કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વિશે જાણો વધુ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આપણી કિડની લોહીમાંથી નકામા કચરાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. કિડની શરીરમાંના નકામા કચરાને પેશાબ દ્વારા દૂર કરે છે. કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે, જે ફક્ત ઇલેક્ટ્રોલાઇટને સંતુલિત રાખે છે અને આપણને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. જ્યારે શરીરમાં હાજર બંને કિડની તેમનું કાર્ય કરવામાં અસમર્થ હોય, ત્યારે વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે. આજે વિશ્વ કિડની દિવસ (World Kidney Day) નિમિત્તે જાણીએ કે, વ્યક્તિને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડે છે? શું છે કિડની ટ્રાન્સપ્લાન્ટ?
દર વર્ષે ૯ માર્ચ ‘વિશ્વ કિડની દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસને ઉજવવાનો એકમાત્ર ઉદ્દેશ છે, કિડનીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાનો.
ADVERTISEMENT
કિડની ટ્રાન્સપ્લાન્ટ શા માટે કરવામાં આવે છે?
જે લોકોની કિડની નિષ્ફળ જાય છે તેમને સામાન્ય રીતે ડાયાલિસિસ કરાવવાનું હોય છે. જે એક પ્રકારની સારવાર છે. જ્યારે ડાયાલિસિસથી દર્દીની કિડનીને કોઈ ફરક નથી પડતો ત્યારે તેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. ટ્રાન્સપ્લાન્ટમાં, દર્દીની એક અથવા બન્ને કાઢી નાખવામાં આવે છે અને ડોનરે આપેલી કિડની શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટમાં શું થાય છે?
કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીને ડાયાલિસિસ અથવા દવાઓ અને ઘણા પ્રકારના ચેપથી બચવા માટે મદદ કરે છે. ટ્રાન્સપ્લાન્ટ પછી, વ્યક્તિ વધુ સારું જીવન જીવવા માટે સક્ષમ છે. જો કે ટ્રાન્સપ્લાન્ટ દરેકને અનુકૂળ હોય તે જરૂરી નથી. સામાન્ય રીતે જેમનું વજન વધારે હોય અથવા કોઈ રોગથી પીડિત હોય તો તેમની માટે કિડની ટ્રાન્સપ્લાન્ટની મુશ્કેલીઓ વધી જાય છે.
ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પછી પણ ઘણા લોકોને અનેક તકલીફો થાય છે. રક્તસ્રાવ, ચેપ અને પીડા સામાન્ય બાબત છે. જોકે, આ સમસ્યાઓનો સામનો સરળતાથી થઈ શકે છે. ફક્ત પાંચ ટકા વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટનું જોખમ હોય છે જે ટ્રાન્સપ્લાન્ટ પછીના પ્રથમ છ મહિનામાં વધારે છે. મોટાભાગના કિસ્સાઓમાં ચવાથી સારું થઈ જાય છે. તે જ સમયે, કિડની ડોનરને ટ્રાન્સપ્લાન્ટ પછી કોઈપણ પ્રકારની દવાઓની જરૂર હોતી નથી અને તે તંદુરસ્ત જીવન જીવી શકે છે.
આ પણ વાંચો - જે સહાનુભૂતિ હાર્ટ પેશન્ટને મળે છે એ એપિલેપ્સીના દરદીને કેમ નહીં?
કિડની ટ્રાન્સપ્લાન્ટની મદદથી ક્રોનિક કિડની રોગ અથવા રીનલ રોગના છેલ્લા સ્ટેજની સારવાર કરવામાં મદદ કરે છે. આ દર્દીને વધુ સારું લાગે છે અને લાંબું જીવન જીવે છે.
ડાયાલિસિસની તુલનાએ આ છેકિડની ટ્રાન્સપ્લાન્ટના ફાયદા
- દર્દીનું જીવન સારું અને સરળ થઈ જાય છે
- દર્દીના મૃત્યુનું જોખમ ઓછું થાય છે
- ખાવા-પીવા પરના પ્રતિબંધો નહીંવત્ત થઈ જાય છે
- સારવારના ખર્ચમાં પણ ઘટાડો થાય છે
આ પણ વાંચો - પ્રી-ડાયાબેટિક સ્ટેજમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે
ડોનરને શું થાય છે તકલીફ?
કિડની ડોનરને સર્જરી પછી અમુક તકલીફો થઈ શકે. હરણીયા, આંતરડાની તકલીફ, હાર્ટ એટેક હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, ક્રૉનિક દર્દ, ડાયાબિટીઝ વગેરે તકલીફો થવાની સંભાવના છે. ક્યારેક કોઈક કિસ્સામાં ડોનેટ કરેલી કિડની પણ ફેઇલ થવાની સંભાવના રહે છે.

