વોટ્સએપ એ મેટા-માલિકીની સૌથી મોટી મેસેજિંગ એપ્લિકેશન છે. ટૂંક જ સમયમાં આ એપ્લિકેશનના ઈન્ટરફેસમાં મોટા ફેરફારો થવાના છે.
ફાઈલ તસવીર
વોટ્સએપ (Whatsapp) એ મેટા-માલિકીની સૌથી મોટી મેસેજિંગ એપ્લિકેશન છે. મળતી માહિતી અનુસાર ટૂંક જ સમયમાં આ એપ્લિકેશનના ઈન્ટરફેસમાં મોટા ફેરફારો થવાના છે. રિપોર્ટ અનુસાર આ ફેરફારો વોટ્સએપના યુઝર ઈન્ટરફેસ અને ટોપ એપ બારમાં જોવા મળી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે વૉટ્સએપની ડિઝાઇનમાં પણ ફેરફાર કરાયો છે. નવી ડિઝાઇનમાં ઉપરની પટ્ટી સફેદ રંગમાં દેખાશે.
એવી પણ માહિતી મળી રહી છે કે છે કે જો આવું થશે તો વોટ્સએપના રંગ-રૂપ જ બદલાઈ જશે. આખા જ એપનું ઈન્ટરફેસ ગ્રીન કલરનું હશે. વૉટ્સએપની નવી ડિઝાઇનનું એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.23.18.18 પર હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જો કે તે હાલમાં તમામ બીટા ટેસ્ટર્સને દેખાતું નથી.
ADVERTISEMENT
નવા અપડેટ્સ માટે, WhatsAppનું બીટા વર્ઝન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. નવી વૉટ્સએપની નવી ડિઝાઇનની તસવીર સામે આવી હતી. પરંતુ હજી સુધી નવી ડિઝાઇનનું અપડેટ ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તેથી તેના વપરાશકર્તાઓ માટે આ અપડેટ ક્યારે ઉપલબ્ધ થશે તે બાબતે કંઈ જ કઈ શકાય નહીં.
રસપ્રદ વાત તો એ છે કે વોટ્સએપ એપમાં છેલ્લા કેટલાક સમયથી નવા ફીચર્સ અને ફેરફારો લાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ WhatsAppએ HD વીડિયો અને HD ફોટો મોકલવાની સુવિધા બહાર પાડી છે. હવે તમે WhatsApp પર HD ફોટા મોકલી શકશો અને 720 પિક્સલ એટલે કે HD વીડિયો પણ મોકલી શકશો. મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) જાહેરાત કરી હતી કે WhatsApp વપરાશકર્તાઓ હવે HD ફોટા પણ મોકલી શકે છે. એચડી ફોટોઝ ફીચર વૈશ્વિક સ્તરે રોલ આઉટ થઈ રહ્યું છે. જેમાં એચડી વિડિયોઝ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે, એમ કંપનીએ જણાવ્યું હતું.
વૉટ્સએપમાં જે નવા ફીચર લાવવામાં આઆવી રહ્યા છે તેમાં યુઝર્સ મેસેજ મોકલ્યાની 15 મિનિટની અંદર વીડિયો, GIF અને ડોક્યુમેન્ટ્સ માટેના કેપ્શન એડિટ કરી શકશે. જો કે, વપરાશકર્તાઓ કેપ્શન સાથે સંદેશને ફક્ત તે ઉપકરણમાંથી સંપાદિત કરી શકે છે જેમાંથી તે મૂળરૂપે મોકલવામાં આવ્યો હતો.
ઉપરાંત વપરાશકર્તાઓ માટે એક નવો શોર્ટકટ હશે કે જે પ્રોફાઇલ ફોટો પર મૂકવામાં આવશે. જે તેમને તેમનો વ્યક્તિગત QR કોડ જોવા અને શેર કરવાની મંજૂરી આપશે. નવા સેટિંગ્સ ઇન્ટરફેસ હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે જે ટેસ્ટફ્લાઇટ એપ્લિકેશનમાંથી iOS માટે WhatsApp બીટાનું નવું અપડેટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ટૂંક જ સમયમાં તે પોતાના વપરાશકર્તાઓ માટે રોલ આઉટ થઈ રહ્યું છે.

