વધેલી રોટલીની સૅન્ડવિચ બનાવવાની રીત અને સામગ્રી નીચે આપેલ છે.
વધેલી રોટલીની સૅન્ડવિચ
સામગ્રી: ૪ રોટલી, લીલી ચટણી, ચીઝ, બટર અથવા ઘી, ચાટમસાલો (બાદશાહ), થોડી કોબીજ સમારેલી, ૧ બાફેલો બટાટો, ૧ કાકડી, ૧ કૅપ્સિકમ, ૧ બાફેલું બીટ, ૧ કાંદો, ૧ ટમેટું. બધું સ્લાઇસમાં કાપવું.
રીત : પ્રથમ ૧ રોટલી લઈ એના પર ચટણી લગાવવી. પછી કાકડી અને કાંદાની સ્લાઇસ પાથરવી અને એના પર ચાટ મસાલો છાંટવો. પછી એના પર બીજી રોટલી મૂકવી. એના પર ચટણી લગાડી બીટ અને ટમાટરની સ્લાઇસ પાથરવી, ઉપર ચાટ મસાલો છાંટવો. પછી ત્રીજી રોટલી મૂકવી અને એના ઉપર બટાટા અને કૅપ્સિકમ પાથરવાં. પછી ચાટ મસાલો છાંટવો અને એના પર ચીઝ છીણીને નાખવું. પછી પાછો ચાટ મસાલો છાંટવો અને ઉપર ચોથી રોટલી ઢાંકી દેવી. હવે એક તવા પર ઘી અથવા બટર નાખવું અને આ ચાર રોટલીના થર મૂકવા અને ધીમા તાપે શેકવું. બે મિનિટ પછી હળવેથી તવેથાની મદદથી બીજી સાઇડ ઊથલાવવું અને સાઇડમાં થોડું ઘી અથવા બટર નાખવું. પછી થોડો બ્રાઉન કલર થાય એટલે એને નીચે ઉતારી કટિંગ કરવું અને એના પર કોબીજનું છીણ નાખી સર્વ કરવું. ચટણી અથવા સૉસ સાથે ખાવું.
ADVERTISEMENT
- નીતા જોશી

