સમસ્યા એટલી વકરી છે કે લગભગ બન્ને બાજુ પંદર-વીસ વાળ ઊગી ગયા છે.
કામવેદ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મારી એજ ૨૯ વર્ષની છે. થોડા સમયથી મારા બ્રેસ્ટ્સની આજુબાજુ વાળ ઊગે છે, જેને લીધે મને બહુ શરમ આવે છે. કૉલેજમાં હતી ત્યારે નિપલ્સ પાસે એકાદ-બે વાળ ઊગ્યા હતા, પણ એ એટલા પાતળા અને ઝીણા હતા કે મેં ઇગ્નૉર કર્યા. મેં પ્લકરથી ખેંચવાનું શરૂ કર્યું. ક્યારેક ઉતાવળ હોય તો રેઝર પણ ફેરવી દેતી. જોકે હવે સમસ્યા એટલી વકરી છે કે લગભગ બન્ને બાજુ પંદર-વીસ વાળ ઊગી ગયા છે. નિયમિત પ્લક કરીને કાઢું નહીં તો બહુ જ ખરાબ લાગે છે. એકાદ-બે વાર એવું બની ગયું કે અનપ્લાન્ડ જ મારા બૉયફ્રેન્ડ સાથે બેડ પર જવાનું બન્યું. એ સમયે મેં મહામુશ્કેલીએ એ ન દેખાય એનું ધ્યાન રાખ્યું. એ વાળને લીધે બ્રેસ્ટ્સની જે બ્યુટી છે એ જરા પણ જળવાતી નથી. મારી ફ્રેન્ડને વાત કરી તો તેનું કહેવું છે કે એ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની નિશાની છે. હું વાળ કાઢી નાખું તો પણ બે-ચાર દિવસમાં એ આવી જ જાય છે. ઘાટકોપર
પુરુષોમાં છાતી પર વાળ હોવા એ સામાન્ય છે, પણ છેલ્લા થોડા સમયથી સ્ત્રીઓમાં પણ નિપલની આજુબાજુ વાળ ઊગવાનું પ્રમાણ વધ્યું છે. જોકે તમે એને લીધે જેટલું ટેન્શન રાખો છે એવું ચિંતાજનક એ નથી. ઑલમોસ્ટ ૨૦ ટકા જેટલી ફીમેલને અત્યારે આ સમસ્યા છે અને આ ફિગર મોટો હોવાની શક્યતા પણ ભારોભાર છે, કારણ કે મોટા ભાગની મહિલાઓએ આ જાહેર કરતાં ખચકાય છે. એ ભાગમાં વાળ ઊગવાનું પહેલું કારણ હૉર્મોનલ અસંતુલન છે તો અમુક દવાઓ ચાલતી હોય એવા સમયે પણ અસામાન્ય જગ્યાએ વાળનો ગ્રોથ વધે છે. તમારા કેસમાં કયું પરિબળ કારણભૂત છે એ શોધવું જરૂરી છે અને એ માટે તમારે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ.
ADVERTISEMENT
ધારો કે એમાં પણ કશું એવું જાણવા ન મળે અને એ વાળની બીજી કોઈ તકલીફ ન હોય તો હાથ-પગના વાળ દૂર કરવા માટે જે રીત અપનાવવામાં આવે છે એનાથી તમે એને દૂર કરી શકો છો તો સાથોસાથ લેસર ટ્રીટમેન્ટથી તમે પર્મનટ ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. તમારી વાતમાં તથ્ય છે કે આ પ્રકારના વાળને લીધે સેક્સના પ્લેઝરમાં પુરુષને ફરક પડી શકે છે અને જો વાળનો જથ્થો વધે તો એનાથી પુરુષના આનંદમાં ઘટાડો આવી શકે છે એટલે વહેલી તકે અને કાયમી ધોરણે એને દૂર કરવા એ બેસ્ટ રસ્તો છે.