Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > તમારા મોબાઇલમાં મૅલવેર અટૅક તો નથી થયોને?

તમારા મોબાઇલમાં મૅલવેર અટૅક તો નથી થયોને?

22 July, 2022 11:56 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

એ સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. જેમ ગરદન પર હાથ મૂકીને તમને તાવ છે કે નહીં એ ખબર પડે છે એમ તમારા મોબાઇલનાં લક્ષણો પણ જો ધ્યાનથી જોશો તો ક્યાંક વાઇરસ કે મૅલવેર આવી ગયો છે કે કેમ એનો ચિતાર તમને મળી જશે

તમારા મોબાઇલમાં મૅલવેર અટૅક તો નથી થયોને? ટેક ટૉક

તમારા મોબાઇલમાં મૅલવેર અટૅક તો નથી થયોને?


મોબાઇલ ફોન જેટલા સ્માર્ટ બની રહ્યા છે એની સાથે એટલું જ પ્રૉબ્લેમને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ઍન્ડ્રૉઇડ અને ઍપલ જેવી કંપનીઓ એમના મોબાઇલ માટે સિક્યૉરિટીમાં ધરખમ વધારો કરી રહી છે. એમ છતાં એવા ઘણા મૅલવેર છે જે મોબાઇલને ઇફેક્ટ કરે છે. મોટા ભાગે મોબાઇલ કંપની સમયે-સમયે નવા અપડેટ દ્વારા સિક્યૉરિટીમાં વધારો કરે છે અને મોબાઇલને મૅલવેર અને હૅકિંગથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. જોકે એમ છતાં ઘણી વાર મોબાલઇમાં મૅલવેર આવી જતા હોય છે. આ મૅલવેર કેવી રીતે આવે એ જાણવું અઘરું છે, પરંતુ મુશ્કેલ નથી. ઍપ્લિકેશન, અનપ્રોટેક્ટેડ વેબસાઇટ, ઈ-મેઇલ અથવા તો મેસેજ દ્વારા આવતી લિન્ક ઓપન કરવી વગેરે દ્વારા મોબાઇલમાં મૅલવેર આવી શકે છે. જોકે આ મૅલવેર મોબાઇલમાં આવ્યા છે કે નહીં એ જાણી શકાય છે. જે રીતે વ્યક્તિને નોટિસ કરવાથી તેની સાથે શું પ્રૉબ્લેમ છે અથવા તો તે કેવી રીતે રીઍક્ટ કરી રહી છે એ જાણી શકાય છે એમ મોબાઇલને પણ નોટિસ કરવાથી એમાં શું પ્રૉબ્લેમ છે એ જાણી શકાય છે. આ કોઈ રૉકેટ સાયન્સ નથી. ફક્ત કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ વિશે થોડી માહિતી જોઈએ.
ઓવરહીટિંગ | મોબાઇલમાં કોઈ વાંધો હોય તો સૌથી પહેલો પ્રૉબ્લેમ નોટિસ થાય તો એ છે ઓવરહીટિંગ. મોબાઇલને હાથમાં પકડીને ઉપયોગ કરવામાં આવતો હોવાથી એ જેટલો ગરમ થાય છે એને ફીલ કરી શકાય છે અને એથી જ એ સૌથી પહેલાં જાણમાં આવે છે. ફોનમાં મૅલવેર આવી ગયો હોવાથી આવું શક્ય બની શકે છે. મૅલવેર હંમેશાં પ્રોસેસર અને અન્ય વસ્તુઓનો એક્સ્ટ્રીમ યુઝ કરે છે તેમ જ એ સતત યુઝ કરતું હોવાથી મોબાઇલ ગરમ થઈ જાય છે. આ માટે જ્યારથી આ સમસ્યા શરૂ થઈ હોય ત્યારથી કઈ ઍપ્લિકેશન છેલ્લે ઇન્સ્ટૉલ કરી એ ધ્યાનમાં લેવું અને એને ડિલીટ કરી દેવી. આ ઍપ્લિકેશનમાં મૅલવેર હોવાની શક્યતા છે. બને ત્યાં સુધી એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. ઍપ્લિકેશન ડિલીટ કરી દીધા બાદ પણ આ પ્રૉબ્લેમ રહે તો ડેટા બૅકઅપ લઈને ફોનને રીસેટ કરી દેવો.
બૅટરીનો વધુ ઉપયોગ | ફોનમાં મૅલવેર આવી ગયા હોવાથી બૅટરીનો ઉપયોગ વધુ થવા માડે છે. ઓવરહીટિંગની સાથે આ સમસ્યા પણ જોવા મળે છે. મૅલવેર પ્રોસેસર અને અન્ય વસ્તુનો ઉપયોગ કરવા માટે બૅટરીનો ઉપયોગ કરે છે. આથી યુઝરે થોડા સમય પહેલાં બૅટરીના જે પર્સન્ટેજ જોયા હોય એનાથી એકદમ જ ઓછા થઈ ગયા હોય છે. ઘણી વાર યુઝરને લાગે છે કે તેની બૅટરીમાં પ્રૉબ્લેમ છે અને એને બદલવાનો સમય થઈ ગયો છે. જોકે હકીકત એ છે કે બૅટરી બરાબર જ હોય છે, પરંતુ મૅલવેર એનો વધુ ઉપયોગ કરતો હોય છે. આ વખતે પણ ઍપ્લિકેશનને ડિલીટ કરવાની સાથે એનો ઉકેલ આવી શકે છે. જો એ ન આવ્યો તો રીસેટ મારવું વધુ હિતાવહ છે જેને ફૉર્મેટ પણ કહેવામાં આવે છે.
મોબાઇલ ધીમો થઈ જવો | મોબાઇલ ઓવરહીટ થતાં અને બૅટરી ઓછી થતાં એના પર્ફોર્મન્સ પર પણ ફરક પડે છે. મૅલવેરને જે કામ કરવા માટે બનાવવામાં આવ્યો હોય છે એ માટે તેને ઘણા સોર્સની જરૂર પડે છે. પ્રોસેસર, બૅટરી અને રૅમ આ દરેક વસ્તુનો ઉપયોગ મૅલવેર ઘણો કરે છે. રૅમનો ઉપયોગ પણ વધુ થવાથી મોબાઇલમાં થતાં અન્ય કાર્યો ધીમાં થઈ જાય છે. ઍપ્લિકેશનને ઓપન થતાં વાર લાગવાની સાથે જ ટાઇપિંગમાં પણ વાર લાગે છે. મોબાઇલ એના દરેક કમાન્ડને ખૂબ જ ધીમા સ્વીકારે છે. જો યુઝર્સ હેવી ગમ અથવા તો અન્ય ઍપ્લિકેશનનો ઉપયોગ ન કરી રહ્યો હોય અને તો પણ મોબાઇલ ધીમો થઈ જાય તો સમજવું કે એમાં કંઈ પ્રૉબ્લેમ છે. રૅમને વારંવાર ફ્રી કરવામાં આવે તો પણ એટલો ફરક નહીં પડે, કારણ કે મૅલવેર તરત જ ફરી રૅમનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે.
મોબાઇલ ડેટાનો વધુ ઉપયોગ | આજે રોજના એક જીબીથી વધુના ડેટા યુઝર્સને મળે છે. જોકે આ ડેટા રોજેરોજ પૂરા થઈ જતા હોય એવું પણ બને છે. કેટલાક યુઝર્સનો ઉપયોગ વધુ હોય તો એ શક્ય છે, પરંતુ કેટલાક યુઝર્સ ફક્ત વૉટ્સઍપ માટે જ ઉપયોગ કરતા હોય તો પણ તેમના ડેટા પૂરા થઈ જતા હોય છે. મૅલવેરને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામ પૂરું કર્યા બાદ ડેટાને હૅકર સુધી પહોંચાડવા માટે ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી છે. જો મોબાઇલ વાઇ-ફાઇ સાથે કનેક્ટ ન હોય તો આ મૅલવેર મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. આથી ઇન્ટરનેટનો ઉપયોગ ન કર્યો હોવા છતાં પણ જો ડેટા જલદી પૂરા થઈ જતા હોય તો સમજવું કે મોબાઇલમાં મૅલવેર છે. આ માટે મૅલવેરથી જેમ બને એમ જલદી છુટકારો મેળવવો જરૂરી છે. નહીંતર યુઝરે જરૂરી સમયે ઇન્ટરનેટ મળે એ માટે ડેટાને બંધ કરી દેવો પડશે અને જરૂર પડ્યે એને ફરી ચાલુ કરવો પડશે. મોબાઇલ ડેટાનો ઉપયોગ મૅલવેર કરતું હોવાથી પણ યુઝર્સને સ્પીડ ઓછી મળી શકે છે.
પૉપ-અપ મેસેજ | મૅલવેરમાં આ તમામ વસ્તુને નોટિસ કરવાની સાથે અન્ય એક વસ્તુ પણ નોટિસ કરવી જરૂરી છે અને એ છે પૉપ-અપ મેસેજ. ઇન્ટરનેટ બ્રાઉઝર અથવા તો મોબાઇલનો ઉપયોગ કરતી વખતે અથવા તો લૉક સ્ક્રીન પર વારંવાર મેસેજ આવતા રહે છે. ઘણી વાર એવો મેસેજ પણ આવે છે કે તમારા મોબાઇલમાં વાઇરસ આવી ગયો છે એટલે આ ઍપ્લિકેશન પર ક્લિક કરો અને સ્કૅન કરો. આમ કરવાથી યુઝર વધુ એક મૅલવેરને મોબાઇલમાં આમંત્રણ આપે છે. આ પ્રકારના મેસેજ મૅલવેર મોકલતું હોય છે અને એ એક પૉપ-અપ વિન્ડોની જેમ કામ કરે છે. આ માટે હાલમાં જ ઇન્સ્ટૉલ કરેલી ઍપ્લિકેશન ડિલીટ કરી દેવી તેમ જ આ કેસમાં મોબાઇલના પ્લેસ્ટોરમાં જઈને ઍન્ટિ-વાઇરસ ઍપ્લિકેશનને ઇન્સ્ટૉલ કરીને મૅલવેર માટે સ્કૅન કરી શકાય છે. જો એનાથી પણ સૉલ્યુશન ન આવે તો મોબાઇલને રીસેટ મારવો પડી શકે છે.

મોબાઇલમાં જો અચાનક જ ઓવરહીટિંગ થવા લાગે કે મોબાઇલ ડેટા બહુ ઝડપથી વપરાવા લાગે, બૅટરી જલદી ડાઉન થવા લાગે ત્યારે મૅલવેર બાબતે સાવધ થઈ જવું.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2022 11:56 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK