° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


સેક્સની બે સાઇકલ વચ્ચે નૉર્મલ કેટલા સમયનું અંતર રાખવું જોઈએ?

13 March, 2023 05:42 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

કામ કે પછી સેક્સ એક એવું વિશ્વ છે જેની સાથે કુદરતી આવેગોથી જ જોડાણ કરવામાં આવે તો એની મજા જુદી હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મેડિસિન લેવાને બદલે બહેતર છે કે તમે નૅચરલ કોર્સથી જ આગળ વધો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક) કામવેદ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારી ઉંમર ૩પ વર્ષ છે, હું મૅરિડ છું. મારા મૅરેજને નવ વર્ષ થયાં છે. હું પત્નીને આખા શરીર પર હાથ ફેરવું અને કિસ કરું ત્યારે જલદી ઉત્તેજિત થઈ જાઉં છું, જેને લીધે ઇન્ટિમેટ રિલેશન સમયે પણ મારું એક્સાઇટમેન્ટ જલદી પૂરું થઈ જાય. બીજી વાર સેક્સ કરવાનું મન થાય, પણ પેનિસ જલદી ઇરેક્ટ નથી થતું. મારે સેક્સ ડ્રાઇવ લાંબા સમય સુધી ચલાવવી છે તો એનો ઉપાય બતાવશો. સેક્સની બે સાઇકલ વચ્ચે કેટલા સમયનું અંતર રાખવું જોઈએ? મારે મારા પ્રાઇવેટ પાર્ટમાં ઝડપથી ઇરેક્શન જોઈતું હોય તો એની માટે કોઈ મેડિસિન હોય તો એ પણ સજેસ્ટ કરો એવી વિનંતી. અંધેરી

સંભોગ કેટલી વખત કરો છો એ અગત્યનું નથી, પણ કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. સંભોગ કેટલો લાંબો ચાલે એના કરતાં કેટલો આનંદદાયક નીવડે છે એ વધારે અગત્યનું છે. સંભોગમાં સંતોષ મહત્ત્વનો છે, એ તમે કોઈ પણ રીતે તમારા પાર્ટનરને આપી શકો છો અને એની માટે તમે આંગળીથી માંડીને ઇન્દ્રીય, જીભ કે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકો છો.

બે સંભોગ વચ્ચે કેટલું અંતર રાખવું એ તમારી ઇચ્છા પર આધાર રાખે છે. જો તમને યોગ્ય ઉત્તેજના આવી શકતી હોય તો બે સંભોગ વચ્ચે અંતર હોય તો પણ કોઈ ફરક નથી પડતો. હકીકતમાં બીજા સંભોગ માટે હસબન્ડ-વાઇફ બન્નેની અનુમતિ હોવી આવશ્યક છે. એક વાત યાદ રાખજો, સંભોગ કેટલી વાર કરો છો એના કરતાં એ કેટલો સંતોષજનક છે એ વધારે અગત્યનું છે.

તમે મેડિસિન માટે પૂછ્યું છે, પણ હું તમને અંગત સલાહ આપીશ કે એવી કોઈ મેડિસિનની આવશ્યકતા નથી. કામ કે પછી સેક્સ એક એવું વિશ્વ છે જેની સાથે કુદરતી આવેગોથી જ જોડાણ કરવામાં આવે તો એની મજા જુદી હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મેડિસિન લેવાને બદલે બહેતર છે કે તમે નૅચરલ કોર્સથી જ આગળ વધો. આ જાણ્યા પછી પણ જો તમને મન થતું હોય તો તમે તમારા ફૅમિલી ડૉક્ટર કે પછી સ્થાનિક સેક્સોલૉજિસ્ટને રૂબરૂ મળીને દવા લઈ શકો છો.

13 March, 2023 05:42 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો

સેક્સ એન્ડ રિલેશનશિપ

દીકરાને હારવું ગમતું ન હોવાથી સ્પર્ધામાં જ ઊતરતો નથી

શરૂઆતમાં એનું કારણ નહોતું સમજાતું, પણ હવે મને લાગે છે કે જ્યારે તે સ્કૂલની કોઈ ઍક્ટિવિટીમાં ભાગ લે છે અને એમાં તેનો પહેલો-બીજો નંબર નથી આવતો ત્યારે તે પોતાની જાતને સંકોરી લે છે.

24 March, 2023 08:06 IST | Mumbai | Sejal Patel
સેક્સ એન્ડ રિલેશનશિપ

છેલ્લા બે મહિનાથી એકાએક જ ઉત્થાનમાં પ્રૉબ્લેમ શરૂ થયો છે

મને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર નથી. એક દોસ્તે દેશી વાયેગ્રા આપી છે, પણ લેવી કે નહીં?

22 March, 2023 04:49 IST | Mumbai | Dr. Mukul Choksi
સેક્સ એન્ડ રિલેશનશિપ

ડ્રિન્ક્સ છોડ્યા પછી હસબન્ડને હવે સેક્સમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યો

તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને તેમના ગાઇડન્સ મુજબ દવા લો.

21 March, 2023 05:58 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK