કોઈ પણ નિયમ, કોઈ પણ સમય અને જગ્યા માટે તૈયાર ઇલૉન મસ્ક
લાઇફમસાલા
માર્ક ઝકરબર્ગ
ઇલૉન મસ્કે ફરી માર્ક ઝકરબર્ગને ફાઇટ માટે ચૅલેન્જ આપી છે. થોડા સમય પહેલાં ઇલૉન અને માર્ક વચ્ચે આવી જ ફાઇટની ચૅલેન્જની વાત થઈ હતી. જોકે એ ફાઇટ ત્યારે પડતી મૂકવામાં આવી હતી. ઇલૉન મસ્કનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેઓ ફરી માર્ક ઝકરબર્ગને ચૅલેન્જ આપી રહ્યા છે. આ વિડિયોમાં તેમણે ઓપન ચૅલેન્જ આપી છે. ઇલૉન મસ્ક કહી રહ્યા છે કે તેઓ કોઈ પણ જગ્યા, કોઈ પણ સમય અને કોઈ પણ નિયમ માટે તૈયાર છે. તેમની વચ્ચેની આ મૅચ મિક્સ માર્શલ આર્ટ્સની છે. ઇલૉન મસ્કે પહેલી વાર માર્ક ઝકરબર્ગને ૨૦૨૩ની જૂનમાં ચૅલેન્જ આપી હતી. ત્યાર બાદ તેમણે ઑક્ટોબરમાં પણ એ વિશે શોમાં વાત કરી હતી. માર્ક અને ઇલૉન વચ્ચે સોશ્યલ મીડિયા પર પણ આ વિશે વાત થઈ હતી.