તમે પણ વાપરો છો Face App? તો પહેલા જાણી લો તેની પ્રાઈવસી પોલિસી
તમે પણ વાપરો છો Face App?
આજકાલ તમે સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં તમને જોવા મળશે લોકો બુઢા થશે તો કેવા લાગશે તેના ફોટોસ. આ છે ફેસ એપનો કમાલ. જે તમારો ફોટો લે છે અને તમે બુઢા થશો તો કેવા થશો તે બતાવે છે. આ એપ્લિકેશનની પ્રાઈવસી પોલિસીને લઈને પણ હોબાળો મચી રહ્યો છે. ત્યારે જાણો તેના વિશે.
એક એવી એપ્લિકેશન જેના પર લોકો પોતાને બુઢા જોઈને મજા લઈ રહ્યા છે. જે સ્ટાર મંદિર અને જીમ જઈને પણ હજારોનો મેકઅપ કરાવે છે, તે પણ પોતાની બૂઢી તસવીરો શેર કરે છે. કારણ કે તે ટ્રેન્ડિંગ છે. અને ટ્રેન્ડમાં રહેવું કોને પસંદ નથી. લાત મારીને બોટલનું ઢાંકણ ખોલવાનું હોય કે બરફથી નહાવાનું હોય. આ ટ્રેન્ડનો તાવ લોકોને ચડે જ છે.
સવાલ છે પ્રાઈવસીનો, સવાલ છે ડેટાનો. તમારી જાણકારી ચોરવાનો સવાલ છે. કારણ કે તમામનું વહીખાતું મોબાઈલમાં જ રહે છે. તો લોકો સવાલ એ કરી રહ્યા છે કે ક્યાક બુઢા દેખાવાના ચક્કરમાં જવાની ખરાબ ન થઈ દાય. કેવી રીતે? તમામ લોકોના ફોનમાં એવી માહિતી અને ફોટોસ હોય છે. જે ક્યારેય બહાર ન આવવા જોઈએ.
આવું થાય પણ છે. કારણ કે આ જ વર્ષે મે મહિનામાં સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આવા જ પ્રકારના એક એપ્લિકેશને પહેલા કરોડો લોકોની તસવીરોનું ફેશિયલ રેકગ્નિશનનો એપ બનાવવામાં ઉપયોગ કર્યો. અને પછી ત્રીજી પાર્ટીને વેચી દીધા. તો સવાલ એ છે આખરે પ્રાઈવસી પોલિસી છે શું?
If you use #FaceApp you are giving them a license to use your photos, your name, your username, and your likeness for any purpose including commercial purposes (like on a billboard or internet ad) -- see their Terms: https://t.co/e0sTgzowoN pic.twitter.com/XzYxRdXZ9q
— Elizabeth Potts Weinstein (@ElizabethPW) July 17, 2019
ADVERTISEMENT
આવી છે પ્રાઈવસી પોલિસી
પોલિસી વાંચે જ છે કોણ? ડાઉનલોડ કરતા પહેલા બસ ખાલી ટિક કરી દઈએ છે. પણ તે વાંચવું જરૂરી છે. ફેસએપના પોતના ઘણા બધા નિયમો છે. જેમાં એ છે કે પહેલા તો તેઓ તમારી પાસે પરમિશન માંગે છે. અને તેને ટ્રાન્સફર પણ કરે છે. એટલે કે તમારો ડેટા વાપરવા માટે તમારી પાસે લાઈસન્સ માંગે છે. અને પાછું એવું પણ છે કે તેઓ સબ-લાઈસન્સ પણ આપી શકે. જેનો અર્થ એવો થયો કે તમારી ચાવી તમે રાખો, અમે તો લોકોને નકલી ચાવી આપીશું. હવે તમે વિચારો તમારા ફોનમાં શું છે? તમારો પ્રાઈવેટ ડેટા છે. તમારા મેસેજીસ છે. બીજી તો ખબર નહીં કેટલી વિગતો છે.
Official answer from FaceApp.
— Elliot Alderson (@fs0c131y) July 17, 2019
I was right ? pic.twitter.com/Lq3WmbhddY
હવે આ બધા પર કંપનીની સફાઈ પણ આવી છે. તેમાં પણ ખેલ છે. કંપની કહે છે કે તેઓ ત્રીજી પાર્ટીને ડેટા નહીં આપતા પરંતુ પાર્ટનર કંપનીને કહી શકે છે.
અમેરિકાના કાઉન્સિલર Chuck Schumerએ તો ફેસ એપની તપાસ માટે કહ્યું છે.
BIG: Share if you used #FaceApp:
— Chuck Schumer (@SenSchumer) July 18, 2019
The @FBI & @FTC must look into the national security & privacy risks now
Because millions of Americans have used it
It’s owned by a Russia-based company
And users are required to provide full, irrevocable access to their personal photos & data pic.twitter.com/cejLLwBQcr
આ પણ વાંચોઃ Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ
કંપનીનો રેકૉર્ડ પણ સાફ નહીં
ફેસ એપ કંપની રશિયાની છે. આ એપ આજકાલનું નથી પરંતુ બે વર્ષ જુનું છે. જ્યારે તે શરૂ થઈ ત્યારે તેમાં તસવીરને HOT બનાવવાનો પણ એક ઓપ્શન હતો. જો કે બાદમાં તેના પર રંગભેદનો આરોપ લાગ્યો હતો અને કંપનીએ માફી પણ માંગી હતી. તો હવે તમારી સુરક્ષા તમારા હાથમાં છે.


