Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા કમરના દુખવા પાછળ શું જવાબદાર છે?

તમારા કમરના દુખવા પાછળ શું જવાબદાર છે?

Published : 03 July, 2026 02:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાતાવરણમાં જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે સ્નાયુઓ જકડાઈ જાય છે જેની સીધી અસર એમની કાર્યક્ષમતા પર પડે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એવા હેલ્થ-પ્રૉબ્લેમ્સ જે ક્યાંક ને ક્યાંક આપણને બધાને જ હેરાન કરે છે અને સમય પ્રમાણે આ પ્રૉબ્લેમ્સ બસ વધતા જ ચાલ્યા છે. આવા પ્રૉબ્લેમ્સનો એક હિસ્સો છે બૅક પ્રૉબ્લેમ એટલે કે પીઠ અને કમરનો દુખાવો. અંગ્રેજીમાં પીઠ માટે અપર બૅક અને કમર માટે લોઅર બૅક એવા શબ્દો વાપરવામાં આવે છે, પરંતુ બન્નેને એકસાથે બૅક જ કહેવાય છે. પહેલાંના સમયમાં આ તકલીફ મોટા ભાગે ૫૦-૬૦ વર્ષ પછી જોવા મળતી. આજે આ પ્રકારનો ઉંમરનો કોઈ ભેદ જોવા મળતો નથી. ૨૦ વર્ષના યુવાનને પણ બૅકની તકલીફ હોઈ શકે છે. ઘણા લોકોને વાતાવરણ કે તાપમાન બદલાતાંની સાથે પણ આ તકલીફ થતી જોવા મળે છે. મોટા ભાગના લોકો ઠંડીમાં હાડકાં, સ્નાયુ કે સાંધાના દુખાવાની ફરિયાદો કરતા હોય છે. 

વાતાવરણમાં જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે સ્નાયુઓ જકડાઈ જાય છે જેની સીધી અસર એમની કાર્યક્ષમતા પર પડે છે. એ જ રીતે જ્યારે વાતાવરણમાં ખૂબ જ ગરમી હોય કે મુંબઈમાં હોય છે એવી હ્યુમિડિટી કે ભેજ હોય તો સામાન્ય રીતે વ્યક્તિને પરસેવો ખૂબ વધારે થાય અને તેથી શરીરમાંથી મીઠાનું અને પોટૅશિયમનું પ્રમાણ ઘણા અંશે ઘટી જાય છે જેને કારણે લિગામેન્ટ્સ પર ખૂબ લોડ પડે છે. વળી વરસાદમાં સૂર્યનો તડકો આપણને ઘણો જ ઓછો મળે છે. આમ જેમને વિટામિન Dની ખામી છે તેમને આ તકલીફ વધુ થાય છે. આમ ક્યાંક ને ક્યાંક ઋતુઓનો ફેરફાર પીઠ અને કમર પર અસર તો કરે જ છે. 



વ્યક્તિનું પૉશ્ચર, ડાયટ, એક્સરસાઇઝ, જન્મજાત તકલીફો, સ્ટ્રેસ વગેરે જેવાં પરિબળો પણ કમરના દુખાવા માટે જવાબદાર છે. આજકાલ લોકોમાં બૅક પ્રૉબ્લેમનું પ્રમાણ પહેલાં કરતાં ખૂબ વધી ગયું છે એનું એક મુખ્ય કારણ સ્ટ્રેસ પણ છે. એક નાનુંઅમથું સ્ટ્રેસ પણ જો કમરને ઝુકાવી નાખતું હોય તો દિવસભરમાં આપણે એવું ઘણું સ્ટ્રેસ લઈએ છીએ જેની સીધી અસર કમર પર પડે છે. નાની ઉમરમાં બૅક પ્રૉબ્લેમ થવા પાછળનાં કારણોમાં સ્ટ્રેસ મુખ્ય છે.


કમર અને પીઠ બન્નેનો કે કોઈ એકનો કોઈને દુખાવો હોય તો ગરમ કે ઠંડો શેક કરવાની ઘણા લોકો સલાહ આપતા હોય છે. સમજવા જેવી બાબત એ છે આ શેક કરવાથી બૅક પ્રૉબ્લેમ તો જ ઠીક થાય જો એ પ્રૉબ્લેમ સ્નાયુઓનો પ્રૉબ્લેમ હોય. વળી આ પ્રકારના શેક એ દુખાવા પર અસર ચોક્કસ કરે છે, પરંતુ એ અસર રોગનાં લક્ષણો પર હોય છે. એટલે કે એનાથી દુખાવો દૂર થાય છે, દુખાવાનું કારણ નહીં. એના માટે તો નિષ્ણાત ડૉક્ટરની જ જરૂર પડે છે જે દુખાવાનું કારણ શોધી કાઢીને એનો ઇલાજ કરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK