° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


આઇફોનને વધુ યુઝફુલ બનાવતાં ફીચર્સ

17 June, 2022 12:13 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ઍપલે iOS 16નાં મેજર ફીચર્સની જાહેરાત કરી છે, પરંતુ કેટલાંક નાનાં-નાનાં ફીચર્સ પણ છે જે આઇફોનના ઉપયોગને વધુ સરળ બનાવે છે

આઇફોનને વધુ યુઝફુલ બનાવતાં ફીચર્સ ટેક ટૉક

આઇફોનને વધુ યુઝફુલ બનાવતાં ફીચર્સ

ઍપલે વર્લ્ડ વાઇડ ડેવલપર કૉન્ફરન્સમાં એની iOS 16ની જાહેરાત કરી છે. આ ઑપરટિંગ સિસ્ટમમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે તેમ જ વિજેટ અને ફોટો કટઆઉટ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. એની સાથે જ ફુલ્લી કસ્ટમાઇઝ્ડ લૉક સ્ક્રીન, નોટિફિકેશન ઇમ્પ્રૂવમેન્ટ અને ફોકસ ફીચરમાં પણ ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જોકે આ નવી ઑપરટિંગ સિસ્ટમમાં ફક્ત આટલાં જ ફીચર્સ છે એવું નથી. એમાં એવાં ઘણાં ફીચર્સ છે જેનો ઉલ્લેખ ઇવેન્ટમાં કરવામાં નથી આવ્યો અને કરવામાં આવ્યો હોય તો પણ ઉપરછલ્લો હોય. તો આજે આપણે આઇફોન અને આઇપૅડની નવી ઑપરટિંગ સિસ્ટમમાં આવનારાં કેટલાંક ફીચર્સ વિશે જોઈએ.
ફિટનેસ | ઍપલે એના ડિવાઇસમાં હેલ્થ ઍપ્લિકેશન આપી છે, પરંતુ આઇવૉચનો ઉપયોગ કરનારાઓ માટે એક ફિટનેસ ઍપ અલગથી બનાવવામાં આવી છે. આઇવૉચ પહેરનારા માટે સાઇકલ, વૉક અથવા દોડવાથી લઈને કેટલી વાર ઊભા થયા અને માઇન્ડફુલનેસ જેવી બાબતને ટ્રૅક કરવા માટે આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હવે આઇવૉચ વગરના ઍપલ યુઝર પણ એ ઍપ્લિકેશનનો ઉપયોગ ફોનમાં કરી શકશે. આ ઍપ્લિકેશન આઇફોનના સેન્સરનો ઉપયોગ કરતી હોવાથી એટલી ઍક્યુરેટ નહીં હોય તેમ જ હાર્ટ-રેટ અને બ્લડ ઑક્સિજન લેવલ પણ એમાં ચેક નહીં થાય. ફક્ત જનરલ હેલ્થ માટે એ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે.
પ્રાઇવસી ઍક્સેસ હિસ્ટરી | ઍપલ હંમેશાં પ્રાઇવસી પર ફોકસ કરતું આવ્યું છે. એની ઍપ સ્ટોર માટેની ઍપ્લિકેશન માટે પણ કેટલાક રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન છે. એમ છતાં ઍપ્લિકેશન કોઈ ને કોઈ રીતે યુઝર્સના ડેટા પર નજર રાખે છે. આથી ઍપલ નવું ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની મદદથી જે-તે ઍપ્લિકેશન જે-તે સમયે કયાં-કયાં ફીચર્સનો ઉપયોગ કરે છે એ દેખાડશે. ઉદાહરણ તરીકે માઇક્રોફોન અથવા તો લોકેશનનો ઉપયોગ થતો હશે તો એ ઉપર સિમ્બૉલ દ્વારા દેખાડવામાં આવશે. આ સિમ્બૉલ પર ક્લિક કરીને જે-તે ઍપ્લિકેશન પર રિસ્ટ્રિક્શન લગાવી શકાશે. આથી સીક્રેટ્લી લોકેશન ડેટા ઍક્સેસ કરતી ઍપ્લિકેશનને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે.
લૉક ફોટો આલબમ | આ ફીચર સૌથી અગત્યનું અને જરૂરી છે. આઇફોનમાં ઘણા પ્રાઇવેટ ફોટો હોય છે અને એ ફોટો લોકોની નજરમાં ન આવે એ માટે એને હાઇડ કરવા આઇફોનમાં ખરેખર જરૂરી છે. આઇફોને હાઇડ કરવાનું ફીચર તો આપ્યું છે, પરંતુ જેને એની જાણ હોય તે અનહાઇડ પણ કરી શકે છે. આથી ઍપલે હવે ફોટો આલબમ જ લૉક કરવા માટેનું ફીચર આપી દીધું છે. આથી યુઝરે કોઈને ફોન આપ્યો હોય અને તે ચોરીછૂપી ફોટો ઍપમાં જઈને ફોટો જોવાની કોશિશ કરે તો પણ આલબમ લૉક હશે એટલે તે ફોટો નહીં જોઈ શકે.
સૉફ્ટવેર અપડેટ સિસ્ટમ | ઍપલે ઑપરેટિંગ સિસ્ટમને ઑટોમૅટિક અપડેટ ઑન કરવા માટેનું ફીચર ઘણા સમયથી આપ્યું છે. જોકે હવે એમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવામાં આવી રહ્યું છે. સિક્યૉરિટી અપડેટ માટે હવે યુઝર પાસે વારંવાર પરવાનગી લેવાની જરૂર નહીં રહે. એક વાર આ ફીચર ઑન કરી દીધા બાદ એ જાતે જ ઇન્સ્ટૉલ થઈ જશે અને એને રી-સ્ટાર્ટ કરવાની પણ જરૂર નહીં પડે.
આઇમેસેજિસ ઇમ્પ્રૂવમેન્ટ |  આઇમેસેજનો ઉપયોગ ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ તરીકે પણ કરવામાં આવે છે. ઇન્ટરનેટની મદદથી આઇફોન યુઝર્સ મેસેજ ઍપ્લિકેશનનો ઉપયોગ વૉટ્સઍપની જેમ કરી શકે છે. જોકે આ સુવિધા તો ઘણા વખતથી છે, પરંતુ હવે એમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવામાં આવ્યું છે. એક વાર મેસેજ મોકલી દીધો હોય તો પણ એને ફરી એડિટ કરી શકાશે. જોકે એ માટે ટાઇમ-લિમિટ હોઈ શકે છે, પરંતુ એ તો ઑફિશ્યલી લૉન્ચ થયા બાદ જ ખબર પડશે. આ સાથે જ આઇમેસેજમાં આવતા વૉઇસ મેસેજ બટનને કાઢી નાખવામાં આવ્યું છે અને એની જગ્યાએ ડિક્ટેશન બટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૉઇસ મેસેજ બટન ખૂબ જ નાનું હતું, પરંતુ ડિક્ટેશન બટનનો આઇમેસેજના ઍપબારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આથી એની વિન્ડો મોટી હોવાથી એનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકશે.
વિડિયો પ્લેયર યુઝરઇન્ટરફેસ | ઍપલનું ડિફૉલ્ટ વિડિયો પ્લેયર છેલ્લા થોડા સમયથી સતત બદલવામાં આવી રહ્યું છે. હજી પણ કંપનીને સંતોષ ન થયો હોય એવું લાગી રહ્યું છે એટલે એમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ પ્લેયરમાં કી કન્ટ્રોલ્સ જેવા કે સ્ટાર્ટ-સ્ટૉપ, વૉલ્યુમ, ઍરપ્લે અને ફાસ્ટ ફૉર્વર્ડ જેવાં બટનોને રીડિઝાઇન કરીને વધુ સરળ બનાવવામાં આવ્યાં છે. આ નવું ઇન્ટરફેઝ યુટ્યુબ જેવું લાગી રહ્યું છે. આ સાથે જ લાઇવ ટેક્સ્ટ ફૉર વિડિયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ફોટો કે સ્ક્રીનશૉટ કે કૅમેરાની મદદથી કોઈ પણ ટેક્સ્ટને કૉપી કરી શકાતું હતું. જોકે હવે ઍપલે આ ફીચર વિડિયો માટે પણ આપી દીધું છે. કોઈ પણ વિડિયોમાં ટેક્સ્ટ આવતી હોય તો એને કૉપી કરવા અથવા તો એનો મતલબ જોવા માટે આ ફીચરનો ઉપયોગ કરી શકાશે. ઉદાહરણ તરીકે ફિલ્મ જોતા હોઈએ અને કોઈ શબ્દ સમજમાં ન આવ્યો હોય તો ત્યાં જ વિડિયો પૉઝ કરીને એ વર્ડ પર ક્લિક કરીને એનો અર્થ જાણી શકાશે.

17 June, 2022 12:13 PM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

આસપાસની રેસ્ટોરાં, શૉપિંગ સ્ટોર શોધવા માટે સોશ્યલ મીડિયા કઈ રીતે વાપરશો?

તમારા મોબાઇલમાં ટ‍્વિટર, વિકીપીડિયા, સ્નૅપચૅટ કે ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા થકી પણ તમે અજાણી જગ્યાએ હો તોય આસપાસમાંથી કેટલાંક જાણીતાં લોકેશન્સ શોધી શકો છો. એ કઈ રીતે શક્ય છે એ જાણીએ

05 August, 2022 08:55 IST | Mumbai | Harsh Desai
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

ઑગસ્ટથી જ દેશમાં શરૂ થઈ જશે 5G સેવાઓ: આ કંપની કરશે શરૂઆત

5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G યુઝર્સ હશે

04 August, 2022 06:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી

હવાઈ મુસાફરી દરમ્યાન ખોવાયેલા લગેજને શોધી આપશે આ ગૅજેટ્સ

ઍરલાઇન્સમાં ઘણી વાર લગેજ ખોવાઈ જાય છે અથવા તો એ પાછળ રહી જાય છે અને એવા સમયે એને ટ્રૅક કરતા રહેવા માટે કેટલાંક ડિવાઇસ મદદરૂપ થઈ શકે છે

29 July, 2022 11:59 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK