° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


સ્પ્રે કે જપાની તેલથી સેક્સનો આનંદ ખૂબ વધે એ સાચું?

15 March, 2023 05:04 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

આવા જેકોઈ સ્પ્રે કે તેલ આવે છે એ બધા લોકલ એરિયામાં સન્સેશન ઊભાં કરી દે, જેને લીધે મનોમન એવું લાગવાનું શરૂ થઈ જાય કે આપણને વધારે મજા આવે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર કામવેદ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મેં હમણાં ઇન્ટરનેટ પર વાંચ્યું કે વિદેશમાં પુરુષો માટેનું નવું સ્પ્રે નીકળ્યું છે જેનાથી તેમનો જાતીય આનંદ ચારગણો વધી જાય. જપાની તેલની પણ પેપરમાં ઍડ આવે છે, જે જાતીય જીવનમાં આનંદ વધારવાનો દાવો કરે છે. મારી ઉંમર ૬૨ વર્ષની છે, મને જાતીય આનંદ લેવાનું મન બહુ થાય છે, પણ મારી વાઇફને ઇચ્છા નથી હોતી, શું સ્ત્રીઓ માટે આનંદ વધારવા માટેની કોઈ મેડિસિન છે, જે તેના જીવનમાં પણ સેક્સની ઇચ્છા વધારે? એ આમ તો આવી દવા લેવા માટે રાજી નથી. માહિમ

પહેલાં તો એક સ્પષ્ટતા કરવાની કે જગતમાં ક્યાંય એવી કોઈ દવા શોધાઈ નથી જેનાથી વ્યક્તિની કામેચ્છા કે પછી સેક્સની મજામાં અનેકગણો વધારો થાય. આ ખુશી માત્ર અને માત્ર કલ્પના જ કરી શકે અને ક્યારેય ભૂલવું નહીં કે કલ્પના હંમેશાં વધારે રંગીન અને વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે. માટે આવી કોઈ જાહેરાત વાંચ્યા પછી એને સાચી માનવી નહીં. આપણે ત્યાં સેક્સ વિશે જે અજ્ઞાન છે એનો એટલો ગેરલાભ લેવામાં આવે છે કે તમે ધારણા પણ ન રાખી હોય. લોકો આ અજ્ઞાનનો ફાયદો લઈ-લઈને અબજોપતિ થઈ ગયા છે. આવા જેકોઈ સ્પ્રે કે તેલ આવે છે એ બધા લોકલ એરિયામાં સન્સેશન ઊભાં કરી દે, જેને લીધે મનોમન એવું લાગવાનું શરૂ થઈ જાય કે આપણને વધારે મજા આવે છે. માર્કેટિંગ અને ઇમેજિનેશનનું આ સુપર્બ કૉમ્બિનેશન છે અને એનો સીધો લાભ લેવામાં આવે છે. 

આ પ્રકારની પ્રોડક્ટ ખરીદીને વાપરવી હોય તો વાપરી શકાય, પણ એનો ઉપયોગ કરવાથી ફાયદો થશે જ એવી શક્યતા નહીંવત્ છે. સેક્સ માટે ઓશોએ બહુ સરસ વાત કહી છે. જાતીય આનંદ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે. તમારી વાઇફની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. પહેલાં તેનામાં એ ઉત્તેજના જગાવો અને એને માટે તેને પ્રેમ આપો. પ્રેમનું નેક્સ્ટ સ્ટેજ સેક્સ છે. એ સ્ટેજ પર જવા માટે તમારે પ્રેમ, લાગણીનો સહારો લેવો પડશે. સીધી મેડિસિન લઈને ઉત્તેજના લાવવી મૉરલી ગેરવાજબી છે. જે ઉંમર પર એ છે એમાં તેમનો દવા લેવાની બાબતનો પ્રતિકાર સાવ ખોટો.

15 March, 2023 05:04 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

દીકરાને હારવું ગમતું ન હોવાથી સ્પર્ધામાં જ ઊતરતો નથી

શરૂઆતમાં એનું કારણ નહોતું સમજાતું, પણ હવે મને લાગે છે કે જ્યારે તે સ્કૂલની કોઈ ઍક્ટિવિટીમાં ભાગ લે છે અને એમાં તેનો પહેલો-બીજો નંબર નથી આવતો ત્યારે તે પોતાની જાતને સંકોરી લે છે.

24 March, 2023 08:06 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

છેલ્લા બે મહિનાથી એકાએક જ ઉત્થાનમાં પ્રૉબ્લેમ શરૂ થયો છે

મને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર નથી. એક દોસ્તે દેશી વાયેગ્રા આપી છે, પણ લેવી કે નહીં?

22 March, 2023 04:49 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

ડ્રિન્ક્સ છોડ્યા પછી હસબન્ડને હવે સેક્સમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો

તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તેમના ગાઇડન્સ મુજબ દવા લો.

21 March, 2023 05:58 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK