછી સેક્સ-સાઇકલને લાંબી કરવામાં હેલ્પફુલ નથી. વાયેગ્રા એક્સાઇટમેન્ટમાં વધારો કરે છે, જેને લીધે પેનિસમાં ૩૦ ટકા મજબૂતી આવતી હોય તો વાયેગ્રા એ સ્ટ્રૉન્ગનેસમાં ચાલીસ-પચાસ ટકાનો ઉમેરો કરી આપે. જોકે તમને એ પ્રકારનો પ્રૉબ્લેમ છે નહીં એટલે વાયેગ્રા લેવાથી કોઈ અર્થ સરતો નથી.
ADVERTISEMENT
આલ્કોહૉલની આદતથી તમને આગળ જતાં સેક્સલાઇફની વધુ સમસ્યા પણ નડી શકે છે અને એટલે અત્યારે જે ટેમ્પરરી પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે એના કરતાં પણ વધુ ગંભીર કહેવાય એવી તકલીફો શરૂ થઈ શકે છે. આલ્કોહૉલ સેક્સની ઇચ્છા જગાડે છે, પણ હકીકત એ છે કે એ સેક્સની આખી પ્રોસેસમાં અવરોધરૂપ બને છે. શરૂઆતમાં આલ્કોહૉલ લેવાથી સેક્સની ઇચ્છા વધુ થાય એવું બને, પણ લાંબા ગાળે એ સેક્સલાઇફને ખતમ કરી નાખે છે અને આલ્કોહૉલની અસર વચ્ચે તમે સેક્સના પ્લેઝરને ખરેખર એન્જૉય પણ નથી કરી શકતા.
જો તમને પ્લેઝર આવતું હોય અને તમારાં વાઇફને આનંદ મળતો હોય તો સેક્સ-સાઇકલને લાંબી કરવાની લાયમાં આલ્કોહૉલ અને વાયેગ્રાનું કૉમ્બિનેશન ઊભું કરવાની ભૂલ નહીં કરતા.

