પાકિસ્તાની સરકારે ૨૦૨૫ની ૧ મેએ એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં એ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને હવે બૉલીવુડ ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે
પ્રતીકાત્મક તસવીર
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે હવે ગુરુવારથી પાકિસ્તાન બ્રૉડકાસ્ટર્સ અસોસિએશને દેશભરમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાની સરકારે ૨૦૨૫ની ૧ મેએ એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં એ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને હવે બૉલીવુડ ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘હવે પાકિસ્તાની FM રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં. આ નિર્ણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.’


