° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


મારા બાળકનું મોં લાંબું થઈ ગયું છે તો શું કરવું?

27 May, 2022 01:55 PM IST | Mumbai
Dr. Rajesh Kamdar | askgmd@mid-day.com

ચહેરાનો આકાર પણ સમય જતાં બદલાતો હોય છે કે શું? તેના દાંત પણ એને કારણે એકદમ ભેગા-ભેગા લાગે છે. શું આ નૉર્મલ છે? આમાં કશું ચિંતાજનક તો નથીને? 

મિડ-ડે લોગો ઓ.પી.ડી.

મિડ-ડે લોગો

મારો દીકરો ૧૫ વર્ષનો છે. હાલમાં અમે તેના નાનપણના ફોટો જોઈ રહ્યા હતા ત્યારે અમને લાગ્યું કે તેનો ચહેરો જન્મ્યો ત્યારે ગોળ હતો, પરંતુ હવે એ લાંબો થઈ ગયો છે. ચહેરાનો આકાર પણ સમય જતાં બદલાતો હોય છે કે શું? તેના દાંત પણ એને કારણે એકદમ ભેગા-ભેગા લાગે છે. શું આ નૉર્મલ છે? આમાં કશું ચિંતાજનક તો નથીને? 
   
પહેલાં તો મારે એ જાણવું છે કે તમારું બાળક શ્વાસ ક્યાંથી લે છે? નાકમાંથી કે મોઢેથી? ‍તે સૂતું હોય ત્યારે જુઓ કે તે મોઢું ખુલ્લું રાખીને સૂએ છે કે પછી ટીવી જોતું હોય કે બેઠું હોય ત્યારે અનાયાસ જ તેનું મોઢું ખૂલી જાય છે? મોઢેથી શ્વાસ લેવાની આદત તમારા બાળકના લાંબા ચહેરા માટે જવાબદાર હોઈ શકે છે. બાળકનો જન્મ થાય ત્યારે જેવો ચહેરો હોય હંમેશાં જીવનભર એવો જ રહેતો હોય છે. જો એ લાંબો થાય તો એની પાછળ મોઢેથી શ્વાસ લેવાનું કારણ મુખ્ય છે. ચહેરો પહેલાં કરતાં ખૂબ લાંબો થઈ ગયો હોય ત્યારે દાંત એકદમ નજીક-નજીક ઊગી જાય છે. એને લોઅર ફેસ સિન્ડ્રૉમ કહે છે. 
કુદરતી રીતે બાળક નાક દ્વારા શ્વાસ લે છે. જ્યારે તે નાક દ્વારા શ્વાસ લે છે ત્યારે તેના નાકમાં રહેલા વાળ હવામાં રહેલો કચરો કે બૅક્ટેરિયાને રોકી લે છે. આ નાકમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે અને એને લીધે શ્વાસ વ્યવસ્થિત ન લઈ શકાય તો બાળકનું મોઢું આપમેળે ખૂલી જાય છે અને તે મોઢેથી શ્વાસ લે છે. આમ જો તમારા બાળકનું મોઢું લાંબું થઈ ગયું છે અને જો તેને મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાની આદત છે તો પછી એની પાછળનું કારણ જાણવું ખૂબ અગત્યનું છે. 
જો બાળકને નાનપણથી શરદીનો કોઠો હોય તો શરદી વારંવાર થતી હોવાને લીધે મોઢેથી શ્વાસ લેવાની આદત પડી જાય છે. આ એક સામાન્ય કારણ છે જેને લીધે બાળકોમાં મોઢેથી શ્વાસ લેવાની આદત હોય છે. આ સિવાય કાકડાની તકલીફ, સ્લીપ ઍપ્નિયા જેવા રોગો પણ આ આદત પાછળ જવાબદાર હોઈ શકે છે. એટલે નિદાન અનિવાર્ય છે. મોઢાનો જે શેપ થઈ ગયો છે એ તો બદલી શકાય નહીં; પરંતુ એક વાર આ માટે ડેન્સ્ટિસ્ટને બતાવવું જરૂરી છે, કારણ કે જો બાળકના દાંતમાં સડો હોય તો પણ જોઈ શકાય. જે બાળકો ખુલ્લા મોઢે સૂતાં હોય છે તેમના દાંતમાં સડાની તકલીફ અવારનવાર થતી હોય છે.

27 May, 2022 01:55 PM IST | Mumbai | Dr. Rajesh Kamdar

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

તાવ ન ઊતરે તો કેટલા દિવસ રાહ જોવાની?

હું તેને દર વખતે જે પૅરાસિટામૉલ આપું છું એ જ આ વખતે પણ આપી, પણ તેના પર દવા કેમ કામ કરતી નથી? શું તેને કોવિડ હશે?

01 July, 2022 09:42 IST | Mumbai | Dr. Pankaj Parekh
હેલ્થ ટિપ્સ

પતિને ફરીથી કોવિડ થયો છે ત્યારે શું ધ્યાન રાખવું?

મારા પતિ ૬૮ વર્ષના છે અને તેમને દોઢ વર્ષ પહેલાં કોવિડ થયો હતો ત્યારે હૉસ્પિટલમાં તેઓ ૨૦ દિવસ રહ્યા હતા

29 June, 2022 08:18 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

ઓવેરિયન રિઝર્વ ઓછું હોય તો શું કરવું?

મારા ડૉક્ટરના કહેવા મુજબ મારું ઓવેરિયન રિઝર્વ બૉર્ડરલાઇન પર છે. રિઝર્વ ઓછું હોવાનું કારણ શું? કોઈ રીતે એ વધારી શકાય? શું અમારે બાળક તાત્કાલિક પ્લાન કરવું જ પડશે?

28 June, 2022 03:04 IST | Mumbai | Dr. Suruchi Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK