ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > OnePlus 11: વનપ્લસે લૉન્ચ કરેલા બે સ્માર્ટફોનના ફિચર્સ છે અનોખા, જાણો હસલબ્લેડ કેમેરા વિશે

OnePlus 11: વનપ્લસે લૉન્ચ કરેલા બે સ્માર્ટફોનના ફિચર્સ છે અનોખા, જાણો હસલબ્લેડ કેમેરા વિશે

09 February, 2023 09:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્માર્ટફોન બ્રાન્ડ OnePlus એ ભારતમાં તેનો સૌથી પાવરફુલ ફોન OnePlus 11 5G લોન્ચ કરી દીધો છે. આ ફોનને કંપનીની Cloud 11 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

વનપ્લસ 11 મોડલ OnePlus

વનપ્લસ 11 મોડલ

સ્માર્ટફોન બ્રાન્ડ OnePlus એ ભારતમાં તેનો સૌથી પાવરફુલ ફોન OnePlus 11 5G લોન્ચ કરી દીધો છે. આ ફોનને કંપનીની Cloud 11 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ OnePlus 11 5G સાથે OnePlus 11R, OnePlus Buds Pro 2, OnePlus Pad અને OnePlus TV 65 Q 2 Pro પણ લૉન્ચ કર્યા છે. OnePlus 11 5G 16GB રેમ અને સૌથી ઝડપી એન્ડ્રોઇડ પ્રોસેસર Snapdragon 8 Gen 2 થી સજ્જ છે. ફોનમાં 6.7-ઇંચની 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. ફોનને Android 13 સાથે ColorOS 13 સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં ત્રીજી પેઢીના હેસલબ્લેડ કેમેરા (Hassalbrand)સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમજ તેમાં સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 

OnePlus 11 5Gની કિંમત
OnePlus 115G ને ટાઇટન બ્લેક અને ઇન્ટરનલ ગ્રીન કલર વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના 128 જીબી સ્ટોરેજ સાથેના 8 જીબીની કિંમત 56,999 રૂપિયા અને 256 જીબી સ્ટોરેજવાળા 16 જીબીની કિંમત 61,999 રૂપિયા છે. આ ફોન ફ્લિપકાર્ટ પરથી 14 ફેબ્રુઆરીથી ખરીદી શકાશે. હાલમાં ફોનને પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

OnePlus 11 5G ના ફીચર્સ


1. ડિસ્પ્લે- ક્વાડ એચડી + ફ્લુઇડ એમોલેડ ડિસ્પ્લે ફોનમાં 6.7 ઇંચની સ્ક્રીનથી ઉપલબ્ધ હશે. કંપનીએ તેમાં 120 HZ નો રિફ્રેશ રેટ આપ્યો છે.

2. પ્રોસેસર- OnePlus 11 માં કંપનીએ Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર ઇન્સ્ટોલ કર્યું છે. આ Qualcommનું લેટેસ્ટ પ્રોસેસર છે.


3 કેમેરા- કંપનીએ આ નવા ફોનમાં Hasselblad કંપનીનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ લગાવ્યો છે. તેમાં 50 MPનો મુખ્ય બેક કેમેરા, 48 MPનો બીજો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 32 MP ત્રીજો ટેલિફોટો કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં પંચ હોલ ડિસ્પ્લેમાં 16 MPનો ફ્રન્ટ કેમેરા છે.

4 રેમ અને મેમરી- આ ફોનમાં 16 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.

5.OS- આ ફોનને એન્ડ્રોઇડ 13 પર આધારિત OxygenOS 13 સાથે રજૂ કરવામાં આવ્યો છે.

6. બેટરી- આ ફોનમાં 5000 mAhની બેટરી છે. ફોનમાં 100 W ફાસ્ટ ચાર્જિંગનું ફીચર આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર ફોન 25 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.

7.વજન - ફોનનું વજન 205 ગ્રામ છે. શ્રેષ્ઠ અવાજ માટે, ફોનમાં ડોલ્બી એટમોસની સુવિધા છે. તેમાં ડ્યુઅલ સ્પીકર્સ અને ડ્યુઅલ વાઈફાઈ સાથે બ્લૂટૂથ છે.

8. OnePlus 11 બે રંગોમાં આવે છે, Eternal Green અને Titan Black કલરમાં ઉપલબ્ધ છે.

OnePlus 11 5G અને OnePlus 11R 5G ની કિંમત

OnePlus 11ના 8 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજની કિંમત 56,999 રૂપિયા રાખવામાં આવી છે અને 16 જીબી રેમ, 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મોડલની કિંમત 61,999 રૂપિયા રાખવામાં આવી છે. OnePlus 11R 5G ની કિંમત 8 GB રેમ, 128 GB સ્ટોરેજ માટે રૂ. 39,999 અને 16 GB રેમ, 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ મૉડલ માટે રૂ. 44,999 રાખવામાં આવી છે. OnePlus 11 14 ફેબ્રુઆરીથી અને OnePlus 12R મૉડલ ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.

09 February, 2023 09:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK