Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

Published : 14 May, 2026 05:41 PM | IST | Ahmedabad
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

કદાચ આ જ કારણ છે કે લોકો હવે ફક્ત “દવા” નહીં, પરંતુ લાંબા ગાળા ના ઉકેલ  શોધી રહ્યા છે. અને એટલે જ વ્યાના ક્લિનિક ઘણા લોકોના જીવનમાં ફેરફાર લાવી રહ્યું છે. વ્યાના સમાજની એક જરૂરી સમસ્યાની સારવાર માટે કાર્યરત છે.

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.


પીઠનો દુખાવો આજકાલના સમયમાં ઘણો  સામાન્ય થઇ ચુક્યો છે. યુવાનોથી લઈને ઉંમર વાળા વ્યક્તિઓ સુધા આ તકલીફ અનુભવી રહ્યા છે. નોકરી પર જતા યુવાનો હોય કે શાળામાં બેસીને અભ્યાસ કરતો વિદ્યાર્થી, પોતાનો ધંધો ચલાવતો વ્યક્તિ હોય કે ઘરેથી નોકરીની ફરજ બજાવતો કર્મચારી, દરેક માણસ મોટા ભાગે બેઠાળુ જીવન વિતાવી રહ્યા છે. નવા જમાનાની જીવનશૈલી જ કમરના દુખાવાનું મુખ્ય કારણ બન્યું છે. જમાના પ્રમાણેની જીવનશૈલી કમર ની તેમજ કરોડરજ્જુની (Spinal cord) સમસ્યામાં દિવસે ને દિવસે વધારો કરી રહ્યું છે.  એક સમય હતો જ્યારે “કમરનો દુખાવનો” શબ્દ સાંભળતાં જ લોકોના મનમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની છબી ઉભી થતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે.

અમદાવાદ જેવા શહેરમાં આ સમસ્યામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઓફિસ, કોર્પોરેટ અને નોકરી કરતા લોકોમાં વધારો થયો છે તેવામાં, બદલાતી જીવનશૈલી કમરના અને પીઠના દુખાવાનું મુખ્ય કારણ બન્યું છે.



હાલના સમયમાં સામાન્ય બની ચુકી આ તકલીફ સામે અમદાવાદ સ્થિત ફિઝિયોથેરાપી માટે વ્યાના ક્લિનિક કાર્યરત છે. નવરંગપુરામાં આવેલ આ ક્લિનિકમાં દરેક પ્રકારની શારીરિક સમસ્યાનો યોગ્ય ઉકેલ મળી રહે છે. અહીં ફિઝિયોથેરાપીની મદદથી દર્દીઓની સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે.


કમરનાં દુખાવાનાં મુખ્ય કારણો

આપણે દરેકે આપણા રોજિંદા જીવનમાં કેટલીક કુટેવોનું અવલોકન કર્યું હશે. આપણી બેસવાની પદ્ધતિ, ઓફિસમાં સતત એક જ જગ્યા એ બેસીને કામ કરવાની ટેવ અને પલંગ પર કરોડરજ્જુ ને તકલીફ પડે તે રીતે બેસવાની ટેવ. જે તકલીફ સામાન્ય રીતે આધેડ વયે શરીર માં પ્રવેશ કરતી તે હવે યુવાન વયે શરીર માં પોતની જગ્યા બનાવી લે છે. આ સમસ્યા ના કેટલાક મુખ્ય કારણો સમજીયે:


  • સતત એક સ્થિતિમાં બેસવું  
  • ટ્રાફિકમાં લાંબા સમય સુધી ગાડી કે બાઈક પર બેસવું  
  • શારીરિક શ્રમમાં ઘટાડો  
  • કમર ટટ્ટાર રાખીને ન બેસવું  
  • કમ્પ્યુટર કે લેપટોપ પર સતત કામ કરવું  

આ તમામ બાબતો હાલના સમયમાં રોજિંદા જીવનના ભાગ બની ગયા છે. વ્યક્તિ જાગૃત છે કે આ તેવો શરીરને લાંબા ગાળે નુકસાન પોહોચાડે છે છતાં તે ઘણી બાબતો બદલી શકતો નથી. અમદાવાદમાં આજે જીમ, કેફે અને કામ કરવાની જગ્યાઓ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ સાથે સાથે શરીરને લઈને જાગૃતિ પણ વધવી જરૂરી છે. આપણી ધગસ વધી રહી છે, પણ શરીરની ક્ષમતા ધ્યાનમાં રાખવી પણ એટલી જ જરૂરી છે.

થોડા વર્ષોની પરિસ્થિતિ તદ્દન જુદી હતી. ઘરના દરેક કામ વ્યક્તિઓ જાતે જ કરતા. ઘરની સફાઈ હોય કે માળિયા પર ચઢીને વસ્તુઓ ઉતારવી, રસોઈ હોય કે ગેસના બાટલા ઉચકવા. આ બધી શારીરિક પ્રવૃત્તિ રોજિંદા જીવનનો જ ભાગ હતી. જેતે સમયે જીમના પૈસા ભરીને શારીરિક શ્રમ કરવાની જરૂર વર્તાતી જ નહિ. પણ જમાના પ્રમાણે બદલાવું પણ જરૂરી છે. પરંતુ જમાનાની ઝડપે પોતાના શરીરને ભૂલવાનું જોખમ ભારે પડી શકે છે.

શારીરિક દુખાવાની સમસ્યા નો સાચો ઉકેલ

આપણા લોકો આ સમસ્યા વિષે જાગૃત તો થઇ રહ્યા છે પરંતુ સાચી સારવાર અને કેળવણીનું માર્ગદર્શન ક્યાંક ખૂટતું હોય તેમ જોવા મળે છે. કમરના દર્દીઓ મોબાઇલ કે સોશ્યિલ મીડિયાથી માહિતી લઈને તેને જ સાચી માની બેસે છે. અને તે પ્રમાણે વર્તવાનું શરુ કરી દે છે. મોબાઈલ કે ટીવી પર જોઈને માની બેસે છે કે આ જ સમસ્યા નો સાચો ઉકેલ હશે. પરંતુ આ રીતે ઉકેલ લાવવો ખોટો જ નહિ, વધુ હાનિકારક બની શકે છે.

પોતે સારવાર શરુ કરવામાં કઈ ખોટું નથી પરંતુ સારવાર માટેનું સાચું માર્ગદર્શન મેળવવું ઘણું જરૂરી છે. મીડિયાના વિવિધ માધ્યમ દ્વારા ઘણી ખોટી વાતો અને સલાહ આપણ સુધી પોહોંચેં છે. ખોટી સલાહ આપણા સુધી પોહોચવાના કેટલાક રસ્તામાં સમાવેશ કરી શકાય:

  • ટીવી પર ચાલતા કાર્યક્રમો  
  • સોશ્યિલ મીડિયા ની રીલ 
  • મિત્રો ની સલાહ  
  • સગા વહાલાના ઘરેલુ નુસખા    

પરંતુ આ તમામ માહિતી આપતો વ્યક્તિ શું સાચી સલાહ આપવા લાયક છે કે નહિ તે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? અને કમરના દુખાવાની, કરોડરજ્જુની, પીઠની બધી સમસ્યા એવી છે કે દરેક દર્દી માટે સમાન ઉકેલ હોવા શક્ય નથી. છતાં તમે તે જ કસરત રોજ સવારે કરવાની શરુ કરો છો જે તમારો મિત્ર પણ કરી રહ્યો છે તો ચેતી જજો.

જ્યાં દરેક વ્યક્તિ ખોટી કે સાચી પરંતુ સલાહ આપવા આતુર છે તેવામાં જો તમે સાચા માર્ગદર્શનની શોધમાં છો તો વ્યાના  ક્લિનિક તમારી સમસ્યાઓનો  ઉકેલ બની શકે છે. વ્યાના ક્લિનિક રોજિંદી અને સામાન્ય બાબતોથી ઈલાજ કરવાનો શરુ કરે છે. સાચી બેસવાની અને સુવાની પદ્ધતિનું યોગ્ય માર્ગદર્શન દર્દીઓ સુધી પોહોચાડવાનું કાર્ય કરે છે.

વ્યાસા ક્લીનીકનું માનવું છે કે દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત, જરૂરિયાત અને તકલીફ અલગ હોય છે, માટે જ દરેકની સારવાર પણ અલગ હોવી જોઈએ. તેઓની ખાસ બાબત છે કે તેઓ દર્દીની જીવનશૈલી સમજ્યા બાદ જ સારવાર આપવાનું પસંદ કરે છે. વ્યાના કાર્યરત ફિઝિયોથેરાપિસ્ટનું કેહવું છે કે શારીરિક દુખાવો એક માધ્યમ છે જેથી શરીર વ્યક્તિ ને ચેતવણી આપે છે. આ સંદેશને સમજીને આપણે જેતે દુખાવાના ઉકેલ માટે પ્રયત્ન કરવા ખુબ જ જરૂરી છે.

શારીરિક સમસ્યા અને બેકપેઇનની તકલીફમાં ફક્ત એક વાર સારવાર મેળવીને સમાધાન લાવવું શક્ય નથી. આ પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન અને સાચી સારવાર ન મળે તો સમસ્યા ગંભીર પણ થઇ શકે છે. વ્યાના તેમના દર્દીનો સાથ ત્યાં સુધી નથી છોડતા જ્યાં સુધી તેઓ સાચા ઉકેલ સુધી ન પહોંચે.

કદાચ આ જ કારણ છે કે લોકો હવે ફક્ત “દવા” નહીં, પરંતુ લાંબા ગાળા ના ઉકેલ  શોધી રહ્યા છે. અને એટલે જ વ્યાના ક્લિનિક ઘણા લોકોના જીવનમાં ફેરફાર લાવી રહ્યું છે. વ્યાના સમાજની એક જરૂરી સમસ્યાની સારવાર માટે કાર્યરત છે. જો તમારા સગા વ્હાલા અથવા તમે પણ કમરના દુખાવાથી હેરાન છો તો એક વાર મુલાકાત જરૂર લેજો.

લાંબા ગાળાની રાહત તરફ એક પગલું

અમદાવાદ શહેર એક વિકાસશીલ શહેર છે. શહેર સતત વિકાસ તરફ પુરેપુરી ઝડપે દોડી રહ્યું છે. પણ વિકાસના રસ્તે ચાલવામાં પણ સાચુ માર્ગદર્શન જરૂરી છે. જીવનમાં ભાગ દોડ તો સતત રહેશે પરંતુ શરીર ની કેળવણી પણ ખુબ જરૂર છે.

વધતી જતી મોટી કંપની અને નવો જમાનો વ્યક્તિ ને માનસિક શ્રમ કરવા પ્રેરે છે પરંતુ શરીર તરફ ધ્યાન આપવો ઓછો કરી દે છે. આ જ જીવનશૈલી કારણ બન્યું છે આપણા શહેરમાં વધતા જતા બેકપેઇનના દર્દીઓનું. શહેર તો દોડે છે પણ શરીર સાચા સમયે કેળવણી અને આરામ માંગે છે. જો સાચી સારવાર આપતા ચુક્યા તો મુશ્કેલી વધશે અને વિકાસની ગતિ ધીમી પડી જશે. જવાબદારીઓનો ભાર ઊંચકવામાં કમરની ઇજા વધારશો નહિ. સાચી જગ્યા એ સારવાર કરાવો અને શરીરને વધુ જવાબદારી ઉચકવા સક્ષમ બનાવો.

જ્યાં આ સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યાં વ્યાના ફિઝિયોથેરાપી ક્લિનિક દર્દીઓ ને સાચો માર્ગ ચીંધે છે. તેઓ લાંબા સમયની રાહત ને વધારો આપે છે. વ્યક્તિ ને સમજીને તેમની સમસ્યાનો ઉકેલ લાવે છે. હાલના સમયમાં ફિઝિયોથેરાપી સામાન્ય જરૂરિયાત બની રહી છે તેવામાં વ્યાના લોકોની મદદ કરવા તત્પર છે. કમરના દુખાવાને અવગણો નહિ, સાચી સારવાર આપો. અને જો તમે પણ આ સમયનો સામનો કરી રહ્યા છો તો આજે જ મુલાકાત લો વ્યાના ક્લિનિકની.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 05:41 PM IST | Ahmedabad | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK