દસ વર્ષની ગરમીનો રેકૉર્ડ મુંબઈએ ત્રણ દિવસ પહેલાં જ તોડ્યો છે અને કહી શકાય કે આ તો હજી શરૂઆત છે. અર્બન હીટ આઇલૅન્ડ ઇફેક્ટને કારણે વધી રહેલા શહેરીકરણમાં મુંબઈમાં ગરમી સામાન્ય હોય એના કરતાં બે ડિગ્રી વધારે મહસૂસ થઈ રહી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લાં દસ-બાર વર્ષનો ગરમીનો રેકૉર્ડ મુંબઈમાં ગયા મંગળવારે તૂટ્યો. ઉનાળો હવે જામી ગયો છે અને મુંબઈગરાને ભાગ્યે જ અનુભવવા મળે એવી હીટવેવની અસર હવે ઘટી ગઈ છે. ગરમીનો પારો થોડોક નીચે ઊતર્યો છે પરંતુ ઉનાળો હજી પૂરો નથી થયો અને એટલે જ આવનારા સમયમાં ગરમીની આનાથીયે વધુ તીવ્ર બળતરાનો અનુભવ મળી શકે છે ત્યારે મુંબઈમાં બદલાઈ રહેલા વાતાવરણનો જુદી રીતે પ્રભાવ પડવાનું કારણ શું? મુંબઈ કોસ્ટલ એરિયા હોવાને નાતે અહીંનું ટેમ્પરેચર સ્વાભાવિક રીતે સંતુલિત જ રહેતું આવ્યું છે એ ટ્રેન્ડ શું હવે બદલાવાની દિશામાં છે? મુંબઈગરા, જે આવા પ્રકારની હીટવેવથી ટેવાયેલા નથી, તેમણે વધી રહેલી ગરમીને બૅલૅન્સ કરવા માટે શું કરવું જોઈએ એ વિષય પર પણ ચર્ચા કરીએ આજે.