Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને...

06 July, 2021 12:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

અમી દેઢિયા, સાંતાક્રુઝ

અમી દેઢિયા, સાંતાક્રુઝ


ટ્રિપલ સેવપૂરી

કચ્છી સેવપૂરી
સામગ્રી
બટાટા, કાંદા, શેકેલા મસાલા શિંગદાણા, દાડમ, આમલીની ચટણી, લસણની તીખી ચટણી, કોથમીર, દાબેલી મસાલો, સેવ, પૂરી, મીઠું
રીત
સૌપ્રથમ કડાઈમાં ઘી કે તેલ મૂકી એમાં દાબેલી મસાલો પાંચ ચમચી નાખી થોડું પાણી નાખવું. એમાં બાફેલા બટાટા પા કિલો નાખી સરખું મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. એક પ્લેટમાં પૂરી ગોઠવી એના પર દાબેલી મસાલો મૂકવો. પછી એના પર તીખી લસણની અને આમલીની ચટણી નાખવી. ચાટ મસાલો નાખવો. એના પર કાંદા, સેવ, દાડમ, કોથમીર, મસાલા શિંગથી ગાર્નિશ કરવું.
લસણની ચટણી : લસણ, લાલ મરચું, મીઠું, જીરું, પાણી નાખી પાતળી ચટણી જેવી પેસ્ટ કરવી.
આમલીની ચટણી : આમલી, ખજૂર, ગોળ સરખા ભાગે ચટણી રેડી કરવી.
મુંબઈ સૅન્ડવિચ સેવપૂરી
સામગ્રી બ્રેડ, સેવ, પૂરી, કાંદા, બટાટા, લસણની તીખી ચટણી, આમલીની ચટણી, કોથમીરની તીખી ચટણી, ચાટ મસાલો
રીત : સૌપ્રથમ બ્રેડ પર બટર અને તીખી કોથમીરની ચટણી લગાડી પછી એના પર ચાર સેવપૂરીની પૂરી પાથરવી. કાંદા, બટાટા અને તીખી, મીઠી ચટણી અને કોથમીરની ચટણી નાખી ચાટ મસાલો નાખી સેવ ભભરાવવી. એના પર બીજી બ્રેડ મૂકી ટોસ્ટરમાં ટોસ્ટ કરી ચાર પીસ કરીને સર્વ કરવું.
ઇટાલિયન સેવપૂરી
સામગ્રી
કાંદા, ટમેટાં, કૅપ્સિકમ, પીત્ઝા સૉસ, પીત્ઝા ચીઝ, ઑરેગાનો, ચિલી ફ્લેક્સ અથવા પીત્ઝા મસાલો, બટર, મીઠું
રીત
એક કડાઈમાં બટર નાખી એમાં કાંદા, કૅપ્સિકમ સાંતળવાં. થોડી વાર પછી એમાં ટમેટાં અને પીત્ઝા સૉસ, મીઠું, પીત્ઝા મસાલો નાખી પૂરણ રેડી કરવું. એના પર ચીઝ ખમણવું અને એને હાઇ ફ્લેમ પર ગોઠવી થોડું બટર નાખી દેવું. ચીઝ મેલ્ટ થયા પછી ઑરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખી સર્વ કરવું.



ચીઝ પૂડલા સૅન્ડવિચ, નમ્રતા રમેશ ઠક્કર, મુલુંડ


Namrata Ramesh Thakkar
 

સામગ્રી સ્ટફિંગ માટે
૧/૨ કપ ટમેટાં, ૧/૨ કપ કૅપ્સિકમ, ૧/૨ કપ ખમણેલું ગાજર, ૧/૨ કપ ખમણેલું બીટરૂટ, ૧ કપ કોબી સમારેલી, ૧ કપ પાલક સમારેલી, ૩ ચમચી બાફેલી મકાઈ,  લીલાં મરચાં ઝીણાં સમારી લો, ૧/૪ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ચાટ મસાલા, ૧/૨ ટીસ્પૂન મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું
ખીરું બનાવવા માટે 
 ૧.૫ કપ બેસન, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ધાણા પાવડર, ૧/૨ ચમચી લાલ મરચું, બે ચપટી હિંગ, ૧/૨ ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી કોથમીર, પાણી
અન્ય સામગ્રી 
બ્રેડ, ચીઝ સ્લાઇસ, ચીઝ ક્યુબ, 
રીત ખીરું બનાવવા માટે 
વાટકીમાં બેસન, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, હિંગ, અજમો, મીઠું અને કોથમીર મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી નાખો અને ગઠ્ઠારહિત સુંવાળું ખીરું બનાવો. ખીરાને ૧૦ મિનિટ માટે રહેવા દો.
 રીત : સ્ટફિંગ માટે 
 વાટકીમાં સમારેલાં ટામેટાં, કૅપ્સિકમ, ગાજર, બીટરૂટ, બારીક સમારેલા કોબી, પાલક અને સ્વીટ કૉર્ન ઉમેરો. એમાં બધા મસાલા ઉમેરીને મિક્સ કરી લો. 
 પૂડલા સૅન્ડવિચ બનાવવા 
નૉનસ્ટિક પૅનને ગરમ કરો. ૧ ચમચી તેલ અથવા ઘી નાખો. એક બ્રેડની સ્લાઇસ લો અને એને બેસનના ખીરામાં બોળીને ધીરેથી ગરમ પૅન પર રાખો. બીજી બ્રેડની સ્લાઇસ સાથે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. સ્ટફિંગ લઈ અને એને બ્રેડના ટુકડા પર મૂકી ફેલાવો. એને એક તરફ મધ્યમ આંચ પર રાંધવા દો જ્યાં સુધી એ હળવા બ્રાઉન રંગનો થાય. બન્ને બ્રેડના ટુકડા ઉપર માખણ નાખો. સ્ટફિંગને હળવેથી દબાવો. પછી બન્ને બ્રેડને ધ્યાનથી પલટાવો. બન્ને બાજુ પલટાવીને ૨-૩ મિનિટ પકવા દો. સ્ટફિંગ સરસ રીતે રંધાઈ જાય પછી એની ઉપર ચીઝની સ્લાઇસ અથવા ખમણેલું ચીઝ નાખી બીજી સ્ટફ્ડ બ્રેડ સ્લાઇસથી ઢાંકી દો. એને હળવેથી દબાવો અને થોડીક સેકન્ડ માટે બન્ને બાજુ રંધાવા દો. બન્ને બાજુ સરસ રીતે રાંધવાથી એ સરસ કડક થઈ જાય છે. હવે સૅન્ડવિચને ત્રિકોણમાં કાપી ખમણેલા ચીઝ કે સેવ વડે ગાર્નિશ કરો. લીલી ચટણી કે કેચપ સાથે પીરસો.

ઓરિયો-ડ્રાયફ્રૂટ‍્સ રોલ, તેજલ મિતેશ શાહ, ઘાટકોપર

Tejal Mitesh Shah

સામગ્રી 
૪ પૅકેટ ઓરિયો બિસ્કિટ
રીત
બધાં બિસ્કિટનું ક્રીમ કાઢી નાખો. પછી બિસ્કિટના ટુકડા મિક્સરમાં ક્રશ કરી લો. એકદમ પાઉડર કરી એમાં બે ચમચી ઘી નાખી એકસરખું હલાવો. હવે એની અંદર બે ચમચી દૂધ અને થોડી મલાઈ નાખી લોટ બાંધો. જેમ રોટલીનો લોટ બાંધો એવી રીતે. હવે વાઇટ ક્રીમ હતું એમાં બદામ, પિસ્તા, કાજુના ટુકડા નાખીને થોડો નારિયેળનો ભૂકો નાખો. ૧ ચમચી મિલ્ક પાઉડર, ઇલાયચીનો ભૂકો નાખો, થોડું કેસર નાખો અને રોટલી જેવો લોટ બાંધો.
હવે ઓરિયોનો રોટલો વણી એની ઉપર તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો રોલ મૂકી દો અને એને રાઉન્ડ શેપ આપી આડા કાપા પાડી દો. હવે એક પૅનમાં ખસખસ નાખી એની ઉપર પ્રેસ કરી દો. હવે એને ફ્રીઝરમાં મૂકી દો.
તૈયાર છે ઓરિયો-ડ્રાયફ્રૂટ રોલ.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2021 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK