લ્યુઇસિયાનાના કલિનરી વિકાસની વાત કરીએ તો પારંપરિક ક્રેઓલ અને કેજુન તો કાયમી છે, હા તેમાં ક્યારેક ખાસ ટ્વીસ્ટ હોય છે જેથી આધુનિક ડિશ બને છે. જેમને રાંધણકળામાં રસ હોય તેમને માટે અહીં ઘણી તકો છો કારણકે અહીં ઘણી કુકિંગ સ્કૂલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સ છે
લ્યુઇસિયાના તેની ખાણી પીણીની પરંપરાઓ માટે બહુ પ્રખ્યાત છે - તસવીર સૌજન્ય લ્યુઇસિયાના ઑફિસ ઑફ ટુરિઝમ
લ્યુઇસિયાનાના કલિનરી વિકાસની વાત કરીએ તો પારંપરિક ક્રેઓલ અને કેજુન તો કાયમી છે, હા તેમાં ક્યારેક ખાસ ટ્વીસ્ટ હોય છે જેથી આધુનિક ડિશ બને છે. જેમને રાંધણકળામાં રસ હોય તેમને માટે અહીં ઘણી તકો છો કારણકે અહીં ઘણી કુકિંગ સ્કૂલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સ છે. કેજુન અને ક્રેઓલ પારંપરિક રીતે કદાચ એક જ વાનગીમાં મળી જાય તો પટાઈ ન જતા કારણકે આ બંન્ને શબ્દો બે અલગ સંસ્કૃતિનાં પ્રતીક છે. ખરેખર જે રીતે કેજુન ફૂડ બને છે તે બહુ ભરપુર પ્રકારનું ફૂડ છે. તેમાં કોઈ બગાડ નથી, બધું જાણે વપરાઈ જાય - બરાબર રાંધવામાં આવે અને તેમાં બહુ મસાલા નથી હોતા. એકેડિયન વાસહતીઓ વૈભવી લાઇફસ્ટાઈલમાંથી બહાર ફેંકાઈ ગયા ત્યારના સમયનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં હોલી ટ્રિનિટી છે એટલે કે ફ્રેન્ચ શાકભાજીનું મિશ્રણ, સિઝનિંગ જેમાં પેપ્રિકા, થાઇમ, સસાફ્રાસ અને પાર્સલીને બારીકાઈથી મેળવવામાં આવે છે.
ક્રેઓલ ફૂડની વાત કરીએ તો તે ન્યૂ ઓર્લિન્સ જેવા મોટા શહેરમાં જોવા મળે છે. તે અપર ક્લાસ ફ્રેન્ચ અને સ્પેનિશ મૂળિયાં ધરાવે છે અને તે એટલું સમૃદ્ધ ખાણું છે કે કેજુન જે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા તેમને તે ન મળ્યું. રિમોલેડ - એક ક્રીમી ડિપીંગ સૉસ છે - એ બનાવવામાં જ ડઝન જેટલી સામગ્રી જોઇએ. ક્રેઓલ ભોજનમાં ટમેટા બહુ વપરાય છે જે એક સમયે મોંઘુ ફળ ગણાતું. લ્યુઈસિયાનાની કુકિંગ સ્કૂલ્સ આખા રાજ્યમાં છે અને દક્ષિણપૂર્વ લ્યુઇસિયાનાની સફરે જાવ તો આ કુકિંગ સ્કૂલ્સની મુલાકાત જરૂર લેજો.
ADVERTISEMENT
કાસા પેલિકન બી એન્ડ બી અને કુકિંગ સ્કૂલ, ન્યૂ ઓર્લિયન્સ : ન્યૂ ઓર્લિયન્સનું સુંદર બેડ એન્ડ બ્રેકફાસ્ટ, કાસા પેલિકન, બી એન્ડ બી અને કુકિંગ સ્કૂલના મુલાકાતીઓ માટે અહીં ઘણી એક્ટિવિટીઝ છે. નાના ગ્રૂપમાં ચિકન અને સોસેજ ગમ્બો અથવા તાજી, સ્થાનિક રીતે મેળવેલી સામગ્રી સાથે ગરમ મીઠી બ્રેડ જેવી પ્રાદેશિક વાનગીઓ કેવી રીતે બનાવવી તે શીખો. રસોઈ બનાવતી વખતે તમને વાઇન પણ સર્વ કરાશે.
કેન રિવર કિચનવેર, નેચિટોચેસ : લુઇસિયાનાનું સૌથી જૂનું શહેર કેન રિવર કિચનવેરનું ઘર છે, જ્યાં વર્ગો ઇતિહાસ અને કૌશલ્ય જોડાયેલા છે. ઓર ડર્વ, સાથે કૉકટેલ અને બાળકો માટે સરસ મજાના ક્લાસિઝ અને ખાનગી ક્લાસિઝ અહીં ઉપલબ્ધ છે.
લેંગ્લોઇસ, ન્યૂ ઓર્લિયન્સ : ટ્રાવેલ + લેઝર દ્વારા "વિશ્વની શ્રેષ્ઠ કુકિંગ સ્કૂલ" માંની એક તરીકે જાણીતી આ જગ્યાએ કુકિંગનો મજાનો અનુભવ મળશે. તમે વર્ચ્યુઅલી શીખવાનું પસંદ કરો કે રૂબરૂ, બ્લેકનડ શ્રીમ્પ પાસ્તા, ઇટાલિયન-ક્રેઓલ પાસ્તા અને વધુ જેવી વાનીઓ તમને અહીં મળશે.
લુઇસિયાના કલિનરી ઇન્સ્ટિટ્યૂટ, બેટન રૂઝ : બેટન રૂઝમાં સ્થિત, ટોચની લુઇસિયાના કલિનરી ઇન્સ્ટિટ્યૂટમાં મનગમતા ક્લાસિઝમાંથી પસંદગી કરી શકાય છે. કલિનરી સ્કિલ્સ 101 એ ચાર કલાકનો ઇમર્સિજ કુકિંગ એક્સપિરિયન્સ છે જેમાં રસોડાની બેઝિક બાબતો શીખવા મળશે. રસોઈ કુશળતા 101 થી શરૂઆત કરો, જે રસોડાના મૂળભૂત બીજા ક્લાસિઝ જે જે આખા વર્ષ દરમિયાન ચાલતા રહે છે, બદલાતા રહે છે તેમાં જર્મન, થાઈ અને કોરિયન ખાણું બનાવતા વિદ્યાર્થીઓ શીખે છે.
મેઇસન મેડેલિન, બ્રેઓક્સ બ્રિજ : અહ્ચાફલીહ બેસિનના હૃદયમાં, બ્રેઓક્સ બ્રિજ શોધો, જ્યાં એક આરામદાયક બેડ અને બ્રેકફાસ્ટ છે અને અહીં કુકિંગના પ્રાઇવેટ ક્લાસિસ થાય છે. કેજુન શૅફ વિદ્યાર્થીઓને સીફૂડ ગમ્બો, ક્રોફિશ એટોફી અને બોર્બોન બ્રેડ પુડિંગ જેવી વાનગીઓ સાથે થ્રી-કોર્સ ભોજન બનાવવાનું શીખવાય છે. જરૂર પડ્યે તમારા કહેવાથી કેજુન ફ્રેન્ચમાં પણ શૅફ ક્લાસિઝ લઇ શકે છે.
માર્ડી ગ્રાસ સ્કૂલ ઓફ કુકિંગ, ન્યૂ ઓર્લિયન્સ : આ ડાઉનટાઉન ન્યૂ ઓર્લિયન્સ સ્કૂલ અનેક અનોખા વર્ગો ઓફર કરે છે. ગમ્બો જેવી વાનગીઓનો ગરમ અને મીઠો આધાર, રોક્સ બનાવવાનું શીખો. જો તમે શાકાહારી છો, તો કોર્ન મેક ચોક્સ જેવી ઉત્પાદન-આધારિત વાનગીઓનો આનંદ માણો. માર્ડી ગ્રાસ સીઝનમાં આવો, એક અધિકૃત કિંગ કેક બનાવો અને તેની પાછળનો ઇતિહાસ શોધો.
મામ સીઝ કુકિંગ ક્લાસિઝ, લેક ચાર્લ્સ : લેક ચાર્લ્સ સ્થિત આ ક્લાસિઝમાં બધી વયના લોકો જોડાઇ શકશે. અહીં બાળકો માટે કુકિંગ ક્લાસિઝ થાય છે અને સિઝનલ શોકેસ પણ થાય છે. સુશી પણ શીખવા મળશે અને સૂઝ વીડિયો ફિલેટ્સ પણ શીખવા મળશે. તમને એક કુક બુક પણ મળશે.
ન્યૂ ઓર્લિયન્સ સ્કૂલ ઓફ કુકિંગ, ન્યૂ ઓર્લિયન્સ : ફ્રેન્ચ ક્વાર્ટરમાં ન્યૂ ઓર્લિયન્સ સ્કૂલ ઓફ કુકિંગ છે. અહીં, મહેમાનો ઓપન ડેમોન્સ્ટ્રેશન ક્લાસ જેવા ક્વિક કોર્સ કરી શકશે. અહીં જાણીતા શૅફ્સ લોકો માટે ક્લાસિક કેજુન અને ક્રેઓલ ફૂડ બનાવે છે. ક્રેબ બિસ્ક, પ્રાલાઇન્સ, બનાના ફોસ્ટર, મોલાસિસ-ડ્રિઝલ્ડ બિસ્કિટ જેવી સેમ્પલ ડિશીઝ પણ અહીં હશે. તમે હેન્ડઝઓન ક્લાસિઝમાં પણ જઇ શકો છો જ્યાં મહેમાનો મળીને ફૂલ લ્યુઇસિયાના ડિનર બનાવે છે.
પેશનેટ પ્લેટર, સ્લાઇડેલ: આ લીલાછમ સ્લાઇડેલ માર્કેટમાં બગીચાની સોડમ અને સ્વાદ મળશે. કુકિંગ ક્લાસની તૈયારી માટે નાના અને મોટાં તમામ બગીચામાં ફરી શકે છે અને પેસ્તો પાસ્તા જેવી વાનગીઓ માટે જાતે શાક પસંદ કરી શકશે.
ધી કિચનરી, લાફાયેટ: કાજુન દેશનાં દિલમાં લાફાયેટ છે. ધી કિચનરી, એક સ્થાનિક રસોઈ સપ્લાય સ્ટોર છે જે સ્થાનિક શૅફ દ્વારા જ્યાં શીખવાય તેવા બે કલાકના કોર્સિઝ ઓફર કરે છે. વર્ગોમાં તાપસથી લઈને ટકીલા પેરીંગ્ઝનો સમાવેશ થાય છે. નવું ખાણું ચાખ્યા પછી વિદ્યાર્થીઓ ઘરે પર્સનલાઈઝ્ડ રેસિપી કાર્ડ લઇ જઇ શકે.

