Oppo Reno ભારતમાં લોન્ચ, આ છે ફોનના ખાસ ફિચર્સ
Oppo Reno
ભારતમાં Oppoએ તેની મોસ્ટ અવેઈટેડ સીરિઝ Reno લોન્ચ કરી છે. આ સિરીઝના 2 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં oppo reno 10x zoom અને બીજો oppo reno એમ 2 ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. oppo renoને ભારતમાં 8 જીબી રેમ અને 128 GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિમત 32,990 રૂપિયા રાખવામાં આવી રહી છે. આ ફોન 7 જૂનથી ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર સેલ દ્વારા ઉપલબ્ધ થશે.
oppo renoમાં 6.4 ઈંચની ફૂલ એચડી પ્લસ એમોલ્ડ પેનારોમિક સ્ક્રિન આપવામાં આવી છે અને કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં 710 ક્વાલકોમ સ્નેપડ્રેગનનું દમદાર પ્રોસેસર અને 8 જીબી રેમ મળશે જેના કારણે યૂઝર્સને ફોનનો ફાસ્ટેસ્ટ એક્સપિરિયન્સ થશે. oppo renoમાં colorOS 6 પર આધારિત એન્ડ્રોઈડ 9 પાઈ પર કામ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Black Shark 2 ગેમિંગ સ્માર્ટફોન 12GB RAM સાથે ભારતમાં લોન્ચ, જાણો વિગતો
Oppo હંમેશા તેના કેમેરા ફિચર્સને કારણે લોકોનું મન જીતતુ આવ્યું છે. oppo renoના કેમેરાની વાત કરીએ તો ફોનમાં ડ્યૂલ કેમેરા આપવામાં આવ્યા છે. ફોનનો પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલનો છે જ્યારે બીજો કેમેરો 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફોનના બન્ને કેમેરા અલ્ટ્રા ક્લિયર રિઝોલ્યૂશન આપશે. ફોનમાં અલ્ટ્રા નાઈટ મોડ 2.0 આપવામાં આવ્યો છે સાથે આર્ટિસ્ટિક પોટ્રેટ મોડ પણ આપવામાં આવ્યો છે. બેસ્ટ સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો શાર્ક-ફિન કેમેરા આપવામાં આવ્યો છે.

