ન્યૂમોનિયા થકી દરવર્ષે અનેક મૃત્યુ થાય છે. ખાસ કરીને કોરોના વાયરસના સમય દરમિયાન, જ્યાં આ વાયરસ સીધું ફેફસાં પર જ અટેક કરે છે. કોવિડ-19ની જેમ જ અનેક લોકોને ન્યૂમોનિયા થયો, જેને કારણે તેમની રિકવરી મુશ્કેલ થઈ ગઈ.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
World Pneumonia Day : ન્યૂમોનિયા (Pneumonia) એક ઘાતક બીમારી છે, જેમના વિશે વધારે લોકો માહિતગાર નથી. આથી દર વર્ષે લોકોમાં આ બીમારીને લઈને જાગૃકતા વધારવા માટે 12 નવેમ્બરના (12th November) વિશ્વ ન્યૂમોનિયા દિવસ (World Pneumonia Day) ઉજવવામાં આવે છે. ન્યૂમોનિયા ફેફસા સાથે જોડાયેલું એક સામાન્ય ઇન્ફેક્શન છે, જે બેક્ટેરિયા કે વાયરસને કારણે થઈ શકે છે. આ બીમારી ભલે સામાન્ય છે, પણ એને હલ્કામાં લેવાની બૂલ ક્યારેય ન કરવી. ન્યૂમોનિયા થકી દરવર્ષે અનેક મૃત્યુ થાય છે. ખાસ કરીને કોરોના વાયરસના સમય દરમિયાન, જ્યાં આ વાયરસ સીધું ફેફસાં પર જ અટેક કરે છે. કોવિડ-19ની જેમ જ અનેક લોકોને ન્યૂમોનિયા થયો, જેને કારણે તેમની રિકવરી મુશ્કેલ થઈ ગઈ.
તાજેતરમાં જ એક રિસર્ચમાં જોવા મળ્યું કે ન્યૂમોનિયા થકી હાર્ટ અટેકનું જોખમ પણ વધી જાય છે. આમ તરત નથી થતું, પણ ન્યૂમોનિયાના નિદાનના એક મહિના પછી આનું જોખમ વધે છે, જે એક દાયકા સુધી જળવાયેલું રહે છે. તો જાણો આની સાથે જોડાયેલા લક્ષણો વિશે..
ADVERTISEMENT
શું છે હાર્ટ અટેક?
હાર્ટ અટેક હ્રદયની બીમારીનું સૌથી સામાન્ય રૂપ છે. આ ત્યારે વિકસિત થાય છે, જ્યારે આપણાં હ્રદયની રક્ત વાહિકાઓમાં કૉલેસ્ટ્રૉલ અને અન્ય પદાર્થ જમા થઈ જાય છે. ખાસ રીતે કોરોનરી ધમનીઓ જે હ્રદયને રક્તનો પૂરવઠો પહોંચાડે છે. રક્ત વાહિકાઓમાં કૉલેસ્ટ્રૉલ જામવાના અનેક કારણો હોય છે, જેમાં ડાએટ, લાઇફસ્ટાઈલ અને જેનેટિક્સ સામેલ છે. રક્ત વાહિકાઓમાં કોઈપણ પદાર્થનું જામવું જોખમકારક છે, કારણકે આથી હ્રદય અને બીજા અંગ સુધી પહોંચતા લોહીમાં અડચણ પેદા થાય છે. બ્લડ સપ્લાય અટકવાથી સ્ટ્રોક કે હાર્ટ અટેક આવી શકે છે.
ન્યૂમોનિયા એક એવું સંક્રમણ છે જેને કારણે આખા શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન પેદા થાય છે. ઇન્ફ્લેમેશનને કારણે અન્ય મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે, જેમાં હાર્ટ અટેક પણ સામેલ છે. શું આ જોખ માત્ર હ્રદયના દર્દીઓમાં જ જોવા મળે છે?
આ જોખ માત્ર હ્રદયના દર્દીઓ સુધી સીમિત નથી. ન્યૂમોનિયાથી આકા શરીરમાં સોજો પેદા થાય છે, જે હાર્ટ અટેકનું જોખમ કોઇનામાં પણ વધારી શકે છે. સોજો આપણાં શરીરમાં દરેક પ્રકારની પ્રણાલીઓના સામાન્ય કાર્યમાં હસ્તક્ષેપ કરી શકે છે, ખાસ તો હ્રદયમાં. જે હાર્ટ અટેકને ન્યૂમોનિયાની સૌથી સામાન્ય જટિલતાઓમાંનો એક બનાવે છે.
આ પણ વાંચો : ટીવી જોવાથી ચશ્માંના નંબર વધતા જાય છે
ન્યૂમોનિયામાં હાર્ટ અટેક સાથે જોડાયેલા સામાન્ય લક્ષણો કેવા હોઈ શકે છે?
1. દર્દીને લાંબા સમય સુધી ICUમાં દાખલ રહેવાની જરૂર પડી રહી છે.
2. જે દર્દીના 30 ફેફસાં પ્રભાવિત છે.
3. જે દર્દીનું બ્લડ પ્રેશર ઘટે છે.
4. જે દર્દીમાં ઇન્ફ્લેમેશન ઉચ્ચ હોય.
5. જે દર્દી વેન્ટિલેટર સપૉર્ટ પર હોય.


