વોટ્સઍપ (WhatsApp New Feature) એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી... વોટ્સઍપે તાજેતરમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે
પ્રતીકાત્મક તસવીર
વોટ્સઍપ (WhatsApp New Feature) એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી... વોટ્સઍપે તાજેતરમાં ઘણા નવા ફીચર્સ એડ કર્યા છે. આ સિરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર (WhatsApp New Feature) લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.
અત્યાર સુધી વોટ્સઍપ પર સ્ટેટસ (WhatsApp New Feature) પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચરની રજૂઆત બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. ડબલ્યુએબીટાઇન્ફો આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં ડબલ્યુએબીટાઇન્ફોએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
ADVERTISEMENT
ઘણા સમયથી આ ફીચરની માગ હતી
કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ પર વોટ્સએપના 2.24.7.6 બીટા વર્ઝનમાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માગ પૂરી થવા જઈ રહી છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી જ આ સુવિધા વૈશ્વિક વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.
સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે વોટ્સઍપ પર યુપીઆઈ પેમેન્ટ માટે ક્યૂઆર કોડ સ્કેન કરી શકશો. ડબલ્યુએબીટાઇન્ફોના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
હવે તમે તારીખ પ્રમાણે મેસેજ સર્ચ કરી શકશો
દુનિયાની સૌથી મોટી મલ્ટિમીડિયા મેસેજિંગ ઍપ વૉટ્સઍપમાં એક મોટું ફીચર આવ્યું છે. હવે તમે તારીખ દ્વારા કોઈ પણ ગ્રુપ અથવા પર્સનલ ચૅટના મેસેજિસ શોધી શકશો. અલબત્ત, એ માટે તમારે મેસેજ કઈ તારીખે આવ્યો હતો એ યાદ રાખવું પડશે. આમ જોઈએ તો કી-વર્ડ સર્ચ આના કરતાં વધુ સારી છે, પરંતુ જો ચોક્કસ તારીખે શું કમ્યુનિકેશન થયેલું એ જાણવું હોય તો વૉટ્સઍપનું આ અપડેટ કામનું છે. જો તમારા મોબાઇલમાં હજી સુધી એ મળ્યું નથી તો તમારી વૉટ્સઍપ ઍપને અપડેટ કરો. એ પછી તમને આ ફીચર જોવા મળશે.
વૉટ્સઍપના આ ફીચરનું ટેસ્ટિંગ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું. પહેલી વાર આ ફીચર વૉટ્સઍપ બીટા વર્ઝન 2.2348.50 પર જોવા મળ્યું હતું. નવા ફીચરના આવ્યા પછી જ્યારે તમે કોઈ વ્યક્તિના કે ગ્રુપના સર્ચબાર પર જશો ત્યારે તારીખનો ઑપ્શન પણ દેખાશે.