Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્ત્રી અને પુરુષ બન્ને પર ઓબેસિટી અલગ અલગ રીતે કામ કરે છે

સ્ત્રી અને પુરુષ બન્ને પર ઓબેસિટી અલગ અલગ રીતે કામ કરે છે

Published : 10 March, 2026 12:18 PM | IST | Mumbai
Yogita Goradia

સ્ત્રીઓને અને પુરુષોની ફૅટમાં ફરક હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


એક સ્ત્રી અને પુરુષ બન્નેનાં શરીર જુદાં છે માટે એમાં થતી તકલીફો પણ એકબીજાથી જુદી હશે. ઓબેસિટીનો પ્રૉબ્લેમ મોટા ભાગે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ઓછો જોવા મળે છે. લગભગ ૬૫ ટકા સ્ત્રીઓ પર ઓબેસિટીનું રિસ્ક હોય છે જયારે ૩૫ ટકા પુરુષોમાં ઓબેસિટીનું રિસ્ક રહે છે જે એક મોટો ગૅપ કહી શકાય. પુરુષોમાં સ્ત્રીઓ કરતા સ્ટ્રેસનું પ્રમાણ વધુ હોય છે. વળી પુરુષો કરતાં સ્ત્રીઓ પોતાનું સ્ટ્રેસ વધુ સારી રીતે હૅન્ડલ કરી શકે છે. સ્ટ્રેસ ઓબેસિટી પાછળનું એક મહત્ત્વનું કારણ છે. વળી આ સ્ટ્રેસ-રિલેટેડ ઓબેસિટી વધુ નુકસાનકારક ગણી શકાય. સ્ત્રીઓ પોતાના વેઇટને લઈને વધુ કૉન્શિયસ હોય છે પરંતુ પ્રેગ્નન્સી, હૉર્મોનલ ચેન્જિસ અને બીજાં કેટલાંક પરિબળોને કારણે તેના ઓબીસ હોવાના ચાન્સિસ ઘણા વધારે રહે છે.

ઉદાહરણ માટે જો એમ વિચારીએ કે એક સ્ત્રી અને પુરુષનું વજન સરખું ૯૦ કિલો જેટલું છે અને બન્નેનો બૉડી માસ ઇન્ડેક્સ એટલે કે હાઇટ મુજબ વેઇટ કેટલું હોવું જોઈએ એનો અંદાજ કાઢતો આંક જેને ટૂંકમાં BMI કહે છે એ પણ બન્નેમાં સરખો છે તો એક સ્ત્રી કરતાં પુરુષને મેટાબોલિક ડિસઑર્ડર જેમ કે બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ પ્રૉબ્લેમ્સ જેવા રોગોનું રિસ્ક ઘણું વધારે રહે છે. સ્ત્રીઓ ઓબીસ હોય તો તેમને પૉલિસિસ્ટિક ઓવરી ડિસીઝ, ઇન્ફર્ટિલિટી, થાઇરૉઇડ જેવી ઘણી સમસ્યા રહે છે. ઓબીસ સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન પણ તકલીફ થઈ શકે છે, પરંતુ આ તકલીફો તેના જીવન પર કોઈ રિસ્ક લાવતી નથી એટલે કે તેને મૃત્યુ સુધી ખેંચી જતી નથી. પરંતુ પુરુષોમાં આવતા મેટાબોલિક ડિસઑર્ડર તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે જે પોતાનામાં જ એક મોટું રિસ્ક છે.



સ્ત્રીઓને અને પુરુષોની ફૅટમાં ફરક હોય છે. સ્ત્રીના શરીરમાં ફૅટ તેની નીચેની બૉડી એટલે કે નીચેનું પેટ, સાથળ અને હિપ્સ પર જમા થાય છે જેને પેઅર શેપ એટલે કે પેરુ આકારની બૉડી કહે છે. જ્યારે પુરુષોમાં ફૅટ મોટા ભાગે ઉપરના પેટ પર જમા થાય છે જેને કારણે તેમની ફાંદ દેખાતી હોય છે આવા શરીરને ઍપલ શેપ એટલે કે સફરજન આકારનું શરીર કહે છે. આ પેઅર શેપ કરતા ઍપલ શેપ બૉડીનો આકાર વધુ નુકસાનકારક કહેવાય છે. સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હૉર્મોન હોય છે જે સ્ત્રીનું રક્ષક હૉર્મોન કહેવાય છે. ઓબેસિટીને લીધે સ્ત્રી પર જેટલા પણ રિસ્ક હોય છે એ રિસ્કથી સ્ત્રીને આ હૉર્મોન બચાવે છે. જ્યાં સુધી સ્ત્રીનો મેનોપૉઝ ટાઇમ આવતો નથી ત્યાં સુધી સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન હૉર્મોન પૂરતી માત્રામાં હોય છે, જેને કારણે સ્ત્રી મેનોપૉઝ પહેલાંના સમયમાં સુરક્ષિત રહે છે પરંતુ મેનોપૉઝ પછી એક સ્ત્રી અને એક પુરુષ બન્ને પર ઓબેસિટીનું રિસ્ક સમાન ગણાય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 12:18 PM IST | Mumbai | Yogita Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK