Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Sunday Snacks: મુંબઈની એક એવી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં જે શહેરની આન-બાન-શાન છે

Sunday Snacks: મુંબઈની એક એવી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં જે શહેરની આન-બાન-શાન છે

Published : 15 June, 2024 04:06 PM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો કૅફે મદ્રાસની સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન વાનગીઓ

તસવીર: મેપ્સ

Sunday Snacks

તસવીર: મેપ્સ


વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.


મુંબઈના માટુંગા (Matunga) વિસ્તારમાં આવેલું કૅફે મદ્રાસ સાઉથ ઇન્ડિયન ફૂડ (South Indian Food) માટે જાણીતું સ્થળ છે. કૅફે મદ્રાસ (Café Madras)ની મિની ઇડલી અહીંની ખાસિયત છે, જેમાં નાની-નાની ઇડલીઓ પર તેમનો સ્પેશિયલ મસાલા છાંટેલો હોય છે. આ વાનગી અહીંની તાજી ચટણી સાથે પીરસાય છે. મેદુવડા, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, તે પણ તાજી નારિયેળની ચટણી અને સંભાર સાથે પીરસાય છે. અહીંની ફિલ્ટર કૉફી એક કિલાસિક છે, જેની મોહક સુગંધ અને સ્વાદ તમને મુંબઈની વ્યસ્ત જીવનશૈલીમાંથી દક્ષિણ ભારત (Café Madras)ની શાંતિમાં લઈ જાય છે.



અહીંના મસાલા ઢોસા, બટર ઢોસા અને મૈસુર ઢોસા, ચટણી અને ગરમ સંભાર ઢોસાની મજા બે ગણી કરી દે છે. ઉત્તપમની વિવિધ વેરાયટી જેમ કે ઓનિયન ઉત્તપમ અને મિક્સ વેજીટેબલ ઉત્તપમ લોકપ્રિય છે. મલગા પૂડી ઈડલી જે મસાલા સાથે પીરસાય છે, તે નાસ્તાની લિજ્જતને વધારે છે.


કૅફે મદ્રાસ માત્ર તેના ફૂડ માટે જ નહીં, પણ તેની વિશિષ્ટતાને કારણે પણ જાણીતું છે. અનેક જાણીતી હસ્તીઓ, જેમ કે લતા મંગેશકર, રાજ કપૂર અને આનંદ મહિન્દ્રા, આ કૅફેમાં ભોજનનો આનંદ માણી ચૂક્યા છે. આ કૅફેનો વારસો લોકોની મીઠી યાદોને કારણે તેને મુંબઈના ગૌરવસ્થાનમાં જગ્યા અપાવે છે.

કૅફે મદ્રાસનો નમ્ર સ્ટાફ અને તાજી વાનગીઓ દરેક મુલાકાતને સ્મરણિય બનાવે છે. કૅફેની અંદરનું હાઇજિન અને શાંતિપૂર્ણ વાતાવરણ અહીંની લોકપ્રિયતાને વધારવામાં મહત્ત્વનું યોગદાન આપે છે. અહીંના ગ્રાહકોને વિશિષ્ટ અને વ્યાવસાયિક સેવા મળે છે, જે તેમને વારંવાર અહીં મુલાકાત લેવા માટે ખેંચી જાય છે.


મુંબઈના મટુંગામાં આવેલું કૅફે મદ્રાસ તમારા ‘સન્ડે સ્નેક્સ’ (Sunday Snacks)ને વધુ રસપ્રદ બનાવશે. અહીંની સર્વિસ અને વાઇબ્સ તમને કૅફે મદ્રાસમાં વારંવાર આવવા માટે મજબૂર કરશે. તો હવે આ રવિવારે જરૂર જજો કૅફે મદ્રાસ. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 04:06 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK