Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Netflixની ગ્રાહકોને મોટી ભેટ, પ્લાન 300 રૂપિયા સુધી સસ્તા થયા, જાણો નવા પ્લાન અહીં

Netflixની ગ્રાહકોને મોટી ભેટ, પ્લાન 300 રૂપિયા સુધી સસ્તા થયા, જાણો નવા પ્લાન અહીં

14 December, 2021 03:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેટફ્લિક્સનો બેઝિક પ્લાન, જેની કિંમત અગાઉ રૂા. 499 પ્રતિ માસ હતી, તેની કિંમતમાં જબરદસ્ત ઘટાડો કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક


એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ લેવી આજથી મોંઘી થઈ ગઈ છે, પરંતુ નેટફ્લિક્સે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. નેટફ્લિક્સે ભારતમાં તેના પ્લાન સસ્તા કર્યા છે. હવે તેની કિંમત 149 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. પહેલાં આ મોબાઈલ પ્લાનની કિંમત 199 રૂપિયા હતી. Netflixએ દેશમાં વધુ ગ્રાહકો ઉમેરવા માટે આ પગલું ભર્યું છે.

નેટફ્લિક્સનો બેઝિક પ્લાન, જેની કિંમત અગાઉ રૂા. 499 પ્રતિ માસ હતી, તેની કિંમતમાં જબરદસ્ત ઘટાડો કર્યો છે. હવે તેની કિંમત ઘટાડીને રૂા.199 કરી દેવામાં આવી છે. એટલે કે બેઝિક પ્લાન માટે હવે સબસ્ક્રાઈબરે 499 રૂપિયાની જગ્યાએ માત્ર 199 રૂપિયા ખર્ચવા પડશે.



નેટફ્લિક્સનો સ્ટાન્ડર્ડ પ્લાન પણ ઘટાડી દેવામાં આવ્યો છે. તેની કિંમત હવે 499 રૂપિયા થઈ ગઈ છે. પહેલા આ માટે 649 રૂપિયા ખર્ચવા પડતા હતા. Netflixના સૌથી મોંઘા પ્રીમિયમ પ્લાનની કિંમત હવે 649 રૂપિયા થઈ ગઈ છે. આ પ્લાન માટે પહેલાં તમારે દર મહિને 799 રૂપિયા ખર્ચવા પડતા હતા.


નવી કિંમત બાદ Netflixનો મોબાઈલ પ્લાન 149 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. મોબાઇલ પ્લાન મોબાઇલ અથવા ટેબ્લેટને સપોર્ટ કરે છે. તેનું રિઝોલ્યુશન 480p છે. આનાથી તમે ટીવી કે કોમ્પ્યુટર પર નેટફ્લિક્સ એક્સેસ કરી શકશો નહીં. આ પ્લાન સાથે, એકાઉન્ટને એક સમયે એક જ ઉપકરણ પર એક્સેસ કરી શકાય છે.

બેઝિક પ્લાન, જેની કિંમત હવે રૂા. 199 છે, તેમાં 480p સુધી રિઝોલ્યુશન સપોર્ટ પણ છે, પરંતુ તેની સાથે તમે કમ્પ્યુટર અથવા ટીવી પર એકાઉન્ટ એક્સેસ કરી શકો છો. જોકે, આ પ્લાન એક સમયે માત્ર એક જ ઉપકરણ મર્યાદા સાથે આવે છે.


Netflix ના સ્ટાન્ડર્ડ પ્લાનની કિંમત હવે 499 રૂપિયા પ્રતિ માસ છે. તે એક સાથે બે ઉપકરણો માટે સપોર્ટ સાથે આવે છે. તેનું રિઝોલ્યુશન 1080p છે. આ એકાઉન્ટ મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર કે ટેબલેટ પર એક્સેસ કરી શકાય છે.

Netflix ના સ્ટાન્ડર્ડ પ્લાનની કિંમત હવે 499 રૂપિયા પ્રતિ માસ છે. તે એક સાથે બે ઉપકરણો માટે સપોર્ટ સાથે આવે છે. તેનું રિઝોલ્યુશન 1080p છે. આ એકાઉન્ટ મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર કે ટેબલેટ પર એક્સેસ કરી શકાય છે. Netflixનો પ્રીમિયમ પ્લાન હવે 649 રૂપિયા પ્રતિ માસનો થઈ ગયો છે. તે 4K રિઝોલ્યુશન સપોર્ટ સાથે આવે છે. આ પ્લાન સાથે Netflixને એકસાથે ચાર ડિવાઇસ પર પ્લે કરી શકાશે. તેને એકસાથે મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર અને ટીવી પર એક્સેસ કરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2021 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK