Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કામેચ્છા ઘટી જાય તો બધું છોડીને જતા રહેવાનું મન થવા માંડે?

કામેચ્છા ઘટી જાય તો બધું છોડીને જતા રહેવાનું મન થવા માંડે?

10 August, 2022 03:04 PM IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

મહિને એકાદ વાર જે સંબંધ બંધાય છે એ પણ મારી પત્નીની પહેલને કારણે. એ વખતે ઉત્તેજનાની સમસ્યા થાય છે. ક્યારેક એટલો કંટાળો આવે છે કે બધું છોડીને ક્યાંક જતા રહેવાનું મન થાય છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

કામવેદ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


મારી ઉંમર ૪પ વર્ષ છે. લગ્નને સવા દાયકો થઈ ગયો. બન્ને વર્કિંગ છીએ. શરૂમાં કામનાં થાકને કારણે સમાગમની ફ્રીક્વન્સી ઘટતી ગઈ, પણ હવે મને કામેચ્છા જ નથી જાગતી. મહિને એકાદ વાર માંડ સમાગમ કરીએ છીએ, પણ એમાંય મને ખૂબ જ ઓછી ઉત્તેજના આવતી હોય છે. હું પહેલાંની જેમ દોસ્તોને પણ મળતો નથી. ઑફિસથી ઘર અને ઘરથી ઑફિસ એટલું જ થયા કરે છે. હા, ઑફિસનું કામ રાતે પણ દિમાગમાં જ ભેરવાયેલું રહે છે. મહિને એકાદ વાર જે સંબંધ બંધાય છે એ પણ મારી પત્નીની પહેલને કારણે. એ વખતે ઉત્તેજનાની સમસ્યા થાય છે. ક્યારેક એટલો કંટાળો આવે છે કે બધું છોડીને ક્યાંક જતા રહેવાનું મન થાય છે. વાઇફને ફરિયાદ રહે છે કે હું ઓછો રોમૅન્ટિક થઈ ગયો છું. શું કરવું?
દાદર

ઉંમરના આ તબક્કે સાવ જ કામેચ્છા ન થતી હોય એ નૉર્મલ તો નથી જ. કામેચ્છા ઘટવાનાં કારણોની તપાસ કરીને એને દૂર કરવાના પ્રયત્નોથી જરૂર ફાયદો થઈ શકે છે. કામેચ્છા નબળી પડવાનાં અનેક કારણો કામ કરતાં હોય છે. તમને કેમ અને ક્યારથી આવું થઈ રહ્યું છે એનું યોગ્ય નિદાન થવું જરૂરી છે. 
દેખીતી રીતે તમને બીજી કોઈ તકલીફ નથી એવું તમે માનો છો, પણ જીવનમાંથી રસ ઊડી જવાની વાત કેટલેક અંશે ડિપ્રેશનનાં લક્ષણો સૂચવે છે. બીજી શક્યતા એ પણ સૂચવે છે કે બે-ચાર વાર ઉત્તેજના બરાબર ન આવવાથી ઍન્ગ્ઝાયટીને કારણે ઇચ્છા જ ન થતી હોય. ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને એક વાર ભૂખ્યા પેટે દેશી વાયેગ્રા લઈને સમાગમ કરવાનો પ્રયત્ન કરો. 
કામેચ્છા કુદરતી અને કૉમ્પ્લેક્સ બાબત છે. એની પાછળ માત્ર શારીરિક જ નહીં, માનસિક અને ઇન્ટરપર્સનલ રિલેશનને લગતાં ઘણાં પરિબળો કારણભૂત હોઈ શકે છે. તમારે સેક્સોલૉજિસ્ટને મળીને સમસ્યાના મૂળને સમજી એને દૂર કરવાનું કામ કરવું જોઈએ. તમારી અત્યારની આ જે એજ છે એ મિડલ-એજ પર આ પ્રકારના મૂડ સ્વિંગ્સને કારણે બીજા પણ ઇશ્યુઝ ઊભા થઈ શકે છે, જેના નિવારણ માટે ધારો કે તમને ઍન્ટિ-ડિપ્રેશન ટૅબ્લેટ ચાલુ કરવામાં આવે તો પણ ગભરાશો નહીં, ૧૫થી ૨૦ દિવસમાં જ બધું નૉર્મલ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2022 03:04 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK