તમારે વજન ઓછું કરવું હોય તો પહેલાં તો ડાયટથી થોડું વજન ઓછું કરવું જોઈએ, કારણ કે વધુ વજનનો પૂરો ભાર ઘૂંટણ પર આવે છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું ૪૨ વર્ષનો છું અને પાંચ ફુટ સાત ઇંચ હાઇટમાં મારું વજન ૯૦ કિલો છે. મેં ક્યારેય કોઈ એક્સરસાઇઝ કરી નથી. વજન ઉતારવા માટે મેં છેલ્લા બે મહિનાથી જિમ જૉઇન્ટ કર્યું છે. શરૂઆતમાં તો ખૂબ મજા આવી. ટ્રેડમિલ પર હું મારી કૅપેસિટીથી ઘણું વધારે ચાલવા માંડ્યો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મને જમણો ઘૂંટણ દુખે છે અને એક વાર ચાલતાં-ચાલતાં ટક જેવો અવાજ પણ આવી ગયો. મારો ટ્રેઇનર કહે છે કે આવું પેઇન થયા કરે, પણ ઘૂંટણ પર થોડો સોજો આવી ગયો હોય એમ લાગે છે. હું અત્યારે રેસ્ટ કરું છું, પણ ટ્રેડમિલ મારે વાપરવું કે નહીં એ બાબતે કન્ફ્યુઝ છું. વજન ઉતારવું જરૂરી છે, પણ ઘૂંટણ ડૅમેજ થઈ જશે તો?
કોઈ પણ ઓબીસ વ્યક્તિ જ્યારે અચાનક એક્સરસાઇઝ શરૂ કરે ત્યારે તેમના નબળા સ્નાયુઓને લીધે સાંધા પર વધુ માર પડે છે. વધુ માર પડવાને લીધે ઇન્જરી થવાની શક્યતા વધી જાય છે. મારી પાસે ઘણા આવા દરદીઓ આવે છે જેઓ વજન ઉતારવાના ચક્કરમાં આવી ઇન્જરી કરી બેસે છે. તમારે વજન ઓછું કરવું હોય તો પહેલાં તો ડાયટથી થોડું વજન ઓછું કરવું જોઈએ, કારણ કે વધુ વજનનો પૂરો ભાર ઘૂંટણ પર આવે છે. જેને કારણે કાર્ટિલેજ ડૅમેજ થઈ શકે છે. ઓબીસ વ્યક્તિએ એક્સરસાઇઝ કરતી વખતે ઘૂંટણનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં તમે કોઈ ફિઝિયોથેરપી સેન્ટર જાઓ અને ચેક કરાવો કે કેટલું ડૅમેજ થયું છે. એ મુજબ ઇલાજ કરાવવો. પૂરા ઠીક થાઓ પછી જ એક્સરસાઇઝ શરૂ કરજો.
ADVERTISEMENT
તો શું એનો અર્થ એ કે તમારે ટ્રેડમિલ છોડી દેવું? તો એ પ્રશ્નનો જવાબ એ છે કે જો શક્ય હોય તો તમે રેતી પર કે ગાર્ડનમાં વૉક કરો. સમજીએ તો બીચ પર તમે ભાગતા હો ત્યારે જેવા તમે થાકો એટલે એની મેળે સ્પીડ ઘટી જાય છે. ટ્રેડમિલ પર એવું થતું નથી. બીજો ઑપ્શન એ છે કે સ્વિમિંગ-પૂલની અંદર વૉકિંગ કરો. સ્વિમિંગ કરતાં આવડતું હોય તો વધુ સારું. પાણીમાં વ્યક્તિ પોતાની શક્તિ કરતાં વધુ વર્કઆઉટ ડૅમેજ વગર કરી શકે છે, કારણ કે તમારું વજન સાંધા પર આવતું નથી. આ સેફ રીત છે વજન ઉતારવાની. પરંતુ જો એ શક્ય જ ન હોય અને જિમમાં જ એક્સરસાઇઝ કરવી હોય તો ની-પૅડ પહેરીને ટ્રેડમિલ પર વૉક કરો. રનિંગ ન જ કરો. ૨૦ મિનિટ વૉક કર્યા પછી બીજી એક્સરસાઇઝ કરો. પછી ફરી વૉક કરશો તો એકદમ ઘૂંટણ પર તકલીફ નહીં આવે.

